________________
૨૩૫
અર્થ:- “દેવાનુપ્રિય! ગઈ કાલે તમે મને વંદન કરી પાછા વળ્યા ત્યારે રાણીએ સરોવરના કિનારે એક મહાત્માને જોયાં. જ્યારે રાણીના હાથમાં વેદના થઈ, ત્યારે તેમને ધ્યાનમાં ઉભેલા તે મુનિવર યાદ આવ્યા.”
.. ૧ર૭૪ ઢાળ : પપ અમંગલ વચન, મંગલ ભાવ
છાનો છપી કંતા એ દેશી. રાગઃ રામગિરિ હાથ ઉઘાડો રહિઉં રાતિરિ રે, ટાઢિ હુઈ પીડાય રે; તવ ચિલણાનિ સાંભરયો રે, કસિઉં કરસઈ ઋષિરાય રે.
... ૧૨૭૫ વિર વચન સુણી હરખીઉ રે ... આંચલી સુખીઆં બહુ સુખ ભોગવઈ રે, કરઈ મનિ ગમતા આહાર રે; તે વિરલી નૃપ જાણજે, કરઈ પરની સાર રે.
.. ૧૨૭૬ વી. સાર કરઈ સતી ઋષિ તણી રે, ધર્મ સનેહી એહ રે; તુઝ અંતેઉર નિરમૂલ રે, મ ધરીશ મનિ સંદેહ રે.
... ૧૨૭૭ વી. વચન સુણી હરખી ઉઠીઉં રે, હીડઈ સબલ ભૂપાલ રે; ધૂમ તણી ઝાલા દેખતો રે, તવ હુઈ ઉદરિ ફાલ રે.
... ૧૨૭૮ વી. અંતેઉર અલગું કરી રે, મંત્રી કરઈ પરજાલ રે; અભયકુમાર ગયો વાંદવા રે, સાતમો મલ્યો ભૂપાલ રે. ... ૧૨૭૯ વી. નયણ કરી રાઈ રાતડાં રે, નિરભંછયો પરધાન રે; હસતાં અંતેરિ બાલીઉં રે, તું નહી બુધિનિધાન રે.
... ૧૨૮૦ વી. અરે નિરબુધિ એ સ્યુ કરયું રે, ન કરયો કાંઈ વિચાર રે; હવઈ મુખ લેઈ સ્યું ઊભો રહ્યો રે, ન કરયો કાંઈ વિચાર રે. માની વયણ અઘો સંચરયો રે, લીધી જિન કઈ દિક્ષાય રે; શ્રેણિક ગયો નિજ મંદિરિ રે, રાણી દેખી રીઝયો રાય રે. ... ૧૨૮ર વી. તાત વચનિ ઘર બાલીઆં રે, કીધી અંતર સાર રે;
ચ્યાર બુધિ તણો ધણી રે, ધિન ધિન અભયકુમાર રે. ... ૧૨૮૩ વી. અર્થ - ભગવાન મહાવીર સ્વામીએ ખુલાસો કરતાં મહારાજાને કહ્યું, “રાજનું! રાત્રિના સમયે કાતિલ ઠંડીના કારણે ઊંઘમાં રાણીનો હાથ બહાર રહી ગયો ત્યારે તે અક્કડ થઈ ગયો. રાણીને ખૂબ પીડા થઈ, ત્યારે રાણીને મુનિવરની યાદ આવી કે આવી અતિશય ઠંડીમાં ખુલ્લામાં ઉભેલા, અલ્પ વસ્ત્રવાળા તે મુનિવર શું કરશે? (તેમની પરિસ્થિતી કેવી હશે?) મહારાજા શ્રેણિક પ્રભુના વચન સાંભળી સ્તબ્ધ બન્યા.... ૧૨૭૫
સુખી લોકો વિવિધ પ્રકારના સુખો ભોગવે છે. તેઓ મનગમતો આહાર કરે છે પરંતુ હે રાજનું! જે બીજાનો વિચાર કરે છે, તે જ સાચા વીરલ કહેવાય છે.
... ૧૨૭૬
... ૧૨૮૧ વી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org