SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ' ••. ૧૨૬૭ ••. ૧ર૬૯ લોખંડને બાળે છે. પાપી એવા ક્રોધથી પણ તેવું જ થાય છે. ક્રોધરૂપી અગ્નિનો સ્પર્શ થતાં જીવાત્મા બળે છે. ક્રોધ આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણને દઝાડે છે. જ્યાં સુધી ક્રોધ ઉપર ઉપશમ જળનું પાણી ન સીંચીએ ત્યાં સુધી આત્મા સહેજે દુઃખ પામે છે.... ૧ર૬૮ કવિ ઋષભદાસ કહે છે કે, હે માનવો! તમે સાંભળો. તમે અલ્પ પણ ક્રોધ ન કરો. પૂર્વ ક્રિોડ વર્ષનું દીર્ધ ચારિત્ર પણ ક્રોધના પ્રભાવથી ક્ષણવારમાં બળીને ભસ્મ થઈ જાય છે. ઢાળઃ ૫૪ મગધાધિપતિ સંદેહના ઘેરામાં તો ચડીઉ ઘણમાન ગજિં એ દેશી. ક્રોધિ શ્રેણિક ઉઠીઉં એ, તેડ્યો અભયકુમાર તો; અંતેઉર તું બાલજે એ, મ કરીશ કસ્યો વિચાર તો. ... ૧ર૭૦ દેઈ સીખ ગયો વાંદવા એ, પૂછઈ પ્રશ્ન જ એહ તો; પુત્રી ચેડા રાયની એ, સતી કે અસતી તેહ તો. ૧૨૭૧ ભાખઈ વીર જિPસરૂ એ, સાતઈ સતીઉં સાર તો; ચીતિ ન આવઈ રાયનિ એ, પુછઈ ફરીય વિચારતો. . ૧ર૭ર રસ્વામી મુઝ ધરિ કામિની એ, કુણની કરઈ ચિંતાય તો; જિન કહઈ મુનવિર સાંભરયો એ, શર તીરિ ઋષિરાય તો. ... ૧૨૭૩ અર્થ - ક્રોધના આવેશમાં મહારાજા શ્રેણિક ઉઠયા. તેમણે તરત જ મહામંત્રી અભયકુમારને બોલાવ્યા. મહારાજાએ અભયકુમારને આજ્ઞા કરી કે, “તું અંતર (ચેલણા રાણીનું લાક્ષાગૃહ)ને હમણાં જ આગ ચાંપી બાળી નાખ. વત્સ! તું કોઈપણ જાતનો સંકલ્પ-વિકલ્પ ન કરીશ.' ... ૧૨૭૦ મહારાજા શ્રેણિક શિખામણ (આજ્ઞા) આપી ઉદ્વિગ્ન મને ભગવાન મહાવીર સ્વામીના વંદન કરવા ગયા. તેમણે ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછતાં કહ્યું, “પ્રભુ! ચેડારાજાની પુત્રીઓ સતી છે કે અસતી?” જિનેશ્વર ભગવંત મહાવીર સ્વામીએ કહ્યું, “ચેડારાજાની સાત પુત્રીઓ સતીઓ છે.” મહારાજાનું હૃદય હચમચી ઊઠયું. મહારાજાને પ્રભુના વચનોનું મર્મ ચિત્તમાં ન સમજાયું તેથી તેમણે ફરીથી વિચાર કરીને પૂછયું. .. ૧૨૭૨ “પ્રભુ! મારા મહેલમાં રહેલી મારી રાણી ચેલણા આજે રાત્રિના સમયે કોની ચિંતા કરતી હતી?” ભગવાન મહાવીર સ્વામીએ મહારાજા શ્રેણિકના મનનું સમાધાન કરતાં કહ્યું, “શેલણારાણી સરોવરના કાંઠે ધ્યાનમાં ઉભેલા મુનિવરને યાદ કરતાં હતાં.' ... ૧૨૭૩ દુહા ઃ ૬૪ કાલે તું વાંદી વલ્યો, સરોવરદીઠો સાધ; તે સાંભરયો રાણીઈ, જવ હુઈ હાથે બાધ. ••• ૧૨૭૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy