________________
તેમના શરીર પર જીર્ણ શીર્ણ ટૂંકા વસ્ત્રો છે. આજે તો આ તીવ્ર ઠંડીમાં તેઓ ઓગળી જશે.'' અણગાર ધર્મના કઠીન પરિષહોને યાદ કરતાં મનમાં દયા ભાવ આણતાં ચેલણા રાણી આ પ્રમાણે બોલ્યા. તે સમયે મહારાજા શ્રેણિકે આ શબ્દો સાંભળ્યા.
... ૧૨૫૯
મહારાજા શ્રેણિકે મનમાં વિચાર કર્યો, “ચેલણા રાણીનું મન સ્થિર નથી. તે નક્કી કોઈ બીજા પુરુષને પ્રેમ કરે છે. ચેલણા રાણી કોઈના પ્રેમમાં વિલુબ્ધ બની છે.
૧૨૬૦
ચેલણા રાણી ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થઈ છે. શહેનશાહની રાણી થઈને મનોવાંછિત સુખો ભોગવે છે, છતાં પણ તેનું મન (એક પતિથી) શાંત ન થયું ?
૧૨૬૧
સાગર જેવા વિશાળ અને ગંભીર પિતા, ચંદ્ર જેવા શીતળ બાંધવ, કૃષ્ણ જેવા પ્રેમાળ અને સ્વરૂપવાન પતિ મળવા છતાં ચંચળ અને દુષ્ટ સ્વભાવવાળી વિકારી મહિલા પોતાની વાસનાઓ સંતોષવા ઘરે ઘરે લક્ષ્મીની જેમ ફરે છે.
૧૨૬૨
આ જગતમાં સ્ત્રી કોઈની થઈ નથી અને થશે પણ નહીં. તેણે અનેક પુરુષોને ફસાવ્યા છે. ભરથરી રાજાએ દુરાચારી એવી રાણી પિંગલાનો ત્યાગ કર્યો. રાજાનો આ ઉત્તમ નિર્ણય હતો.
૨૩૩
...
Jain Education International
...
૧૨૬૩
‘હું પણ મારી રાણીનો ત્યાગ કરું કારણકે મારું અંતઃપુર કલંકિત અને દુરાચારી છે. મારી રાણી પણ સતી સ્ત્રી નથી.’ આ પ્રમાણે મહારાજા આવેશમાં આવી વિચાર કરવા લાગ્યા.
૧૨૬૪
For Personal & Private Use Only
કવિ ઋષભદાસ કહે છે ( ‘રાજા, વાજા અને વાંદરા’ કોપે તો અત્યંત બૂરું થાય) મહારાજા શ્રેણિક અત્યંત કોપાયમાન થયા. તેમણે પોતાની પ્રિય રાણીનો ઘાત કરવાનો વિચાર કર્યો. જ્યારે ક્રોધરૂપી વાઘ પ્રગટ થાય છે ત્યારે વિવેકરૂપી વત્સ (બાળક)નો નાશ થાય છે.
૧૨૬૫
દુહા ઃ ૬૩ ક્રોધનું ફળ કોહ પઈઠો દેહ ઘરિ, તિત્તિ વિકાર કરેઅ; આપ તપાવઈ પર તપઈ, પરતહ હાણિ કરેઅ. જિમ અગનિ આપિં તપઈ, છઈ તપાવઈ લોહ; લોહ બાલઈ વલી અગ્યર્નિ, તિમ એ પાપી કોહ. લાગઈ કોહ પલેવલઈ, દાઝઈ ગુણ તરીણાંઈ; ઉપશમ લિં નઉ લવઈ, પામઈ દુખ સિહિયાંઈ. ઋષભ કહઈ નર સાંભલો, ક્રોધ કરે નર કાંઈ; પૂરવ કોડિ ચારિત્ર ભલૂં, તે બાલઈ ક્ષિણમાંહિં. અર્થ :- ક્રોધરૂપી ધમધમાટ જ્યારે આ દેહરૂપી આવાસમાં પ્રવેશે છે ત્યારે શારીરિક અને માનસિક વિકાર વધે છે. ક્રોધ કરનાર વ્યક્તિ સ્વયં તપે છે, અન્યને પણ માર્મિક વચનો બોલી તપાવે છે. ક્રોધ કરનાર પરસ્પર બંનેનું અહીત કરે છે. ૧૨૬૬
૧૨૬૯
જેમ અગ્નિ સ્વયં તપે છે. તેની સાથે રહેલા લોખંડને પણ લાલચોડ કરી તપાવે છે. વળી અગ્નિ
...
૧૨૬૬
૧૨૬૭
૧૨૬૮
www.jainelibrary.org