________________
૨૩૨
નિસ ભરિ સુતી ચિલણા એ, રહિઉ ઉઘાડો હાથ તો; તાઢિ ઠરી થયો કાષ્ટમઈ એ, વાલ્યો કિમહી ન જાત તો. જાગી તતક્ષિણ ચેલણા એ, વેદન ખમીય ન જાય તો; તવ મુનિવર તસ સાંભરયો એ, પાäિ રહિઉં ઋષિરાય તો. ભોલી ભાખઈ ભગતિ સ્યું, સી હોસઈ પેરિ તો; ટાઢિ વરસઈ બાપડો એ, નહી પોતાનઈ ઘેરિ તો. વસ્ત્ર હીણ ટૂં ટૂં કરઈ એ, ટાઢિ ગલસઈ આજ તો; દયાધરી ઈમ બોલતી એ, સુણતો તવ મહારાજ તો. શ્રેણિક આપ વિચારતો એ, નહી એહનું મન ઠારિ તો; કો એક પુરૂષ સાથિં વલી એ, એહ વિલૂધી નારિ તો. ક્ષત્રી કુલની ઉપની એ, છત્રપતીની નારિ તો; મન વંછિત સુખ ભોગવઈ એ, તોહઈ મન નહી ઠારિ તો. સાયર બાપ શશી ભ્રાતડો એ, કૃષ્ણ સરીખો કંત તો નીચ સભાવ મહિલા તણો એ, ઘર ઘર લછિ કૃદંત તો. સ્ત્રી કેહનિ ન હુઈ હસઈ એ, ભોગવ્યા પુરૂષ અનેક તો; ગુણ વિણ મુંકી ભરતરી એ, સાચો ધરો વિવેક તો. હું મુકું સ્ત્રી પરિહરી એ, નહી અંતેઉર સાર તો; અસતી નારી એ સહી એ, કીધો એણ વિચાર તો. ૠષભરાય કોપ્યો ઘણું એ, કરૂં ચિલણાનો ઘાત તો; ક્રોધ વાઘ જવ જાગીઉં એ, વિવેક વછ તવ જાત તો. અર્થ :- એકવાર મહારાજા શ્રેણિક (અને ચેલણા રાણી) ભગવાન મહાવીર સ્વામીનાં દર્શન કરી પાછાં ફરતાં હતાં ત્યારે તેમણે સરોવરની પાળે એક મુનિવરને કાઉસગ્ગ ધ્યાનમાં ઊભેલા જોયા. આ મુનિવરે ક્રોધ, મદ અને અભિમાન જેવા કષાયોનો ક્ષય કર્યો હતો.
૧૨૬૫
૧૨૫૫
કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’
Jain Education International
For Personal & Private Use Only
... ૧૨૫૮
...
...
...
૧૨૫૬
૧૨૫૭
... ૧૨૬૨
...
૧૨૫૯
...
૧૨૬૦
૧૨૬૧
મહારાજા શ્રેણિક અને ચેલણા રાણીએ પાસે જઈ મુનિવરને ભાવપૂર્વક વંદન કર્યા. તેમને પ્રદક્ષિણા આપી, તેમની સ્તુતિ કરી. મહારાજા અને મહારાણી રાજમહેલમાં પાછાં આવ્યાં.
. ૧૨૫૬
તે શિશિર ઋતુ હોવાથી કડકડતી ઠંડી પડતી હતી. રાત્રિના સમયે (ચેલણા રાણી અને મહારાજા ગરમ વસ્ત્ર પહેરીને સૂતા હતા.) ઊંઘમાં મહારાણીનો હાથ કામળીની બહાર રહી ગયો. તીવ્ર ઠંડીના કારણે હાથ ઠરીને લાકડા જેવો અક્કડ થઈ ગયો. તે હાથ જકડાઈ જવાથી કોઈ રીતે વળતો ન હતો. ૧૨૫૭ ભોળાં ચેલણા રાણી મુનિવર પ્રત્યેની ભક્તિથી બોલ્યા, “તેમની બિચારાની આજે શું હાલત થશે ? ભયંકર ઠંડી પડે છે. તેમની પાસે રહેવા માટે પોતાનું ઘર પણ નથી તેથી તેમનું શું થશે ?
૧૨૫૮
૧૨૬૩
૧૨૬૪
www.jainelibrary.org