SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ હરખ્યો શ્રેણિક રાજીઉં એ, વિન તું વીર નિણંદ તો; સંસય સઘલા ટાલીઆ એ, જ્ઞાન ઊજલું ચંદ તો. ... ૧૨૫૪ અર્થ :- “હે પ્રભુ! જીરણશેઠ (નામના વિશાલપુરીના પરમ શ્રાવક) નિત્ય આપને વંદન કરી આહારપાણી માટે નિમંત્રણ આપી કહેતા હતા કે, “ચાર ચાર માસના ઉપવાસ પછી પારણાના દિવસે મારા ઘરેથી ગોચરી લઈ મને આહાર-પાણીનો લાભ આપજો.” .. ૧૨૪૮ તમે અભિનવ શેઠના ઘરે પારણાના દિવસે ગયા. ત્યાં તમારું પારણું થયું. પ્રભુ! તેથી જીરણશેઠને કાંઈ લાભ થયો? પ્રભુ! મારા મનનો આ સંશય ટાળી સમાધાન કરો.” ... ૧૨૪૯ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “દેવાનુપ્રિય! અભિનવ શેઠને સુપાત્રદાન વહોરાવવાથી આ લોકનું ફળ મળ્યું. અભિનવ શેઠના ઘરે દાનના ફળ સ્વરૂપે દેવોએ બાર ક્રોડ સોનામહોરોની વૃષ્ટિ કરી; જે તીર્થકરોને અપાયેલ દાનનો મહિમા છે. ... ૧૨૫૦ જીરણશેઠ “હમણાં પ્રભુ આવશે' એમ આતુરતાથી પ્રભુની પ્રતીક્ષા કરતાં એવાં તો શુભ ધ્યાનની શ્રેણીએ ચડયા કે તેમણે દેવગતિનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધ્યું. આ વિશ્વમાં ભાવ ધર્મ સૌથી શ્રેષ્ઠ છે...૧૨૫૧ જીરણશેઠના ઉત્તરોત્તર વર્ધમાન પરિણામ હતા. તેઓ કેવળજ્ઞાની સમીપમાં પહોંચી ગયા હતા. ત્યાં અભિનવ શેઠના ઘરે તીર્થકરનું પારણું થતાં દેવોએ દુંદુભીનો નાદ કર્યો. દેવદુંદુભીનો નાદ સાંભળી જીરણ શેઠના ભાવોમાં વિક્ષેપ પડયો. તેમના ભાવોમાં ઉણપ આવી. .. ૧રપર મહારાજા શ્રેણિક તેથી કહું છું તમે ભાવધર્મ સર્વ શ્રેષ્ઠ છે. કેસરી સિંહ જેવા ઈલાતી પુત્રએ શુભધ્યાન વડે દોરડા પર નાચતાં નાચતાં મુક્તિપુરીનાં સુખો મેળવ્યાં.” ... ૧રપ૩ ભાવધર્મની શ્રેષ્ઠતા અને મહત્તા સાંભળી મહારાજા શ્રેણિક ખુશ થયાં. તેમના મુખમાંથી ઉગારો નીકળ્યાં, “હે જિનેન્દ્ર દેવ! તમને ધન્ય છે.” જિનેશ્વર ભગવંતે મહારાજા શ્રેણિકના સર્વ સંશયોનું સમાધાન કર્યું. (તેનું મુખ્ય કારણ હતું) પરમાત્મા વીર પ્રભુ પાસે સ્ફટિક જેવું ઉજળું કેવળજ્ઞાન હતું. ... ૧૨૫૪ સર્વવિરતિધરના પ્રેમી ચેલણા રાણી જિન વાંદી પાછો વલ્યો એ, આવ્યો શરોવર પાલિતો; તિહાં મુનિવર કાઉસગિ રહ્યો છે, ક્રોધ માન મદ ટાલિ તો. શ્રેણિક જઈ તસ વંદતો એ, ચિલણા પણિ વાંદેહ તો; દેઈ પ્રદખ્યણ મુનિ સ્તવ્યો એ, પછઈ નગરી આવેહ તો. ..... ૧રપ૬ ••• ૧૨૫૫ (૧) ઈલાતી પુત્રની કથા : ઈલાવર્ધન નગરના ઈભ્ય શ્રેષ્ઠી અને ધારિણી માતાના પુત્ર ઈલાતી કુમાર હતા. તે યુવાન બન્યા પરંતુ સ્ત્રીસંગથી નિર્લેપ રહ્યા. પિતાએ તેમને કોશાને ત્યાં લઈ જવા મિત્રોને ભલામણ કરી. એક દિવસ વસંતોત્સવ ઉજવવા તેઓ ઉદ્યાનમાં ગયા. લંખિકા નામની નટ કન્યાના નૃત્યથી પ્રભાવિત થયા. ઈલાતી પુત્ર તેના પ્રેમમાં પાગલ બન્યા. પિતાએ ઘણો સમજાવ્યો પરંતુ તેઓ ન માન્યા. અંતે નટ મંડળીમાં રહી નૃત્યકળા શીખ્યા. બેનાતટ નગરના રાજાને નૃત્યકળા દેખાડી. રાજા પણ નટ કન્યા પાછળ આસક્ત બન્યા. રાજા નટડીને મેળવવા વારંવાર ઈલાતી પુત્ર પાસેથી વાંસ પર ચડાવી નૃત્ય કરાવવા લાગ્યા. ઈલાતી પુત્ર રાજાના મનોભાવ પામી ગયા. દોરડા નૃત્ય કરતાં તેમની નજર એક મહાશ્રેષ્ઠીના ઘરે ભિક્ષાર્થે પધારેલ મુનિ પર પડી. મુનિરાજ રંભા જેવી શેઠની પુત્રવધૂ તરફ આંખ ઊંચી કરી જોતા પણ ન હતા. તેઓ મુનિરાજના ઈન્દ્રિય વિજેતા ગુણની અનુમોદના અને પોતાની આત્મનિંદા કરતાં કેવળી બન્યા. (કથા અને કથા પ્રસંગો : ભાગ.-૧, પૃ.૭૬ થી ૧૧૧) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy