SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯ . ૨૫૭ દેશની રાજગૃહી નગરીના (રાજા) છો?'' •.. ૨૫૫ આ સાંભળી રાજકુમારે ચાલાકીથી ભ્રમર ઊંચી કરી ત્રાંસી આંખ કરી કૃત્રિમ ગુસ્સો કરી કહ્યું, “તમે શું બોલો છો? જેમ ફાવે તેમ શું ભરડો(બોલો) છો? તમે સમજ્યા વિના ગમે તેવા શબ્દો મને શા માટે કહો છો? તમે ઉઠો, તમને હું તેજંતુરી નહીં આપું.(જો તમારે આવી વાતો કરવી હોય તો તમે બીજી દુકાને ચાલ્યા જાવ, ત્યાંથી માલ ખરીદી લેજો) ... રપ૬, તમે હજી મહારાજા પ્રસેનજીત જ્યાં વસે છે તે રાજગૃહીમાં જઈ મારી વાત કરશો. હે સાર્થવાહ! આ રાજ્ય છોડી તમે ચાલવા માંડો. એક ક્ષણ પણ અમારી પેઢીએ ન બેસશો.” શ્રક સંબોધક સાર્થવાહે ગભરાતાં, પગે પડતાં કહ્યું, “કુમાર! હવેથી હું અણસમક્યું ન બોલવાનાં નિયમ-પ્રત્યાખ્યાન કરું છું. તમે તેજંતૂરી આપો અને તેના બદલામાં હું તમને દ્રવ્ય આપીશ. હું નાદાન! તમારી સમક્ષ નિરર્થક વચન બોલ્યો.” . ૨૫૮ રાજકુમારે(હસીને) કહ્યું, “(શ્રુક શેઠ ! આ તો ક્ષણવારની મજાક હતી. હું તમને તેજંતૂરી બતાવું છું.) તમે એક મણ સોનું આપો અને તેના બદલામાં એક ગાદીયાણો (ચપટી) તેજંતૂરી લો. (કુમારે તેજંતૂરીમાંથી સુવર્ણ બનાવવાની રીત બતાવતાં કહ્યું, “એક ગદીયાણો તેજંતૂરી આગમાં નાખો. તેમાં એક ભાર(વીસ તોલા) તાંબુ ગાળો (તેજંત્રીના સંયોગથી તાંબુ સુવર્ણમાં પરિવર્તન પામે છે). આવી કિંમતી તેજંતૂરી મહાભાગ્યશાળી વ્યક્તિને પ્રાપ્ત થાય છે. .. ૨૫૯ એક ચપટી તેજંતૂરીમાંથી ૬૦તોલા સુવર્ણ મેળવી શકાય છે. સાર્થવાહ તમે જાણતા નથી એ મળવી દુર્લભ છે. ઘણાં દેશ-વિદેશમાં શોધવાં છતાં તે ક્યાંથી પણ પ્રાપ્ત થશે નહીં.” ... ર૬૦ સાર્થવાહે ત્યારે ઉભા થઈ રાજકુમારના ચરણ સ્પર્શ કરી પ્રણામ કર્યા. તેણે કહ્યું, “આપની વાત સત્ય છે ! પરમેશ્વરની સાક્ષીએ કહું છું કે તેજંતૂરી ફક્ત આ રાજ્યમાં જ છે.” સાર્થવાહે પોઠિયા પાસે રહેલી કિંમતી રત્નો, સુવર્ણો, ચાંદી વગેરે બધી જ) વસ્તુઓ મંગાવી. તેણે રાજકુમાર સમક્ષ કિંમતી વસ્તુઓનો અંબાર લગાવ્યો. ... ર૬૧ સાર્થવાહે કહ્યું, “કુમાર! ચંદન સાચાં મોતી, કસ્તૂરી, પરવાળા ઈત્યાદિ જે જોઈએ તે લઈ લો. તેના બદલામાં મને તેજંતૂરી આપો. ત્યાર પછી પોઠિયાઓ અગર, સુખડ, કપૂર ઈત્યાદિ સુગંધી પદાર્થો લાવ્યા. તેમણે શેઠની પેઢીના દ્વારે સુગંધી વસ્તુઓનો મોટો ઢગલો કર્યો. ... ર૬૨ કુમારે પ્રામાણિકપણે અને નીતિપૂર્વક સાર્થવાહને તેજંતૂરી આપી અને તેના મૂલ્ય બરોબર કિંમતી વસ્તુઓ મેળવી. સાર્થવાહ ખુશ થતો રાજા પાસે ગયો. તેણે રાજાને પ્રણામ કરી કહ્યું, “મહારાજ ! આપના રાજ્યમાંથી મને ઘણી માત્રામાં તેજંત્રી પ્રાપ્ત થઈ છે.” .. ર૬૩ રાજનું! ધનાવાહ શેઠ તમારા રાજ્યના કોઈ સામાન્ય શ્રેષ્ઠી નથી. તમારા રાજ્યની શોભા છે, એમના જેવો વ્યાપારી મેં ક્યાંય નથી જોયો. રાજનું! હું વિનમ્રભાવે કહું છું કે તેઓ તમારા રાજ્યમાં મંત્રી પદે સ્થાપવા યોગ્ય પુરુષ છે,” એમ કહી સાર્થવાહ રાજાનો આભાર માની ઝડપથી દેશાવર જવા નીકળ્યો. કવિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy