SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ... ૯0 અર્થ - રાજકુમાર શ્રેણિકે વિચાર્યું, “આજે મારો અવતાર સફળ થયો. દેવનાં વચનો પ્રમાણ છે.” (કુમારે બે હાથ જોડી દેવનું સ્મરણ કરી, પાષાણને નમસ્કાર કર્યા. કુમારની સમક્ષ આવી પાષાણ પડયું. તેમાંથી રત્નો નીકળ્યાં. તેના પર અલગ અલગ નિશાની બનાવી રાજકુમાર શ્રેણિક રત્ન લઈ આગળ ચાલ્યા.) નદી કિનારે આગળ વધતાં કેટલાક સમય પછી એક મોટું ઘનઘોર જંગલ આવ્યું. આ જંગલમાં તાડ, તમાલ, વરસાગ, ચંદન, નાગચંપો, રક્તકેસર, આંબા અને આંબલીનાં ઊંચા ઊંચા વૃક્ષો હતાં તેમજ વડ, પીપળો, પાડલ(રાતા રંગનું ફૂલઝાડ) જેવાં ખૂબ ઊંચા વૃક્ષો પણ હતાં....૮૮ જાંબુ અને દાડમના ઝાડ પર ખૂબ પતરાઇ હતી. ચંપક, જાઈ, જૂઈ ઈત્યાદિ પુષ્યોનાં અપાર છોડો હતાં તેમજ વાઘ, સિંહ, હાથી અને ઘોડા જેવા અનેક પ્રાણીઓ વનમાં આનંદપૂર્વક રહેતાં હતાં. ...૮૯ આ જંગલમાં હરણ, રોઝડાં, ચિત્તા, ગાય અને વિશાળ કાય ફણિધર સર્પ પણ હતા. ત્યાં વિવિધ રંગના જુદા જુદા પક્ષીઓ પણ રહેતાં હતાં. તેઓ પંચવર્ણી વિવિધ ભાતના હતા. ગરુડ હંસ, તેતર, મોર, સમળી, સારસ અને ચકોર જેવા વિવિધ પક્ષીઓનો મધુર કલરવ થઈ રહ્યો હતો. વાંસની ઝાડીઓ પવનથી એકબીજા સાથે અથડાતી ત્યારે મધુર ધ્વનિ ઉત્પન્ન થતો હતો....૯૧ પર્વત ઉપરથી વહેતાં નાનાં નાનાં ઝરણાંઓનો ખળખળ નાદ સંભળાતો હતો. જંગલમાં ચારે તરફ સુંદર વનરાઈ ખીલી ઉઠી હતી. (નૈસર્ગિક સૌંદર્ય રળિયામણું હતું. અનેક પશુઓનો ડરામણો, ભયંકર અવાજ જંગલની એકાંતતામાં વિબ પાડતો હતો પરંતુ રાજકુમાર શ્રેણિક બિલકુલ ગભરાયા નહી....૯૨ તેમણે વિચાર્યું, “આવા ભયાનક જંગલોમાં સંસારથી વિરકત બની તપશ્ચર્યા કરી રહેલા તે નિર્ભયી તાપસીને ધન્ય છે !તેમની પાસે કેવાં આવાસ?' કવિ ઋષભદાસ કહે છે કે, એવું વિચારી રાજકુમાર શ્રેણિક એક વૃક્ષની નીચે આરામ કરવા બેઠા. ... ૯૩ દુહા : ૬ જઈ બેઠો એક વૃષતલઈ, વાય ઝીણો વાય; એણઈ અવસરિ એક ભીલડી, તિહાં કણિ પેદા થાય અર્થ - રાજકુમાર શ્રેણિક એક વૃક્ષની છાયામાં વિશ્રામ કરવા બેઠા. ત્યાં મંદ મંદ શીતળ સમીર વાતો હતો. તે સમયે રાજકુમારની દષ્ટિ એક સુંદર વરૂપવાન ભીલકન્યા ઉપર પડી. ઢાળ : ૪ ભીલકન્યા સાથે મુલાકાત આપો નેમિ મોરી ચુનડી એ દેશી. રાગ : મલ્હાર. જો રે ભીલડી વનિ વસઈ, મૃગનયણી કડિ ઝીણીજી; ઉરિ થની અધુર પણિ રાતી, નાસિકા અતિ તસ તીનીજી ... ૯૫ જોરે ભિલડી વનિ તી વસઈ એ.. આંચલી. પગિ નેપૂર કંચનનાં કંકણ, ગલઈ ગુંજાનો હારોજીં; મોર પીછનો ચરનો પેહરયો, કરતી રાગ મલ્હારોજી •. ૯૪ ...૯૪ ... ૯૬ જો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy