SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' સીપ શંખ લોહ લીંબઈ, વાયસ વેલૂ વેણિ; કાલિ કંબલિ કુમાણ, સારંગ ન લાગઈ તેણિ. •. ૧૧૯૯ અભાવી દાસી સમઝઈ નહી, મુંકઈ ખસતી ભૂપ; સુલસ પિતા તેડાવીઉં, જોઈઈ તાસ સરૂપ. ... ૧૨૦૦ અર્થ - તુંગિયા નગરીમાં ઘણાં જિનોપાસક શ્રાવકો હતા. તેઓ ચોવીસે કલાક ઘરનાં દ્વારો(યાચકો માટે) ખુલ્લાં રાખતાં હતાં તેથી તે નગરીને ‘અભંગદ્વાર' વાળી નગરી કહેવાતી હતી. તે નગરીમાં ઉત્તમ શ્રેષ્ઠીઓ તેમજ મધ્યમ વર્ગના સાધારણ લોકો દાન આપતાં ખચકાતાં ન હતાં. .. ૧૧૯૪ કવિ ઋષભદાસ કહે છે કે, સરસ્વતી, લક્ષ્મીદેવી, મેઘરાજા (વાદળો) અને દાનવીરો દાન આપતી વખતે સ્થાન કે કુસ્થાન કે કુલાચાર વગેરેની તપાસ કર્યા વિના દાનની ગંગા વહાવે છે. .. ૧૧૯૫ બે હાથ વડે આપણે કોઈને મદદ કરી જીવન આપી શકીએ છીએ (અર્થાત્ પરોપકારનાં કાર્યો વડે કોઈ ગરીબને આર્થિક સહાયતા કરી મદદરૂપ થઈ શકાય છે, પરંતુ મૃત્યુ પામેલાને આપણે જીવનદાન આપી શકતા નથી. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે, “દાન આપવાથી દુર્લભ વસ્તુ સુલભ બને છે.” ... ૧૧૯૬ ઉપરોક્ત દાનધર્મના ગુણો કહ્યા. જગતમાં દાન એ ઉત્તમ અને વલ્લભ (પ્રિય) છે. કૃપણ માનવોને અતિ અપ્રિય, અળખામણું લાગે છે. તેઓ કપિલાદાસીની જેમ (રાજાની સંપત્તિ હોવા છતાં) પોતાના હાથે દાન આપી શકતા નથી. ... ૧૧૯૭ મહારાજા શ્રેણિકે અનેક રીતે કપિલાદાસીને અત્યંત દીનતાપૂર્વક, કાલાવાલા કરી વિનંતી કરી. તેને અનેક રીતે સમજાવી પણ મૂઢ એવી કપિલાદાસી કંઈ પણ સમજવા તૈયાર ન હતી. મહારાજાએ અંતે વિચાર્યું, આ કૃપણ નારી છે, તેના ઉપર સત્તા ચલાવવાથી કે વિનંતી કરવાથી શું ફાયદો?' ... ૧૧૯૮ છીપ, શંખ, લોખંડ, કાગડો, રેતી, વેણિ, કાળી કાંબડી, ખરાબ માણસ, આ સર્વને સારો રંગ ચડતો નથી. અર્થાત્ સત્સંગથી તેઓ બદલાતાં નથી. .. ૧૧૯૯ - કપિલાદાસી અભવી હોવાથી મહારાજા શ્રેણિકની વાત તેણે કોઈ રીતે ન માની. ત્યારે મહારાજાએ અંતે હારીને તેને પડતી મૂકી. મહારાજાએ ત્યાર પછી અભયકુમારના મિત્ર સુલસના પિતા કાલસીરિક કસાઈને બોલાવ્યા. હવે આપણે તેનું સ્વરૂપ જોઈએ. ... ૧૨૦૦ ઢાળઃ પર કૃપણ કાલસીરિક કસાઈ મૃગાંક લેખાની એ દેશી કાલગસૂરીલું તેડીઉં, તજો પાતિક વાતો; તે ન રહઈ વારયો વલી, કરઈ જીવની ઘાતો. •.. ૧૨૦૧ બાંધી મંચિં બેસારીઉં, કુપમાંહિ ઉતારઈ; પાપી પાપ ન મુંકતો, મન વચનિ મારઈ. ... ૧૨૦૨ (૧) સુલસની કથા : જુઓ પરિશિષ્ટ વિભાગ (૨) કાલસોરિક (કાલસૌકરિક) કસાઈ : ત્રિ.શ.પુ.ચ., પર્વ-૧૦, સર્ગ-૯, પૃ.-૧૭૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy