________________
૨૨૧
હે સખી! બારાખડી બાવન અક્ષરની છે. મારા પતિદેવ એકાવન અક્ષર ભણ્યા છે. એક જ “દ' અક્ષર ભણ્યા નથી તેથીદાનદીધાં વિના નૂરી ઝૂરીને મરશે. તેદુર્ગતિમાં જશે. ... ૧૧૮૭
ના, હું નહીં આપું, મારી પાસે નથી, ન આપવું, આ રીતે ના, નથી અને નહીં આપવું એવો જે નકાર વલણ કરે છે, તેવા કૃપણને નિશ્ચયથી નરકગતિનાં નારકાવાસમાં જવું પડે છે.
.. ૧૧૮૮ માંગણ લોકો કૃપણની પાસે માંગે છે અને બદલામાં તેની કીર્તિ ગાય છે. ત્યારે કૃપણને તે બાણ જેવાં વચન લાગે છે. તેઓ ગભરાઈને પરાણે ‘હા' આપીશ એમ કહે છે, ત્યાં જલ્દીથી તેનાં પ્રાણ પરલોક જાય છે.
... ૧૧૮૯ કૃપણના ઘરે ભોજનની વેળાએ કોઈ સંત-મહાત્મા ગોચરી માટે પધારે, ત્યારે જમવાનો સમય હોવા છતાં તે સંતને પોતાનામાંથી ભોજન આપી શકતો નથી. આ પ્રમાણે સુપાત્ર દાન આપ્યા વિના તેના આ ભવ અને પરભવ એમ બને ભવ નિષ્ફળ જાય છે.
.. ૧૧૯૦ પોતાની શક્તિ વિચાર્યા વિના બલિરાજા, હરિશ્ચંદ્ર રાજા અને પાંડવોએ દાન આપ્યું. તેમણે જમણા હાથે દાન આપ્યું પરંતુ ડાબા હાથને પણ ખબર ન પડી.(ગુપ્તદાન કર્યું.)
... ૧૧૯૧ જે પોતાના! ધનને વેચે છે અર્થાત્ ભારે વ્યાજ લે છે તે બીજા ભવમાં મૂર્ખ બને છે. તેવી વ્યાજની લાલચે ધન બીજાને ન આપશો. ગરીબ નિર્ધનને ગુપ્તદાન કરજો.લંકાપતિ રાવણના રાજમહેલમાં કરોડો સુવર્ણમહોરો હતી. તેમની પાસે સુવર્ણની લંકાનગરી હતી, છતાં તે નગરી છોડીને તેમને એક દિવસ આ વિશ્વ છોડી જવું જ પડયું.
... ૧૧૯૨ શ્રી રાયપરોણીય સૂત્રમાં કેશી શ્રમણે ક્રૂર એવા પ્રદેશી રાજાને હિંસા કરતાં અટકાવ્યા. પ્રદેશી રાજાનો આત્મા સુંદર, રમણીય અને કોમળ બન્યો પછી ક્યારેય અરમણીય ન બન્યો. ... ૧૧૯૩
ઢાળ : પ૧ દાનધર્મ
મૃગાંકલેખાની એ દેશી તુંગીયા નગરી શ્રાવક ઘણા, અવંગદુઆર કહેવાય; ઉત્તમ મધ્યમ સિંહા લીઈ, દેતાં નવિ શકાય. 28ષભ કહઈ જે સરસ્વતી, લખ્યમી મેઘ દાતાર; ઠામ કુઠામ એ જુએ, ન જુએ કુલ આચાર.
.. ૧૧૯૫ દો કરિ કરી જીવત દીઈ, નવિ દેવાય દેહ; ભગવતીસુત્ર માંહિ કહીઉં, દુરલભ વસ્ત પામે.
૧૧૯૬ ઈમ ગુણ ભાખ્યા દાનના, ઉત્તમ વાહલો એહ; કિરપી મનિ અલખામણું, જિમ કપિલા નવિ દેહ,
... ૧૧૯૭ શ્રેણિક બહુપરિ બૂઝવઈ, સમઝઈ નહી લગાર; ચિંતઈ નૃપ કરગરી, જો ચાલું સો વાર.
... ૧૧૯૮
• ૧૧૯૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org