SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' • ૧૧૮૫ બાંધ્યો. તેના મુખને કપડાંથી ઢાંકી દીધું (મુખ પર કપડું બાંધ્યું) કપિલાદાસીનો હાથ પકડી સેવક જેવો દાન આપવા ગયો તેવી જ કપિલા દાસીએ જોરથી ખિજાઈને (બૂમ) ઘાંટો પાડયો. ...૧૧૮૩ આ દાન હું નથી આપતી, આ દાન રાજાનો ચમચો આપે છે.” તેણે પોતાના કરને સંબોધન કરતાં કહ્યું, “મારા બે કર!તમે આ કાર્ય ન કરશો અર્થાત્ મારા હાથ વડે ઈચ્છા વિના જબરદસ્તીથી આદાન દેવાય છે.” ભાવ વિના આપેલું દાન તેથી શું ફલિત થાય? મહારાજા શ્રેણિકની ઈચ્છા અપૂર્ણ રહી. તેઓ નરકનું નિવારણ કરવા તલસતા રહ્યા. ...૧૧૮૪ દુહા ઃ ૬૧ ભાવ વિહોણું કાર્ય ગજવિ ઘોર તડકાકરઈ, કજલ હોય મન વન; એણી પરિ બuઈ આલઈ, જલોં તે જલઘર દીન. કાલ મુહ કરી વંક મુહ, રત્ન મુહ કરી જાસ; તેણેિ દિનિ એ કવણ ગુણ, ક્યું ફલ દીઈ પલાસ. ૧૧૮૬ સખી એ બાવન અક્ષરી, ભણ્યો એકાવન કંત; એકઈ દદા બાહિરા, ગયા ઝખંત ઝખંત. ... ૧૧૮૭ ના નથી નહી દીજીઈ, ન નો કરઈ નકાર; નરગિ તણઈ ઘરિ થાપિઉં, કૃપણનિ નિરધાર. •.. ૧૧૮૮ મગ્નણ જણ કીરતિ કરઈ, કિરપી વચ્ચઈ બાણ; હા કહેતાં હેબત હુઈ, આસણિ ગયા પરાણ. ... ૧૧૮૯ ભોજન તણઈ વલી અવસરિ, સાધ પોહતો બારિ; અણ દીધઈ આપ્યાં જમઈ, ગયો તે બે ભવ હારિ. ૧૧૯૦ વારઈ લધઈ આપણઈ, વાહો તે ઝડફડ હથ; બલિ હરીચંદહ પાંડવા, જોય ન હુઈ અવથ. ... ૧૧૯૧ હુંતઈ મુરખ વેચિ ધન, મઘરીશ છાનો રંક; સોવન કોડિસ તોરણી, રાવણિ મુંકી લંક. ... ૧૧૯૨ રાજપ્રશ્ની કેસી ઋષિ, વારયો પરદેસી રાય; રમણિક થઈઅ પછઈ વલી, અવરમણીક મ થાય. .. ૧૧૯૩ અર્થ:- હે મેઘ! તું ગાજે છે, ભયંકર ગાજવીજ સાથે તડાકા કરે છે, કાળો મેંશ જેવો થાય છે કારણ કે તું. લલચાવીને આપે છે. તેના કરતાં તું ઉદાર થઈને વરસ, તેમ બપૈયો (ચાતક) પક્ષી કહે છે. (કૃપણ મનુષ્ય પણ આવા લક્ષણોવાળા હોય છે, તું ઉદારતા રાખ.) ... ૧૧૮૫ મોટું કાળું કરી, વાંકુ કરી કે રત્નમુહ=લાલચોળ મુખ કરીને જે દાન આપે છે, તેવું દાન આપવાથી શું લાભ થાય? જેમ પલાસ (કેસુડા)નાં ફળો નિષ્ફળ જાય છે તેમ તે દાન પણ નિષ્ફળ જાય છે. ... ૧૧૮૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy