________________
૨૧૯
• ૧૮૦
દુહા : ૬૦ ભૂપતિ કહઈ મુઝ કારર્ણિ, દઈ તું દાસીદાન; જિમ શ્રેણિક સુર ગતિ લહઈ, પામઈ અમર વિમાન.
. ૧૧૭૦ અર્થ :- મહારાજા શ્રેણિકે આજ્ઞા સાથે વિનંતી કરતાં કપિલાદાસીને કહ્યું, “હે ! કપિલા! તારે મારા માટે દાન કરવાનું છે. જો તું દાન આપીશ તો હું નરકમાં નહીં જાઉં. તારા એક દિવસના દાન આપવાથી આ મહારાજા શ્રેણિક સ્વર્ગલોકના અમર વિમાનમાં દેવગતિ પ્રાપ્ત કરશે.”
... ૧૧૭૯ ઢાળ ૫૦ નરક નિવારણના પ્રયત્ન - કૃપણ કપિલા દાસી
મૃગાંક લેખાની એ દેશી. કહઈ દાસી સુણિ નરપતિ, હું ન દિઉં દાનો; જન્મ લગિં દીધું નહી, દીધઈ રૂચઈ ન ધાનો. તવ રાજા કોપ્યો ઘણું, તું કોહનું ખાય; કુણ દેસઈ અન લુગડાં, એમ બોલ્યો રાય.
. ૧૮૧ દાસી કહઈ હું નવિ દીઉં, દેતાં હોય રોગ; વિર વચન સાચું થયું, નૃપ ધરતો શોગ.
. ૧૧૮૨ બાંધ્યો હાથે ચાટૂલ, મુખિ ભીડયો પાટો; હાથ સાહી દેવરાવતાં, તવ કાઢિ ઘાંટો.
.. ૧૧૮૩ હું ન દેઉં દીઈ ચાકૂલ, મુઝ કર તિ મ કરસ્યો; એમ દીધઈ પણિ સું હસઈ, રાજા રયું તરસ્યો.
... ૧૧૮૪ અર્થ - મહારાજા શ્રેણિકની વાત સાંભળી કપિલા દાસીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “હે નરપતિ! તમે સાંભળો, આ જન્મમાં મેં ક્યારે પણ દાન આપ્યું જ નથી તેથી હું દાન નહીં આપી શકું. તમારી દાનશાળમાં ગરીબોને દાન આપવાની મને બિલકુલ રુચિ નથી.” (મને બધી સુવર્ણમય કરો અથવા મારી નાખો તો પણ હું દાન નહીં આપું.)
...૧૧૮૦ મહારાજા શ્રેણિકને કપિલાદાસીના આવા ઉદ્ધતાઈભર્યા જવાબથી ખૂબ ક્રોધ ચડયો. તેમણે કહ્યું, “અરે કપિલા! તું કોનું અન ખાય છે? (તું મારી આજ્ઞા માનતી નથી)તને વસ્ત્ર આભૂષણો, ભોજન ઈત્યાદિ કોણ આપે છે? (અર્થાત્ તું કોના આધારે જીવે છે?)"
... ૧૧૮૧ કપિલાદાસીએ કહ્યું, “મહારાજા! તમે ભલે ગમે તે કહો પરંતુ મને દાન આપતાં રોગ-પીડા થશે.” મહારાજા શ્રેણિકે વિચાર્યું, ‘જિનેશ્વર ભગવંત મહાવીર સ્વામીનું વચન ત સત્ય છે !' કપિલા દાસી કોઈ રીતે ન સમજી ત્યારે મહારાજા શ્રેણિક (નિરાસ બની) શોક કરવા લાગ્યા. ... ૧૧૮૨
તેમણે અંતિમ ઉપાય કરવા કપિલાદાસી પાસેથી પરાણે દાન અપાવવા તેના હાથે ચાટૂવો (ચમચા) (૧) કપિલાદાસી : ત્રિ.શ.પુ.ચ., પર્વ-૧૦, સર્ગ-૯, પૃ.-૧૭૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org