________________
૨૧૮
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
હાર જોઈને મુનિને ભય ઉત્પન્ન થયો કે, “શું વ્રત લઈને ભાંગી નાખ્યું?' તેવા ભયથી જિનમુનિ ઉપાશ્રયમાં પ્રવેશતાં ભૂલથી નિસ્સહી'ના સ્થાને “અતિભયં” શબ્દ બોલ્યા. અભયકુમારે કહ્યું, “હે મુનિવર ! તમને શું ભય છે?” જિનમુનિએ કહ્યું, “હે મંત્રીશ્વર! સાંભળો.
... ૧૧૬૬ હું ઉજ્જયિની નગરીની પાસે રહેતો હતો. મારા પિતાનું નામ ગુણસુંદર હતું. હું ઉજ્જયિની નગરીને શ્રેષ્ઠીવર્યની પુત્રીને પરણ્યો હતો.
... ૧૧૬૭ હું મારી પત્નીનું આણું કરવા સાસરે ગયો. (ત્યાં મારી પત્ની કોઈ પરપુરુષ સાથે હતી. મેં તેના પર ગુસ્સો કર્યો.) મારી પત્નીએ ગુસ્સામાં મારો જ પગ કાપી નાખ્યો. હું આપઘાત કરવા માટે દોડયો... ૧૧૬૮
મને વૈરાગ્ય ઉત્પન થયો. મેં સંયમ સ્વીકાર્યો. મને મારો ભૂતકાળ યાદ આવ્યો તેથી હે શ્રાવકજી! ઉપાશ્રયમાં પ્રવેશતાં નિસહીના સ્થાને ભૂલથી “અતિભયમ્' શબ્દ મુખમાંથી ઉચ્ચારાયો.” ... ૧૧૬૯
રાત્રિના ચોથા પ્રહરે ધરણ મુનિવર આચાર્યની સેવા કરવા આવ્યા. આચાર્યના કંઠમાં રત્નોનો હાર જોઈ ઉપાશ્રયના દ્વારમાં પ્રવેશતાં મુનિ નિસહી' ના સ્થાને ભયાભયમ્' શબ્દ બોલ્યા. .. ૧૧૭૦
મહામંત્રી અભયકુમારે પૂછયું, “મુનિવર ! આપને શેનો ભય?” ધરણ મુનિએ કહ્યું, “જેવું પૂર્વે અનુભવેલું છે, તેવું કહેવા આ સ્થાને કથા કહું છું.
... ૧૧૭૧ હું ઉજ્જયિની નગરીનો શ્રેષ્ઠીપુત્ર હતો. મારા પિતાજીનું નામ ધનદત્ત શ્રેષ્ઠી હતું. મારી માતાનું નામ સુભદ્રા હતું. તે અત્યંત સંસ્કારી અને ગુણવાન હતી પરંતુ મારી મારી પત્ની શ્રીમતી દુરાચારી હતી. તે શ્રાવકજી!તેનું કલંકિત ચરિત્ર જોઈ હું સંયમધારી બન્યો.
... ૧૧૭૩ મારી પત્નીને ખબર પડી જવાથી મને મારી નાખવા માથામાં તોલડીનો ઘા કર્યો. તે મને યાદ આવી જતાં હું ઉપાશ્રયમાં પ્રવેશતાં “નિસ્સહી' શબ્દને બદલે “ભયાદ્ભયમ્' શબ્દ મુખેથી બોલ્યો....... ૧૧૭૪
અભયકુમારે આ કથાઓ સાંભળી. તેમણે પૌષધવ્રત પાળ્યું. અભયકુમાર આચાર્ય ભગવંતને વંદન કરવા ગયા. આચાર્યના ગળામાં દિવ્યહાર જોઈ મહામંત્રી અભયકુમારના મનમાં આશ્ચર્ય થયું. તેમણે આચાર્યને પૂછ્યું, “ગુરુભગવંત! આપના કંઠમાં આહાર કેવો?”
.. ૧૧૭૫ સુસ્થિતસૂરિએ અભયકુમારને કહ્યું, “ચોરે (વ્યંતરે, રાજાનો ઢંઢેરો સાંભળ્યો. તે ભયભીત બન્યો. તેણે મરણના ભયથી અહીં આવી દિવ્યહાર મારા કંઠમાં પહેરાવી દીધો. મંત્રીશ્વર! સાધુઓ કદી કોઈની ફરી કોડી પણ લેતા નથી.” અભયકુમાર ચારે મુનિવરોનો વૃત્તાંત સાંભળી વિચાર કરવા લાગ્યા. ... ૧૧૭૬
આ ચારે શ્રમણોએ આચાર્ય ભગવંતના કંઠમાં દિવ્યહાર જોયો, છતાં તેમણે આ વાત કોઈને ન કહી. આ શ્રમણોએ આચાર્ય ભગવંતના દોષ ન જોતાં પોતાના જ દોષો જોયાં. આવા ઉત્તમ કોટિના સપૂતોને જન્મ આપનાર તેમની જનની અને તાતને ધન્ય છે !'
... ૧૧૭૭ મહામંત્રી અભયકુમારે આચાર્ય ભગવંત પાસેથી દિવ્યહાર લઈ મહારાજા શ્રેણિકને આપ્યો. અભયકુમારે પૌષધશાળામાં બનેલી ઘટનાનું વર્ણન મહારાજા સમક્ષ કર્યું. કવિ ઋષભદાસ કહે છે કે, મહારાજા શ્રેણિકે ત્યાર પછી કપિલાદાસીને રાજસભામાં બોલાવી.
... ૧૧૭૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org