SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭. જતાં મારા મુખમાંથી આવાં શબ્દો નીકળ્યા છે.) ... ૧૧૫૬ હું ઉજ્જયિની નગરીનો રહેવાસી હતો. મારું નામ લોઢોસિચ હતું. મારો એક મોટો ભાઈ હતો, જેનું નામ શિવદત્ત હતું. અમે બંને ભાઈઓ નિર્ધન હતા. ... ૧૧૫૭ અમે પૈસા કમાવા સોરઠ દેશમાં ગયા. ત્યાં અનેક જાતના વ્યાપાર કરી અમે ઘણું ધન કમાયા. ત્યારપછી અમે અમારા દેશમાં પાછા આવ્યા. આ ધનથી આગળ જતાં ઘણું આશ્ચર્ય થયું. (ધન એક વાંસની નળીમાં ભર્યું. બંને ભાઈઓ નગરની બહાર પાણીના ધરા પાસે આવ્યા. મને (લોઢાસિચ) ખરાબ વિચાર આવ્યો કે, “મોટા ભાઈને ધરામાં ફેંકી તેનું દ્રવ્ય હું લઈ લઉં.” થોડીવારમાં મને થયું કે, “આ પાપરૂપી દ્રવ્યથી સગા ભાઈને મારવાનો વિચાર આવે છે તે કરતાં આ દ્રવ્યને જ હું ફેકી દઉં.' ધન ભરેલી વાંસ ધરામાં ફેંકી દીધી. મોટાભાઈએ આ જોયું. તેમણે કહ્યું, “ભાઈ ! આ શું કર્યું?” મેંધનના કારણે આવેલો અનિષ્ટ વિચાર મોટાભાઈને જણાવ્યો. મોટાભાઈએ કહ્યું, “મને પણ ખરાબ વિચાર આવ્યો છે તેથી હું પણ ધન ફેંકી દઉં છું.” અમે બંને ભાઈઓ પુનઃ નિર્ધન બન્યા. અમે સંયમ સ્વીકાર્યો.) આ ધનના કારણે અમે સાવકી બહેનોને મારી નાખી. ત્યાર પછી પશ્ચાતાપ થતાં, વૈરાગ્ય ઉત્પન થયો. અમે મુનિધર્મ સ્વીકાર્યો. ... ૧૧૫૮ હે! મંત્રીશ્વર આ પ્રમાણે પૂર્વે અનુભવેલું યાદ આવતાં ભૂલથી “નિસહી'ને સ્થાને “ભયં ભયં' શબ્દનો પ્રયોગ થયો.” મહામંત્રી અભયકુમારે કહ્યું, “આ મુનિવર સાચા છે. તેમણે સંસારમાં રહેતાં ધનથી જે અનર્થ થયાતે વાત પ્રકાશી છે.” ... ૧૧૫૯ બીજા પ્રહરે વિનયી એવા શિવદત્ત મુનિવર વૈયાવચ્ચ કરવા ઉઠયા. આચાર્ય ભગવંતના કંઠમાં દિવ્યહાર જોઈને તે ગભરાયા. તેમણે વિચાર્યું, ‘આચાર્ય ભગવંતના કંઠમાં દિવ્યહાર ક્યાંથી?”..૧૧૬૦ તેઓ પોતાનું કાર્ય સંપન્ન કરી જ્યારે ત્રીજા પહોરે પાછા વળ્યા, ત્યારે મહાભયમ્ મહાભયમ્' શબ્દ તેમના મુખમાંથી સરી પડયાં. મહામંત્રી અભયકુમારે કહ્યું, “મુનિવર તમે તો સદા ભ્રમરની જેમ ભમતા રહો છો, પછી તમારા મુખમાંથી આવા શબ્દો કેમ નીકળ્યા?” ... ૧૧૬૧ મુનિવરે કહ્યું, “મંત્રીશ્વર! ગૃહસ્થપણામાં ભય અનુભવ્યો છે તેથી ‘નિસહી'ના સ્થાને ભૂલથી મહાભયમ્' શબ્દ નીકળી પડયા.” ... ૧૧૬૨ મહામંત્રી અભયકુમારે કહ્યું, “મુનિવર! તમે પૂર્વે જે ભય અનુભવ્યો છે તેનો વૃત્તાંત કહો.” મુનિવરે કહ્યું, “હું અંગદેશમાં એક કણબી હતો. મારું નામ સુગ્રીવ હતું. ... ૧૧૬૩ એકવાર ઘરમાં ચોરોએ ધાડ પાડી. તેઓ મારું ધન ચોરીને લઈ ગયા. મારી પત્ની તેમની પાછળ પાછળ ચોર પલ્લીમાં ગઈ. (પલ્લીપતિએ તેને પત્ની બનાવી હતી) મેં ભીલ પલ્લી પતિને મારી નાંખ્યો. તે મંત્રીશ્વર!પત્નીનું દુષ્ટ ચરિત્ર જોઈ મને વૈરાગ્ય ઉત્પન થયો.” .. ૧૧૬૪ મુનિવરે પૂર્વે અનુભવેલી હકીકત યાદ આવવાથી મુખમાંથી “મહાભયમ્ શબ્દ નીકળ્યા છે, એવું અભયકુમાર સમજ્યા. રાત્રિના ત્રીજા પહોરે વૈયાવચ્ચ કરવા જિનમુનિ આવ્યા. તેમણે આચાર્યના કંઠમાં દિવ્યહાર જોયો. ... ૧૧૬૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy