________________
૨૧૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
ધરણ ત્રષિ ચોથઈ પોહરિ આવ્યો, દેખઈ હાર ત્રષિરાય; ઉપાસરાનિ મોઢઈ આવઈ, ભયાન ભય કહઈ ઠાય રે. ... ૧૧૭૦ હ. અભયકુમારિ પુછઉં ઋષિજી, તુમનિ ભય સ્યો વાગ્યો; અનુભવિલું ઉચરીઉં તેહવો, કથા કહી તસ ઠામ્યો રે.
... ૧૧૭૧ હ. ઉજેણી નગરીનો વાણિક, પિતા તે ધનદત સેઠ; માતા મહારી નામિ સુભદ્રા, ગુણ સઘલાની પેટી રે.
૧૧૭ર હ. ધરણ પુત્ર હું તેહનો બેટો, માહરઈ શ્રીમતિ નારી; તેહનાં ચરિત્ર દેખીનિ શ્રાવક, હું થયો સંયમ ધારી રે.
... ૧૧૭૩ હ. માથઈ તોલડું મારિઉં હૂઉં, તે મુઝ નઈ સાંભરીઉં; ભયાનભય વરતઈ તે ઈહાં, મોઢઈથી ઉચરીઉં રે.
• ૧૧૭૪ હ. સુર્ણિ કથાનિ પોસો પાયો, વંદન ગયો કુમારો; અચરજ વાત હુઈ મનિ મંત્રી, ગુરૂ કંઠિ સ્યો હારો રે.
••• ૧૧૭૫ હ. સુણી ડાંગરો ન રહીઉં ધીર, ચોરિ ઘાલ્યો હારો; સાધ ન લઈ કોહની કોડી, ચિંતઈ અભયકુમારો રે.
.. ૧૧૭૬ હ. દેખઈ હાર થતી એ ચ્યારઈ, પણિ ન કહી તેણેિ વાતો; પોતાનાં તેણેિ છીદ્ર પ્રકાશ્યો, ધિન મુનિ માતા તાતો રે. ... ૧૧૭૭ હ. લેઈ હાર શ્રેણિકનિ દીધો, વરણવ્યો અભયકુમાર;
28ષભ કહઈ પછઈ કપિલા, દાસી તેડી લેણી વારો રે. ... ૧૧૭૮ હ. અર્થ - સુવર્ણકારના પુત્રએ આ પહડ સાંભળ્યો. તે ઉદ્યાનમાં પોતાના પિતા વ્યંતર (વાનર) દેવ પાસે ગયો. તેણે કહ્યું, “હે સ્વામી! તમે મારા ઉપર મહેર કરી આ હાર તમે પાછો લઈ લો. મહારાજા શ્રેણિક આ દિવ્યહારને જોશે તો મારી પાસેથી ઝૂંટવી લેશે અને મને મૃત્યુદંડ આપશે.”
. ૧૧૫૩ એક ઘટાદાર વૃક્ષની નીચે આચાર્ય સુસ્થિતસૂરિ કાઉસગ્નમાં સ્થિત હતા. તે વૃક્ષ ઉપર બેઠેલા વાનરે દિવ્યહાર મુનિના કંઠમાં પહેરાવ્યો. (તે દિવસે અભયકુમારે પૌષધ વ્રત કર્યો હતો.) આચાર્ય ભગવંતની ભક્તિ કરવા માટે ત્યાં ચાર વિનીત શિષ્યો હતા.
.. ૧૧૫૪ પ્રથમ પહોરે શિવ નામના મુનિ આચાર્ય ભગવંતની વૈયાવચ્ચ કરવા આવ્યા. આચાર્ય ભગવંતના કંઠમાં દિવ્યહાર જોઈને શિવમુનિ ગભરાઈ ગયા. જ્યારે તે પોતાનું કાર્ય પૂર્ણ કરીને પાછા વળ્યા ત્યારે તેમણે આચાર્યના કંઠમાં દિવ્યહાર જોયો. તેઓ ડરી ગયા.
... ૧૧૫૫ શિવમુનિના મુખમાંથી ‘નિસ્સહી'ના સ્થાને “ભયં ભયં” શબ્દ નીકળ્યા. મહામંત્રી અભયકુમારે તે શબ્દો સાંભળ્યા. તેમને આશ્ચર્ય થયું. તેમણે શિવમુનિને પૂછયું, “મુનિવર! (તમે સાત ભયને જીતનારા છો) તમને ભય શેનો ?' શિવમુનિએ કહ્યું, “મહામંત્રી ! પૂર્વાવસ્થામાં ભયનો અનુભવ કર્યો છે. (તે યાદ આવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org