SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ રાય ગયો પછઈ વાંદવા, કરી વીનતી ત્યાંહિં; તુઝ નામિં જાવું નહી, મુઝનિ નરગહમાંહિ. ... ૧૨૦૩ વીર કહઈ નૃપ કવણ વિશેષ, નહી જાઉં નરગિં; જિન તુમ કહેણ કીધું સહી, હવઈ જાસિઉ સરગિં. ... ૧૨૦૪ વીર કહઈ નવિ આદરયુ, એણી દાસઈ દાન; કાલિગ સુરીઈ નવિ તર્યું, જીવ દાતાનું ધ્યાન. •.. ૧૨૦૫ બેહુનિ તેડી પૂછીઉં, કહી સાચી વાત; દાન દઈ મુઝ ચાટૂઉં, નવી ઠંડી ઘાત. ... ૧૨૦૬ તવ શ્રેણિક દુખ પામતો, ન જાય કૃત કર્મ; રાવણ લખમણ નારકી, કરઈ સોય અધર્મ. ૧૨૦૭ જરાસંધિ નરગિં ગયો, મણિરથ રાજાય; સુભમ રાય નરગિં પડયો, બ્રહ્મદત્ત પણિ જાય. ૧૨૦૮ નરગિ પડયો નર સતકી, વલી શામા રાણી; નરગિ જવુ શ્રેણિકનિં, જો બાંહિ વખાણી. ... ૧૨૦૯ દુખ ધરતી ઉકિંઉં યદા, બોલઈ ત્રિભુવન વામી; મુઝ સરીખો તું જિનવરૂ, તું સિવ ગતિ ગામી. • ૧૨૧૦ પ્રથમ તીર્થકર તું સહી, પદમનાભ પરમાણ; સુર નર કેતા નરપતી, માનઈ તુઝ આણ. *. ૧૪૧૧ સુધી વાત લહી કરી, હરખ્યો નર રાય; આણંદિ ઉઠી કરી, વાંદઈ જિન પાય. ... ૧ર૧ર વિર વિહાર કરઈ તદા, શ્રેણિક ઘરિ આવઈ; સંગણ સુત કહઈ ઋષભદાસ, ખંડ ચોથો બનાવઈ. ... ૧૨૧૩ અર્થ - મહારાજા શ્રેણિકે નરકગતિનું નિવારણ કરવા માટે પોતાના રાજ્યમાં રહેતા કાલસીરિક કસાઈને રાજ દરબારમાં બોલાવ્યો. મહારાજાએ કહ્યું, “હે કાલસૌરિક! તમે એક દિવસ માટે પશુહત્યાનું પાપ બંધ કરી અમારિ પ્રવર્તન કરો.” (પોતાના કુળ પરંપરાના ધંધાને છોડવા) કાલસીરિક કસાઈ કોઈ રીતે તૈયાર ન થયો. તેણે કહ્યું, “મહારાજા! જીવદયાનું કાર્ય મારાથી નહીં થશે. હું તો જીવ હિંસા કરીશ જ!''... ૧૨૦૧ મહારાજાએ (અનેક રીતે સમજાવ્યા છતાં જ્યારે તે કોઈ રીતે ન માન્યો ત્યારે સેવકોએ) તેને ખાટલા પર બેસાડી મજબૂત દોરડાથી બાંધી કૂવામાં ઉતાર્યો. (ત્યાં એક દિવસ રાખ્યો.) ત્યાં પણ ઘાતકી એવો કાલસીરિક કસાઈ પાપથી મુક્ત ન થયો. (કાલસૌરિકે કૂવામાં હાથથી પાડા ચિતર્યા. તે કાલ્પનિક પાડાઓનો વચનથી વધ કર્યો.) તેણે પાંચસો પાડા ચીતરી એક પછી એકને મન અને વચનથી માર્યા. ... ૧૨૦૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy