________________
૩૧૯
અર્થ - કપિલા દાસી, કાલસીરિક કસાઈ, કૃષ્ણ મહારાજાનો પુત્ર પાલક અભવ્ય જીવો હતાં તેમજ અંગારર્દિક આચાર્ય અને ભગવાનને ઉપસર્ગ આપનાર સંગમ દેવ પણ અભવ્ય જીવ હતાં. અભવ્ય જીવો સંસાર અટવીમાં ભટક્યા કરશે.
... ૧૭પ૩ અભવી જીવ પાલક રાજા જ્યારે પાપી બન્યો ત્યારે તેણે અંધકાચાર્યના ૫૦૦ શિષ્યોને એક પછી એક પાણીમાં પીલ્યા. સાતમો અભવી જીવ ઉદાયી રાજાની હત્યા કરનારો વિનયરન મુનિ હતો. તેણે મહાપાપ કર્મ કર્યું.
... ૧૭પ૪ અભવ્ય જીવો કદી આરાધક ન હોય. તેઓ ત્રેસઠ શલાકા પુરુષમાં ન હોય. તેઓ પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થતા નથી.
... ૧૭૫૫ - ઈન્દ્ર, તીર્થકર, અનુત્તરવાસી દેવ, રતત્રય, ત્રાયત્રિશંક દેવોમાં અભવ્ય જીવો નિઃશંકપણે ઉત્પન થતા નથી, એવું અરિહંત જિન પ્રભુ કહે છે. તેમને ચૌદ પૂર્વનું જ્ઞાન પણ પ્રાપ્ત થતું નથી. તેઓ નવ પૂર્વ સુધીનું જ્ઞાન ભણી શકે છે, એવું તીર્થંકર પરમાત્મા કહે છે.
... ૧૭પ૬ અભવ્યને ઈન્દ્ર દેવની પદવી ન મળે. તેમને કેવળીના હાથે દીક્ષા ન મળે. જિન શાસનના રક્ષક દેવ તરીકે યક્ષ-યક્ષિણીપણે પણ ઉત્પન ન થાય. અભવ્ય જીવોએ આ ગતિનો છેદ કર્યો છે. . ૧૭૫૭
તેઓ નવ લોકાંકિત દેવોમાં ઉત્પન્ન થતા નથી. સમકિત વિના તેમનો ભવ નિરર્થક જાય છે. તેમને સદ્ગુરુનો સહયોગ ન સાંપડે કારણકે તેમની આચારપાલના ગુરુ સમક્ષ શુદ્ધ ભાવે હોતી નથી.... ૧૭૫૮
તેમને જીવનના અંત સમયે સમાધિમરણ પ્રાપ્ત થતું નથી. આ પ્રમાણે સાચી આરાધના વિના તેમનું જીવન નિરર્થક જાય છે. તેઓ અનંતકાળ સુધી સંસારનું પરિભ્રમણ કરે છે. તેમને મુક્તિનો પંથ પ્રાપ્ત થતો નથી.
...૧૭પ૯ ઉદાયીરાજાનું સ્વર્ગગમન અસ્યો અભવ્ય શિષ્ય જગમાં જેહ, ઉદાઈનિ મારી ગયો તેહ; ગુરિ વિચાર કરયો તિહાં અસઈ, સકલ લોક મુઝનિં હેલસઈ. ૧૭૬૦ એણઈ ગુરિ મારયો રાજાય, તવ જિનશાસન બહુ ફેલાય; શાસન ઉઢા મુઝથી થાત, તે જીવ્યાથી મરણ સનાથ.
... ૧૭૬૧
...................
(૧) અંધકાચાર્ય : શ્રાવસ્તિ નગરીના જિતશત્રુ રાજા અને ધારિણી રાણીના પુત્ર હતા. તેમની બહેન પુરંદરયશાએ દંડકારણ્યના કુંભકાર રાજા સાથે લગ્ન કર્યા હતા. કુંભકારનો પાલક મંત્રી નાસ્તિક હતો. અંધકકુમારે તેને વાદમાં નિરુત્તર કર્યો. અંધકકુમારે મોટાં થઈ દિક્ષા લીધી. તેમના ૫૦૦ શિષ્યો થયા. તેઓ મોટા આચાર્ય બન્યા. પ્રભુએ કહ્યું, “તમને દંડકારણ્ય જતાં ઉપસર્ગ થશે. તમારા સિવાય બધા આરાધક થશે.” આચાર્ય દંડકારણ્ય તરફ ગયા. પાલકને ખબર પડી. તેણે રાજાને જૂઠું કહ્યું કે, “આ લોકો રાજ્ય લેવા આવ્યા છે.” તેણે પોતે છૂપાવેલા શસ્ત્રો રાજાને બતાવ્યા. રાજાએ પાણીમાં સંતોને પીલાવ્યા. છેલ્લા શિષ્ય ઉપર ગુરુને ખૂબ રાગ હતો. તેમણે પ્રથમ પોતાને ઘાણીમાં પીલવાનું કહ્યું. દુષ્ટ રાજા આચાર્યને દુઃખી થતાં જોઈ ખુશ થયો. બાળ મુનિને પાલકે ઘાણીમાં પીલ્યા. ગુરુએ તેમને આરાધના કરાવી મોક્ષમાં મોકલ્યા. હવે આચાર્યનો વારો આવ્યો. તેમણે નિયાણું કર્યું. તેઓ મરીને અગ્નિકુમાર દેવ બન્યા. તેમણે પુરંદરયશાને ઉપાડી પ્રભુ પાસે મૂકી આખું વન બાળી નાખ્યું. પ્રભુએ તેમને શાંત કર્યા. (ભરડેસરની કથા, પૃ. ૧૨૩, ૧૨૪.).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org