________________
૩૨૦
કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ'
એ બોલ ગુરૂ હઈડઈ ધરાઈ, અમિતખામણાં અણસણ કરઈ; ચાર સરણ મોટાં તે કરી, કંકણ લોહ પાલી ગલઈ ધરી.
. ૧૭૬ર મગ છેદ હવો ગુરૂરાય, દેખઈ પુરૂષ તે અસંભઈ થાય; દીઠૂં રગત બહુ તિહાં અતી, મારો દીસઈ નરપતિ યતી. ... ૧૭૬૩ સકલ સાધ મલ્યા તિહાં અસઈ, કપટી સાધ ન દીસઈ તસઈ; ચિંત્યું એ મહા દુષ્ટી થયો, ગુરૂ રાજાનઈ મારી ગયો.
... ૧૭૬૪ હાહાકાર હુઉં પૂરમાંહિં, સોઝયો દુષ્ટ ન લાવ્યો કયાંહિં; ઉજેણી રાજા કિં ગયો, યુષ્ટ પુષ્ટ તિહાં કણિ થયો.
૧૭૬૫ સાધ થઈ ચેં કીધું કામ, હેલી નરનિ કાઢિઉ તામ; હવું મરણ ઉદાઈ રાય, તે તીર્થંકર ત્રીજો થાય.
. ૧૭૬૬ શ્રી સુપાર્શ્વ જિનવરનું નામ, સમરયાં સીઝઈ સઘલાં કામ; પ્રવચન સારોઘારમાં જોય, ઉદાઈ ત્રીજો જિનવર હોય.
... ૧૭૬૭ ઉદાઈ પુઠિ હુઉં કુલનાશ, રાજિ ગયું નાવનિ પાશ; પ્રશીષ્ટ પર્વમાંહિ તે લહું, સંબંધ સોય માંડીનિ કહુ.
... ૧૭૬૮ અર્થઃ- આ જગતમાં એવો અભવ્ય શિષ્ય (વિનયન) મુનિ હતો. ઉદાયી રાજાની હત્યા કરી ત્યાંથી પલાયન થઈ ગયો. ત્યારે આચાર્યએ વિચાર કર્યો, “આ દુષ્કૃત્યથી સર્વ નગરજનો મારી અવહેલના - નિંદા કરશે.
... ૧૭૬૦ લોકોને થશે કે આ આચાર્યએ સ્વયં રાજાની હત્યા કરાવી છે. લોકો જિનશાસનની અવગણના કરશે. મારા થકી શાસન પર કલંક લાગે તેવું જીવતર જીવવું તેથી તો મરણ જ શ્રેષ્ઠ છે.” ... ૧૭૬૧
આચાર્યએ આ વિચારને હૃદયે ધરી, મૃત્યુનો વિચાર કરી સર્વ જીવો સાથે ખમતખામણા કર્યા. તેમણે અનસન વ્રત કર્યું. તેમણે શ્રેષ્ઠ એવાં ચાર શરણ ગ્રહણ કર્યા. તેમણે બાજુમાં પડેલી લોખંડની ધારદાર છરી હાથમાં લઈ પોતાના ગળામાં ખોસી દીધી.
.. ૧૭૬૨ આચાર્ય ભગવંતે પોતાના હાથે પોતાના ગળા ઉપર કટારી વડે છેદ કર્યો. આવું ભયંકર દશ્ય જેણે જોયું તેના મુખમાંથી ચીસ નીકળી ગઈ. લોકોએ પ્રભાતે રાજા અને યતિનું ખૂન થયેલું જોયું. ત્યાં લોહીની ધારાઓ વહેતી હતી.
.. ૧૭૬૩ પરોઢે તે સ્થળે સર્વ સાધુ મુનિઓ એકઠાં થયાં. કપટી (વિનયન) મુનિ ત્યાં દેખાયા નહીં. મુનિઓએ ચિંતન કર્યું કે, “આ કાર્ય મહાદુષ્ટ વિનયરન મુનિનું જ છે. આચાર્ય ભગવંત અને ઉદાયી રાજાને મારીને તે અહીંથી પલાયન થઈ ગયો છે.”
... ૧૭૬૪ આખા નગરમાં સર્વત્ર હાહાકાર મચી ગયો. લોકોએ મુનિની શોધ કરી પરંતુ તે ક્યાંય ન મળ્યો. તે હત્યા કરી સીધો ઉજ્જયિની નગરીમાં ચંડપ્રદ્યોત્તમરાજા પાસે ઈનામ લેવા ગયો. અવંતી પતિએ કહ્યું, “અરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org