SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૧ ••. ૧૭૬૯ ૧૭૭૦ મૂઢ!તેં આવું અકાર્ય કર્યું. ••. ૧૭૬૫ તેં અણગાર ધર્મ સ્વીકારીને શું સારું કાર્ય કર્યું?” અવંતીનરેશે તેને નગર બહાર કાઢી મૂક્યો (તે ઉદાયી નૃપ મારક' એવા નામથી પ્રસિદ્ધ થયો) ઉદાયી રાજાનું પૌષધ સહિત મૃત્યુ થયું. તેઓ પ્રથમ સૌધર્મ દેવલોકમાં દેવ થયા. તેઓ ચાર પલ્યોપમનું આયુષ્ય ભોગવી આવતી ચોવીસીમાં ‘સુપાર્શ્વ' નામના ત્રીજા તીર્થકર થશે. ... ૧૭૬૬ સુપાર્શ્વ જિનનું નામ સ્મરણ કરતાં સર્વ કાર્યો નિર્વિબ પણે સિદ્ધ થશે. પ્રવચનસારોદ્વાર ગ્રંથમાં (ઠાણાંગસૂત્રમાં) જોવા મળે છે કે ઉદાયી રાજા તે ત્રીજા “સુપાર્શ્વ' નામના જિનેશ્વર ભગવંત થશે.... ૧૭૬૭ ઉદાયી રાજાના મૃત્યુ પછી તેમના કુળનો નાશ થયો. રાજ્યની ધુરા નાવિ (હજામ)ના હાથમાં ગઈ. કવિ કહે છે કે, પરિશિષ્ટ પર્વ નામના ગ્રંથમાંથી આવૃત્તાંત ઉદધૃત કરીને હું તે કથા કહું છું. ... ૧૭૬૭ નંદકુમાર ચરિત્ર નંદકુમાર એક તિહાં કણિ થાય, નાવી તાત ગુણિકાતસ માય; કુમરિ સુપન દીઠું એક તામ, નિજ આંતરડઈ વીટિલું ગામ. સુપન કહિઉં બાંભણનિ જઈ, સુણી પંડિત હરખ્યો સહી; એ થાસઈ પ્રથવીનો રાય, એમ જાણી દીધી કન્યાય. પરણીનિં બેઠો પાલખી, કન્યા ઋધિ પામ્યો થયો સુખી; વાજંતઈ ધરિ આવ્યો જસઈ, પંચ દિવ્ય હુઆં તિહાં તસઈ. .... ૧૭૭૧ મંત્રી સેઠ સેનાપતિ મલી, ગજ સિણગારો સુંદર વલી; સુંઢિ કલશ વાજઈ વાજિંત્ર, દીઠો વર સિંહા અતિ પવિત્ર. કનક કલશ ઢોલઈ શીરિતામ, નંદ રાય હવું તસ નામ; વિરથી વરસ ગયાં જવ સાઠિ, બેઠો નંદ ઉદાઈ પાટિ. ... ૧૭૭૩ કોએ ન માનઈ એહની આણ, હાસ્ય કરઈ નર નારી જાણિ; વાંકાં બોલઈ મંત્રી સોય, લેપ પૂતળાં ધાયાં દોય. .. ૧૭૭૪ લઈ ખડગ મારયા કેતાય, કેતા નર તિહાં નાસી જાય; કેતા નર તિ નૃપ લાગા પાય, રાખિ રાખિ પ્રથવીપતિ રાય. ... ૧૭૭૫ જસ વાધ્યો જગમાં બહુ, નૃપની આજ્ઞા માનઈ સહુ રાજિ કરઈ નૃપ નંદ સુજાણ, ઋષભ કહઈ કીધો પરમાણ. ••. ૧૭૭૬ અર્થ:- નંદ નામનો એક કુમાર થયો. તેના પિતા હજામ હતા અને માતા ગણિકા હતી. નંદકુમારે એકવાર એક સ્વપ્ન જોયું. પોતાના આંતરડા વડે નગર વીંટાયું હતું. ... ૧૭૬૯ ૧૭૭૨ (૧) પ્રવચનસારોદ્ધાર ભાગ-૧, દ્વા. ૪૬, ગા. ૪પ૯, પૃ.૨૦૯, ૨૧૦ (૨) શ્રી પરિશિષ્ટ પર્વ, સર્ગ-૬, પૃ. ૧૩૪ થી ૧૩૬. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy