SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ આ સ્વપ્નની વાત નંદકુમારે એક બ્રાહ્મણ(ઉપાધ્યાય)ને કહી. તે બ્રાહ્મણ વખનો જાણકાર હોવાથી સ્વખના રહસ્યને જાણી ખુશ થયો. “આ વ્યક્તિ પૃથ્વીનો રાજા થશે.” એવું જાણી બ્રાહ્મણે પોતાની પુત્રીનો હાથ નંદકુમારના હાથમાં સોંપ્યો. ... ૧૭૭૦ નંદકુમાર બ્રાહ્મણની કન્યા સાથે પરણ્યો. તે કન્યારૂપી લક્ષ્મીને મેળવીને ખૂબ સુખી થયો. નવા જમાઈ નંદ પાલખીમાં બેસી ઘરે આવતા હતા ત્યારે પટ્ટહસ્તિ, પ્રધાન અશ્વ, છત્ર, કુંભ અને ચામર એ પાંચ દિવ્ય વસ્તુઓ નંદરાજાની પાલખી પાસે આવી. ... ૧૭૭૧ તે નગરના મંત્રી, શેઠ, સેનાપતિની સાથે એક સુંદર શણગારેલો હાથી હતો. ગજરાજની ચૂંઢમાં કળશ હતું. ગજરાજની સાથે વાજા-વાજિંત્રો વાગતાં હતાં. ગજરાજની પાછળ ચાલતાં ચાલતાં સૌ પાદરે આવ્યા. ત્યાં એક પવિત્ર પુરુષ (નંદ)ને જોયો. . ૧૭૭૨ ગજરાજે તે પુરુષના મસ્તકે સુવર્ણ કળશ ઢોળી અભિષેક કર્યો. હસ્તિએ નંદને ઉપાડી પીઠ પર બેસાડવો. તેમને નગરના રાજા બનાવવામાં આવ્યા. તેમનું નામ નંદ રાજા રાખવામાં આવ્યું. વીર નિર્વાણ પછી સાઠ વર્ષ પછી ઉદાયી રાજાની પાટે (રાજગાદીએ) નંદરાજા આવ્યા. ... ૧૭૭૩ “આ હજામ પુત્ર છે', એવું જાણી લોકોએ તેમનો અનાદર કર્યો. તેમની અવજ્ઞા કરી. લોકો તેમની ઠઠ્ઠા-મશ્કરી કરતા. મંત્રીઓ પણ નંદરાજાનું વાંકું બોલતા. ત્યારે પુણ્ય બળે કોઈ દેવી તે લેપ્યમય બંને દ્વારપાળમાં અધિષ્ઠિત થઈ. દ્વારપાળો હાથમાં તલવાર ખેંચી લોકોની પાછળ દોડયા. ... ૧૭૭૪ તેમણે ઘણાં દુર્વિનીત લોકોને માર્યા. ઘણાં મનુષ્યોને ત્યાંથી ભગાડી મૂક્યા. કેટલાક લોકો ગભરાઈને રાજાના ચરણ પકડી, માફી માંગી શરણે આવ્યા. તેમણે કહ્યું, “હવે ખમ્મા કરો, ખમ્મા કરો પૃથ્વીપતિ!અમારા ઉપર રહેમ કરો.” ... ૧૭૭૫ હવે લોકોમાં નંદ રાજાનો પ્રભાવ અને યશ વધ્યો. સર્વ પ્રજાજનોએ તેમની આજ્ઞાનો સ્વીકાર કર્યો. હવે ચતુર એવા નંદરાજા સુખેથી રાજ્ય કરવા લાગ્યા. કવિ ઋષભદાસે નંદરાજાનો ચરિત્ર (જેમ હતો તેમ) પ્રમાણભૂત કહ્યો. . ૧૭૭૬ દુહા ઃ ૯૩ રાજ્ય પરંપરા પ્રગટયો મહિમા નંદનો, કપિલ પુત્ર પરધાન; કપિલ નામ તેહનું સહી, તે પણિ બુધિ નિધાન. . ૧૭૭૭ નંદ પાટિ નંદ જ હતો, અનૂકરમિં નવ પાટ; કરી કનકના ડુંગરા, લહઈ નરગની વાટ. . ૧૭૭૮ કપિલ પાટ નવ ચાલીઆ, મંત્રીપણું સદાય; છેહલો સુકડાલ હુઉ સહી, નોમો તે કહઈવાય. ગૂલીભદ્ર સૂત તેહનો, શરીઉં પણિ સુત હોય; સાત સુતા હતી તેહનિ, આગલિ વંશ ન હોય. ... ૧૭૮૦ ૧૭૭૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy