________________
૩૧૮
કવિ ત્ર૪ષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ”
ધર્મકથા કરી. તેમની સાથે પેલા અધમ (વિનયન) મુનિ પણ હતા.
... ૧૭૪૭ ઉદાયી રાજાએ આચાર્ય ભગવંતને પોતાની પૌષધશાળામાં વિસામો કરાવ્યો. ત્યાર પછી આચાર્ય ભગવંતના મુખેથી પૌષધવ્રતના પ્રત્યાખ્યાન આદર્યા. ત્યાર પછી કંઈ કામ હોય ત્યારે ગુરુ ભગવંત સાથે વાતચીત કરતા, બાકી સંપૂર્ણ દિવસ તેમણે સ્વાધ્યાય, પઠન-પાઠન અને સત્સંગમાં પસાર કર્યો... ૧૭૪૮
ઉદાયી રાજાએ દિવસના નીદ્રાનો ત્યાગ કર્યો હતો તેથી શરીરના થાકને ઉતારવા રાત્રિના એક પહોર પછી સંથારો બીછાવ્યો. ઉદાયી રાજાએ પ્રથમ ચાર શ્રેષ્ઠ શરણ ગ્રહણ કર્યા પછી સંથારા ઉપર સૂતા. (રાજા નિદ્રાધીન થયા) પાપી (વિનયન) મુનિ આ અવસરની રાહ જોઈ બેઠો હતો. ... ૧૭૪૯
જેવા ઉદાયી રાજા નિદ્રાવશ થયા તેવા જ પાપી મુનિએ લોખંડની તીક્ષ્ણ ધારવાળી કટારી (છરી) કાઢી ઉદાયી રાજાના કંઠમાં ખોસી દીધી. ક્ષણવારમાં રાજાનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. ... ૧૭૫૦
ત્યાં લોહીનો ધોધ વહેવા લાગ્યો. (રાજાના સંથારાની બાજુમાં આચાર્ય ભગવંતનો સંથારો હતો.) લોહીની ધારા વહેવાથી પાસે સૂતેલા (સત્યઘોષ) આચાર્યની (પથારી તેમજ વસ્ત્રો ભીનાં થવાથી, ઊંઘ ઉડી ગઈ. (ચંદ્રમાના પ્રકાશમાં) આચાર્ય ભગવંતે જોયું, કે રાજાનું ખૂન થયું છે. તેમણે વિચાર્યું, ‘અહીં ભયંકર દુર્ઘટના થઈ છે.”
... ૧૭૫૧ તેમણે ચારે બાજુ શિષ્યને જોયો. તે ન દેખાયો ત્યારે આચાર્ય પરિસ્થિતિ સમજી ગયા. ઉદાયી રાજાનું ખૂન કરી શિષ્ય નાસી ગયો છે. ભગવાન મહાવીર સ્વામીએ આ જીવને અભવી કહ્યો છે.... ૧૭પર
અભવ્ય જીવો વિશે માહિતી કપિલા કાલગસૂરીઉ જેહ, પાલકૃષ્ણ તણો સુત તેહ; અંગારમદિકાનિ સંગમો, અધમ જીવ સંસારિ ભમો.
... ૧૭૫૩ પાપી પાલગ હુઉ જસિં, જેણેિ મુનિવર પીલ્લા પંચસિં; સાતમો ઉદાઈનો મારણહાર, એહના પાપ તણો નહી પાર. ... ૧૭૫૪ અભવ્ય જીવ આરાધિ કહી, ત્રેસઠ શલાકા પુરૂષમાં નહી; અનુતર વિમાન પાંચ છઈ જિહાં, અભવ્ય જીવ ઉપજઈ નહી તિહાં.
.. ૧૭૫૫ ઈદ્ર ગુરૂ સૂર રત્ન ત્રય સંક, તિહાં ન ઉપજઈ મોટો વંક; પૂર્વ ચૌદ ન આવઈ ઉદય, નવ પૂરવ ભણતાં જિન વદઈ. ... ૧૭૫૬ અભવ્ય ઈદ્ર ન થાય વલી, દીક્ષા નવિ દઈ તસ કેવલી; જિનશાસનમાં યક્ષ યક્ષણી, અભવ્ય તેહ તણી ગતિ હણી. ... ૧૭૫૭ લોકાંતિક સુર તે નવિ થાય, સમકિત વિણ ભવ તેહનો જાય; પાત્ર સુસાર મિલઈ કિમ તનિ, ચારિત્ર નહી સુધા ગુરૂકનિ. ... ૧૭૫૮ અંતિ સમાધિ મરણ નવિ હોય, આરાધના વિન વણસઈ સોય; અનંતકાલ ભમવું એહનિ, મુગતિ પંથ નહી તેહનિં.
૧. ૧૭૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org