SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૭ અભયકુમાર રાસ કૃતિનો સંક્ષિપ્ત પરિચય કવિનો પરિચય: નંદાપુત્ર અભયકુમારની આશ્ચર્યકારી કાર્યદક્ષતા અને સત્કૃત્યોને વર્ણવતી સુદીર્ઘ રાસકૃતિનું સર્જન ખંભાતનિવાસી સુવિખ્યાત, જગદ્ગુરુ હીરવિજયસૂરિના પરમ ભક્ત શ્રાવક કવિ ઋષભદાસ દ્વારા થયું છે. તેમની ઉપલબ્ધ રાસકૃતિઓ પરથી તેમનો જીવનકાળ (ઈ.૧૫૭૫ થી ઈ.૧૬૩૫) આશરે ૬૦ વર્ષનો હોવાનું જણાય છે. તેમનો કવન કાળ આશરે સાડા ત્રણ દાયકા (ઈ.૧૬૦૧ થી ઈ.૧૬૩૫) વર્ષનો અનુમાની શકાય છે. તેમનું વિપુલ સાહિત્ય સર્જન જોઈ કહી શકાય કે કવિએ જીવનના અંત સુધી લેખન પ્રવૃત્તિ જાળવી રાખી હોવી જોઈએ. તેમણે ૩૪ ઉપરાંત રાસકૃતિઓનું કવન કરી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સમૃધ્ધ બનાવ્યું છે. આવા બહુશ્રુત શ્રાવક રત્નએ રાસ ઉપરાંત કવિત, સ્તવન, થોય, સઝાય ઈત્યાદિ વિવિધ કાવ્ય વિષયોમાં પોતાની કલમ ચલાવી છે. અચકૃતિઓઃ “અભયકુમાર રાસ કવિ ઋષભદાસની અપ્રકાશિત રાસકૃતિ છે. કવિ ઋષભદાસની જેમ અન્ય લેખકોએ પણ આ વિષયમાં કૃતિઓ રચી છે. ખરતરગચ્છના જિનેશ્વરસૂરિના શિષ્ય ઉપાધ્યાય ચંદ્રતિલકે વિ.સં.૧૩૧રમાં, ૯૦૩૬ શ્લોક, ૧૨ સર્ગમાં અભયકુમાર ચરિત્ર રચ્યું છે. જેનો પ્રારંભ તેમણે બાહડમાં અને પૂર્ણાહુતિ વીસલદેવ રાજાના રાજ્યમાં વિ.સ.૧૩૧રમાં, દીપોત્સવીના દિવસે ખંભાતમાં કરી હતી. આ કથા પ્રચલિત હોવાથી જૈન સાધુ કવિઓ દ્વારા કાવ્યનો વિષય બની છે. કવિ પધરાજ કૃત ‘અભયકુમાર ચોપાઈ' (સં.૧૬૫૦, કડી૫૦૮), જૈન સાધુ કવિ જિનહર્ષ જસરાજ કૃત ‘અભયકુમાર શ્રેણિક રાસ' (સં.૧૭૫૮), કવિ લક્ષ્મીવિનય કૃત ‘અભય મંત્રીશ્વર રાસ' (સં.૧૭૬૦), કવિ સકલકીર્તિ અને અજ્ઞાતે પણ સમાન નામની કૃતિઓ રચી છે. જેનો ઉલ્લેખ જિ.ર.કો. પૃ.૧૩માં છે. કવિ દેપાલે અભયકુમાર શ્રેણિક નામથી રાસ રચના કરી છે પ્રત પરિચય : “અભયકુમાર રાસ'ની હસ્તપ્રતભાંડારકર ઈન્સ્ટીટયૂટ, પૂનાથી મેળવી છે. જેનો ડા. નં. ૧૫૭૭ છે. આ રાસકૃતિનું કવન કવિ દ્વારા વિ.સં.૧૬૮૭, કારતક વદ નવમી, ગુરુવારે, ખંભાત બંદરે થયું છે. આ રાસકૃતિ ઈ.૧૮૯૧ થી ૧૮૯૫માં ભાંડારકર ઈન્સ્ટીટ્યૂટમાં આવી છે. તેની પ્રત સંખ્યા ૪૮ છે. પ્રત્યેક પત્ર ઉપર ૧૩ લાઈન છે. પ્રત્યેલ લાઈનમાં ૩૮ અક્ષરો છે. કડીની સંખ્યા ૧૦૧૦ છે. આ હસ્તપ્રતનું લિપ્યાંતર ચિરંજીલાલ નામના પંડિત દ્વારા બરહાનપુર મુકામે સં.૧૭૭૧માં સ્વાધ્યાય માટે થઈ છે. આ રાસકૃતિ અપ્રકાશિત છે. તે દુહા ૪૬, ઢાળ ૩૬ અને ચોપાઈ ૧૯માં વિસ્તાર પામી છે. આ પ્રતિમાં સમકિત સાર રાસની જેમ વચ્ચે ડીઝાઈન અને સરસ્વતી માતાનું ચિત્ર આલેખાયું નથી. આ પ્રતના પ્રારંભે ભલે મીંડું છે. (૧) જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ.૪૨૧. લે. મોહનલાલ દલીચંદ દેસાઈ, પ્ર. શ્રી જે..કો. મું. પ્રથમવૃત્તિ ૧૯૯૩. (૨) જૈ.ગુ.કવિ, ભા.૧, પૃ.૧૩૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy