SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ' દરેક ચરણાંતે આંકણી લખી છે જેથી કડી વિશેની જાણ થાય છે.પત્રની બંને બાજુ હાંસિયામાં બે ઉભી રેખાઓ દોરેલી છે. આ પ્રતિના અક્ષરો પ્રમાણસર, સુઘડ અને સમજાય તેવા હોવા છતાં પ્રત જર્જરિત હોવાથી ઘણા શબ્દો ઉપલબ્ધ નથી. પાત્ર પરિચય: કવિ ઋષભદાસની આ કૃતિ રસપ્રદ અને પ્રેરણાપદ પ્રસંગોથી ભરેલી છે. તેમને ચરિત્રનાયક અભયકુમારને ઉપસાવવાનો પૂર્ણ પ્રયાસ કર્યો છે. બુદ્ધિ અને ખંતનો સુમેળ થતાં સિદ્ધિ અવશ્ય મળે છે. અભયકુમાર આ કાળના શ્રેષ્ઠ બુદ્ધિશાળી છે. મહારાજા શ્રેણિકના પાટવી કુંવર આ કથામાં પિતાથી પણ સવાયા દેખાય છે. ૫૦૦ મંત્રીઓના શિરોમણિ મહામાત્ય અભયકુમારનું જીવન હૃદયસ્પર્શી છે. તેઓ અહિંસાના પૂજારી હતા. જ્યાં અહિંસાની આરાધના છે ત્યાં સ્યાદ્વાદ છે. જ્યાં સ્યાદ્વાદ હોય ત્યાં સમ્યગુદર્શન જરૂર હોય. આ પરથી ચોક્કસ જણાય છે કે અભયકુમાર સમ્યગુદર્શની છે. જેમ પ્રગટેલા અગ્નિ સાથે પ્રકાશ અવશ્ય હોય તેમ સમ્યગ્દર્શન સાથે આસ્તિષ્પ અવશ્ય હોય. અભયકુમારના જીવનમાં ધર્મ, ધર્મગુરુ અને દેવાધિદેવ પ્રત્યે અનન્ય બહુમાન હતું. તેમને તેઓ પ્રાણથી પણ અધિક પ્રિય હતા. “માંસ સસ્તુ કે મોડ્યું!' જેવા પ્રસંગોમાં તેમણે જીવદયા અને ધર્મપ્રભાવના કરવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. જિનશાસનના પ્રભાવક ધર્મગુરુઓની થતી નિંદાનું નિવારણ કરવા તેમણે રચેલી ભૂહરચના લોકોના જીવનમાં સમ્યકત્વની જ્યોત જલાવવાનું મંગળ કાર્ય કરે છે. પરનિંદા અને સ્વપ્રશંસા એ હલકું કૃત્ય છે. પરગુણો જોવાનો અંધાપો એ ઈર્ષા છે. અભયકુમારના જીવનમાં આવા દુર્ગુણોને સ્થાન નથી. શ્રીમદજી કહે છે દેહ છતાં જેની દશા વર્તદેહાતીત તે જ્ઞાનીના ચરણોમાં હો વંદન અગણિત સંસાર સાગરમાં રહેલી હોડી(આત્મા)ની ચારેબાજુ વિષય કષાયના જળ ઉછળતાં હોવા છતાં હોડી ડૂબી જતી નથી. પાણીમાં થોડી રહે તેનો ભય નથી પરંતુ હોડીમાં પાણી ભરાય તે ભયાનક છે. અભયકુમાર સંસારમાં અલિપ્ત ભાવે રહ્યા. પિતા તરફથી જાકારો મળ્યો, છતાં દુઃખમાં દીન ન બન્યા. માધ્યસ્થભાવ રાખી મોક્ષ નગરના સમ્રાટ બનવા શ્રમણ બન્યા. સંપૂર્ણ રાસકૃતિ દષ્ટિપાદ કરતાં જણાય છે કે, મંત્રીશ્વર અભયકુમારને કોઈ પ્રત્યે શત્રુતા ન હતી. તેમની ગુણગ્રાહી દૃષ્ટિ હતી. તેથી આમ્રફળ ચોરનાર માતંગ ચોર પાસે રહેલી વિદ્યા શીખી લેવાની પિતાને સલાહ આપી. ચોરને ગુરુ સ્થાને સ્થાપિત કર્યા પછી તેમને શિક્ષા થાય ખરી? મેતાર્યકુમાર પાસે રહેલા દિવ્ય બોકડા મારફતે વૈભારગિરિ પર્વતથી રાજગૃહી સુધીની પાકી સડક બનાવવાની અલાયદી વ્યવસ્થા કરી જેથી પરમાત્મા મહાવીર સ્વામીના દર્શન અને સંતોના વિહાર સુગમ બને. કેવી દીર્ધદષ્ટિ ! ચંડપ્રદ્યોતનરાજાના દરબારમાં રહીને પરોપકારના કાર્યોની પરંપરાની શૃંખલા ચાલુ જ રાખી. (૧) લોહજંઘ દૂતને બચાવ્યો (૨) અનલગિરિ હાથીને ઉપશાંત કર્યો (૩) અગ્નિનો ઉપદ્રવ શાંત કર્યો (૪) મહામરકીનો ઉપદ્રવ ટાળ્યો. આ ઉપરાંત અપરમાતા ચેલ્લણા અને ધારિણીનો દોહદ પૂર્ણ કર્યો. પિતાની આજ્ઞાનું પાલન કરવા લાક્ષાગૃહને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy