SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓ 'નરકનું આયુષ્ય પૂર્ણ કરી માનવ થશે. ત્યાં માનવ ભવમાં સંયમ સ્વીકારી સર્વ કર્મનો ક્ષય કરી મુક્તિપુરીમાં જશે. કાલાદિક પોતાના દશે પુત્રોના મરણના સમાચાર સાંભળી તેમની માતાઓ મૂર્છિત બની ધરતી પર ઢળી પડી. ... ૧૫૪૪ દાસીઓએ શીતળ વાયુનો સંચાર કર્યો ત્યારે માતાઓ સચેતન બની. પુત્રના મૃત્યુનું દુઃખ તેમના હ્રદયને વિહ્વળ બનાવતું હતું. તેઓ પુત્રના શોકથી વિલાપ કરતી બોલી, ‘‘પૂર્વે અચાનક પતિનું મૃત્યું થયું. હવે પુત્રો પણ ગયા. હવે (આ વૃદ્ધાવસ્થામાં) અમારો કોણ આધાર થશે ?’’ ૧૫૪૫ માતાઓ આક્રંદ કરતાં બોલી, ‘‘હે પુત્રો ! તમે રણભૂમિમાં લોખંડના શસ્ત્રોનાં કારમાં ઘા તમારા કોમળ શરીરે કેવી રીતે સહ્યાં હશે ? તમે સુવર્ણની મખમલી શય્યા પર સૂવાવાળા આજે રણભૂમિમાં જમીન પર કેમ લેટયા છો ? કોણ તમારી સારવાર કરતા હશે ? ૧૫૪૬ જે મસ્તકે સુંદર ફૂલ ધરાતા હતા તે અમૂલ્ય મસ્તક હવે ન રહ્યું. જે બાંહે બાજુબંધ શોભતા હતા તે બાહુ આજે ભૂમિ ઉપર લોકોના પગ નીચે ચંપાય છે. ૧૫૪૭ જે પગમાં નવલખી મોજડી શોભતી હતી. તે પગના જખ્મમાંથી આજે લોહીની ધારાઓ વહી રહી છે. હે પુત્રો ! તમને અમે છેલ્લે રણભૂમિમાં જતાં જોયાં હતાં પરંતુ તમને ઘરે પાછા આવતાં ન જોયાં. હે પુત્રો ! તમે એકલા જ ચાલ્યા ગયા. તમારી માતાને પણ ન મળ્યા ?’’ ૧૫૪૮ ૨૮૩ ... મહારાજા શ્રેણિકની રાણીઓ પુત્રના મૃત્યુના સમાચાર સાંભળી વલવલતી કરૂણ કલ્પાંત કરતી હતી ત્યારે પ્રભુએ કહ્યું, “હે દેવાનુપ્રિય ! તમે વિલાપ ન કરો. સંસાર સાગર એ તો દુઃખનો સમૂહ છે. કોઈ પણ વ્યક્તિની આજ સુધી અહીં ઈચ્છાઓ પૂર્ણ થઈ નથી. મુક્તિ એજ શાશ્વત સુખ છે. ૧૫૪૯ મુક્તિ પણ સંયમ વિના ન મળે. જે વિશુદ્ધ સંયમ સ્વીકારે છે, તે સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે. જે ડાહ્યા માણસો ચેતી જાય છે તેના કર્મો આત્મપ્રદશથી છૂટાં થાય છે. જે જાગૃત થશે તે સિદ્ધગતિ પ્રાપ્ત કરશે. તેના જન્મ, જરા અને મરણના ત્રિવિધ દુઃખો છૂટશે.'' ૧૫૫૦ ભગવાન મહાવીર સ્વામીના શીતળ વચનો સાંભળી રાણીઓનો વિરહનો અગ્નિ શાંત થયો. તેમના મનમાં વૈરાગ્ય ભાવ જાગૃત થયો. ‘દુઃખભર્યા સંસારમાં રહેવું અસાર છે', એવું વિચારી રાણીઓએ ભગવાન પાસે સંયમ સ્વીકાર્યો. કવિ ઋષભદાસ હવે તે વિસ્તારપૂર્વક કહે છે, તે સાંભળો ૧૫૫૧ દુહા ઃ ૭૯ વિસ્તારિ સંયમ લીઈ, સુતના સુત સંઘાતિ; ઉપશમ ૨સ અંગિં ધરઈ, કષ્ટ કરઈ દિન રાતિ. Jain Education International For Personal & Private Use Only ... ૧૫૫૨ (૧) આગમમાં શ્રેણિક રાજાના છત્રીસ પુત્રોનો ઉલ્લેખ મળે છે. શ્રી નિરયાવલિકા સૂત્ર અનુસાર કાલાદિક દસ અને કોણિક નરકમાં ગયા. જ્યારે બાકીના પચ્ચીસ પુત્રો જાલી, મયાલી, ઉવયાલી, પુરિષસેણ, વારિસેણ, દીદંત, લષ્ટદંત, વેહલ્લ, વેહાયસ, અભયકુમાર, દીર્ધસેન, મહાસેન, લષ્ટદંત, ગૂઢદંત. શુદ્ધદંત, હલ્લ, દુમ, દુમસેન, મહાસેન, સીહ, સિંહસેન, મહાસિંહસેન, પુણ્યસેન, મેઘકુમાર, નંદીષેણ. શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર અનુસાર જાલી આદિ ત્રેવીસ રાજકુમારો સંયમિત થઈ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. જ્ઞાતાસૂત્ર અનુસાર મેઘકુમાર અંતે અનુત્તર વિમાનમાં ગયા. નંદીસૂત્રની ટીકા અનુસાર નંદીષેણ સંયમી બની સાધના માર્ગે આગળ વધ્યા. www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy