________________
૨૮૨
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
•.. ૧૫૪૫
પુજી પ્રણમી બહુ સ્તુતિ કરઈ, પૂછઈ પ્રેમિં નેહ મનિ ધરી; કોણી વઢઈ ચેડા સિહં જયાંહિ, અમ બેટા દસ છઈ તેમાંહિ.
•. ૧૫૪૨ કાલાદિક સુત અમ જીતસઈ, કિવાં તે વઢતા હારસઈ; વીર કહઈ તે પામ્યા મરણ, ચોથી નરગનું કીધું શરણ.
૧૫૪૩ પામી મરણ તે માનવ થાય, લેઈ દીક્ષાનિ મુગતિ જાય; એ કાલાદિક તણી કથાય, સુણતાં ધરણી ઢલી તસ માય. ... ૧૫૪૪ કરી વાયસ ચેતન કરઈ, પુત્ર તણું દુખ હઈડઈ ધરઈ; આગિં મરણ ગયો ભરતાર, પુત્ર જતાં અમ કુણ આધાર. કરઈ વિલાપનિ રોતી માય, કિમ સહયાં સુત લોહના ઘાય; સોવન સેજ તણો સુનાર, પડયા ભોમિ કુણ કરતા સાર. . ૧૫૪૬ જે શરિ સખરાં ધરતા ફૂલ, તે મતગ નવિ પામઈ મૂલ; બાજુબંધ તું કરિ ધરતા જેહ, પડયા ભોમિ ચંપાઈ તેહ.
» ૧૫૪૭ પગે વાણહી જસ નવ લખી, લોહધાર લાગઈ હુઆ દુખી; જાતાં દીઠા વલતાં નવિ વલ્યા, ગયા પુત્ર માતા નવિ મલ્યા.
૧૫૪૮ વીર કહઈ મમ કરો વિલાપ, સંસાર દુખ આગર સંતાપ; કોય ન પોહતી પુરી આસ, ખરો એક મુગતિનો વાસ.
. ૧૫૪૯ પણિ સંયમ વિણ તે નવિ હોય, ચેત્યા તે દુખ છૂટા જોય; જે ચેતસઈ તે સિધ થઈ, જન્મ જરા મરણિ છૂટસઈ.
... ૧૫૫૦ સુણી વચન હુઉ વરાગ, નહી સંસારિ રહ્યાનો લાગ;
વીર હાર્થિ લઈ સંયમ ભાર, ઋષભ કહઈ સુણયો વિસ્તાર. .. ૧પપ૧ અર્થ - મહારાજા શ્રેણિકના દસે પુત્રો ચેડારાજા સાથે યુદ્ધ કરતાં રણમેદાનમાં ઢળી પડયાં. તેવા સમયમાં રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીર પધાર્યા. મહારાજા શ્રેણિકની કાલી રાણી, કૃષ્ણા રાણી આદિ દસ રાણીઓ પ્રભુના વંદન કરવા ગઈ.
.. ૧૫૪૧ તેમણે ભગવાન મહાવીર સ્વામીને વંદન, પૂજન અને નમસ્કાર કરી તેમની ખૂબ સ્તવના કરી. ત્યાર પછી મનમાં નેહધરી વિવેકપૂર્વક પૂછયું, “હે પ્રભુ! કોણિકરાજા અને ચેડારાજાનું જ્યાં યુદ્ધ થાય છે, ત્યાં અમારા દશ પુત્રો પણ ગયા છે.
.. ૧૫૪૨ હે પ્રભુ! અમારા કાલાદિક દશ પુત્રો આ યુદ્ધમાં જીતશે કે હારશે?” ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “દેવાનુપ્રિય!તેઓ મૃત્યુ પામ્યા છે. તેઓ ચોથી પંકપ્રભા નામની નરકમાં હેમાભ નામના નરકવાસામાં નારકીપણે ઉત્પન થઈ ત્યાંનું શરણ સ્વીકાર્યું છે.'
...૧૫૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org