________________
કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’
... ૧૫૫ર
ઢાળ ઃ ૬૭
અર્થ:- મહારાજા શ્રેણિકની કાલિયાદિક દસ રાણીઓ અને તેમના પૌત્રો સહિત બહોળા પરિવારે ભગવાન મહાવીર સ્વામી પાસે સંયમ અંગીકાર કર્યો. તેમણે સંયમિત થઈ સમતા રસ ધારણ કર્યો. તેમણે સંયમમાં ઉદ્યમ કરવા દિન-રાત આવતા પરિગ્રહો અને ઉપસર્ગોને સમતા ભાવે સહન કર્યા. શ્રેણિક રાજાની કાલીયાદિક રાણીઓનો તપ માગિ મહીનું દાણ કાહન ગોવાલા રે એ દેશી કષ્ટિ આતમ આપ કાલિ કૃષ્ણ રે, મહાકાલી લઈ દીક્ષ મુંકઈ ત્રીષ્ણા રે; કૃષ્ણાદેવી દિક્ષ અનેિં સુકાલી રે, મહાકૃષ્ણ મુંકઈ પાતિગ ટાલી રે. વીરસુકૃષ્ણા વંદઈ, રામસુકૃષ્ણા રે, પીતુકૃષ્ણાજેહ, મહાસેનકૃષ્ણા રે; રત્નાવલી માહાસી લઘુસીહ સારો રે, સપ્તમિ અષ્ટમી પ્રતિમા તપ ખોવારો રે.
૨૮૪
કનકાવલી કરઈ લઘુસર્વભદ્રા રે, મહાભદ્રા તપ, નહીં તિહાં છિદ્રો રે; ભદ્રાંતર પ્રતિમા તપ તપતી રે, મુકતાવલી ધરઈ પાતિગ ખપતી રે. તપ આંબિલ વર્ધમાન દસમ ધરતી રે, શ્રેણિકની ધર નારિ આપ ઉધરતી રે;
...
Jain Education International
...
૧૫૫૩
For Personal & Private Use Only
૧૫૫૪
ટાલી કર્મ ચીકણાં મુગતિ સિધાવઈ રે, દસઈ કુઅર હુઆ દેવ ૠષભ હુણ ગાવઈ રે.
૧૫૫૬
અથઃ- કાલીકૃષ્ણ રાણીએ સંયમ લઈ ઉગ્ર તપશ્ચર્યા કરી પોતાના દેહને કષ્ટ આપ્યું. મહાકાલી રાણીએ દીક્ષા લઈ તૃષ્ણાનો ત્યાગ કર્યો. કૃષ્ણાદેવી, સુકાલીદેવી અને મહાકૃષ્ણા રાણીએ ઉગ્ર તપશ્ચર્યા કરી શુદ્ધ સંયમના અનુપાલનથી પાપકર્મોનો ક્ષય કર્યો.
૧૫૫૩
૧૫૫૫
વીરકૃષ્ણા રાણી, રામકૃષ્ણા, પીતૃસેનકૃષ્ણા તેમજ મહાસેનકૃષ્ણાએ રત્નાવલી, મહાસિંહ, લઘુસિંહ આદિ વિવિધ તપ કર્યાં. તેમણે ભિક્ષુની સાતમી-આઠમી અને નવમી પડિમા ધારણ કરી વિપુલ કર્મોનો ખુવાર કર્યો.
૧૫૫૪
(૧) શ્રેણિક રાજાની દસ રાણીઓના નામ - ૧) કાલી રાણી ૨) સુકાલી રાણી ૩) મહાકાલી રાણી ૪) કૃષ્ણા રાણી ૫) સુકૃષ્ણા રાણી ૬) મહાકૃષ્ણા રાણી ૭) વીરકૃષ્ણા રાણી ૮) રામકૃષ્ણા રાણી ૯) પિતૃસેનકૃષ્ણા રાણી ૧૦) મહાસેનકૃષ્ણા રાણી. (શ્રી અંતગડદશાંગ સૂત્ર, વર્ગ-૮,અ.૧થી ૧૦, પૃ.૧૫૬ થી ૧૯૩)
(૨) શ્રેણિક રાજાના દસ પૌત્રૌ : આ દસે ભાઈઓના નામ તેમની માતાના નામના આધારે છે. ૧) પદ્મ ૨) મહાપદ્મ ૩) ભદ્ર ૪) સુભદ્ર ૫) પદ્મભદ્ર ૬) પદ્મસેન ૭) પદ્મગુલ્મ ૮) નલિનીગુલ્મ ૯) આનંદ ૧૦) નંદન. આ દસે આત્માઓએ એક મહિનાનો સંથારો કર્યો. નવમા આનત અને અગિયારમા આરણ તે બે દેવલોક સિવાય દસે આત્માઓ ક્રમશઃ પહેલા દેવલોકથી બારમા કલ્પોપન્ન દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતીએ ઉત્પન્ન થયાં. (શ્રી નિરયાવલિકા સૂત્ર, વર્ગ - ૨, અ. ૧, સૂત્ર - ૧, પૃ. ૬૦-૬૧.)
(૩) શ્રી અંતગડદશાંગ સૂત્ર, પરિશિષ્ટ - ૨, પૃ. ૨૦૨.
www.jainelibrary.org