SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ રાણીઓએ કનકાવલી તપ કર્યું, તેમજ લઘુસર્વતોભદ્રા અને મહાસર્વતોભદ્રા તપ પણ કોઈ પણ જાતના દોષ લગાડ્યા વિના શુદ્ધપણે કર્યું. આ ઉપરાંત ભદ્રોતર પ્રતિમા કરી કર્મોને તેમણે તપાવ્યા તેમજ મુક્તાવલી તપ દ્વારા પાપ કર્મોનો ક્ષય કર્યો. મહારાજા શ્રેણિકની કાલિયાદિક દશે રાણીઓએ વર્ધમાન તપની આરાધના કરતાં ચીકણાં કર્મોનો ક્ષય કર્યો. તેમણે મુક્તિ પદ હાંસલ કર્યું. મહારાજા શ્રેણિકના પૌત્રોએ અણગાર ધર્મ સ્વીકાર્યો. તેઓ આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં દેવ અવતાર પામ્યા. કવિ ઋષભદાસ તેમનાં ગુણગાન ગાય છે. ... ૧૫૫૬ દુહા : ૮૦ ગુણ ગાય દસ કુમરના, તેહનિ એક અવતાર; મહાવિદેહ ખેત્રમાં જઈ, પામઈ ભવનો પાર. •. ૧૫૫૭ કાલાદિક કુમર જ તણી, ભાખી એહ કથાય; સેનાની મરણિ ગયા, ચિંતા કોણી થાય. ... ૧૫૫૮ અર્થ - કવિ ઋષભદાસ મહારાજા શ્રેણિકના દશ પૌત્રોના ગુણગાન ગાય છે. તેઓનો હવે એક જ અવતાર બાકી છે. તેઓ દેવભવનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી સિદ્ધ થશે. ... ૧૫૫૭ મહારાજા શ્રેણિકના કાલાદિક દશ કુમારોની કથા કહી. કોણિકરાજાના દશ સેનાપતિઓ મૃત્યુ પામ્યા, ત્યારે કોણિકરાજાની ચિંતાનો કોઈ પાર ન રહ્યો. ... ૧૫૫૮ ઢાળ ઃ ૬૮ સૌધર્મેન્દ્ર અને ચમરેન્દ્રનું આગમન 1 ખિમા છત્રીસીની અથવા આખ્યાનની એ દેશી. કોણી મનમાં ચિંતવઈ, સહી હવઈ હારયા આજ રે; સુભટ સીસ જાતાં ભલું, નહી ભલું જાતાં લાજ રે. •.. ૧૫૫૯ તામ નૃપ પોષધ ધરઈ, અનિં કરાઈ ત્રણ ઉપવાસ રે; ચમાઁદ સુર આરાધીઉં, પૂરો તે મારી આસ રે. ... ૧૫૬૦ પાતાલવાસી આવીઉં, હું કરૂં અહી સંગ્રામ રે; ચેડાનિ મારૂં નહી, ટાઢું સુભટનો ઠામ રે. ૧૫૬૧ વિમાનવાસી આવીઉં, સુધર્મ તેણી વાર રે; રખ્યા કરું તુમ દેહની, નવિ કર્નૃપ પ્રહારિ રે. ૧૫૬૨ કાર્તિક સેઠ તણાઈ ભવિ, મંત્રી તે કોણી જીવ રે; સનેહ સબલો હતો પૂરવિ, તેણેિ પ્રીતિ અહી સદીવ રે. ... ૧૫૬૩ અમરેંદ પૂરવિ પૂરણ હતો, કોણી જીવસ્યું પ્રીતિ રે; તેણેિ ધરઈ અહી સનેહ સબલો, એ ઉતમની રીતિ રે. • ૧૫૬૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy