________________
૨૮૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
અર્થ - કોણિકરાજાએ મનમાં ચિંતન કરતાં કહ્યું, “આજે મારી હાર નિશ્ચિત છે.” સાચો સુભટ પોતાના પ્રાણની આહુતિ આપી શકે પરંતુ રણમેદાન છોડી નાશી જવા જેવી નિર્લજ્જતા કદી ન કરે. ... ૧૫૫૯
(કોણિકરાજાએ પોતાને વિજયી બનાવવા દેવોની સહાયતા લીધી.) કોણિક રાજાએ પૌષધ વ્રત કર્યું, તેમજ ત્રણ ઉપવાસની આરાધના કરી. કોણિકરાજાએ અઠ્ઠમ તપની તપશ્ચર્યા કરી દેવને પ્રસન્ન કર્યા. તેમણે દેવને વિનંતી કરી કહ્યું, “મને યુદ્ધમાં વિજયી બનાવી મારી આશા પૂર્ણ કરો.” ..૧૫૬૦
પાતાળવાસી ચમરેન્દ્ર દેવ પ્રસન્ન થઈ કોણિકરાજા પાસે આવ્યા. દેવે કહ્યું, “રાજનું! હું અહીં યુદ્ધ કરીશ પરંતુ ચેડારાજા શુદ્ધ સમકિતધારી હોવાથી તેમને હું મારીશ નહીં. અન્ય સુભટોનું સ્થાન હું જરૂર છેદીશ.
...૧૫૬૧ સૌધર્મ નામના વૈમાનિક દેવલોકમાંથી સૌધર્મેન્દ્ર આવ્યા. તેમણે કહ્યું, “હે રાજન્! હું તમારા દેહની અવશ્ય રક્ષા કરીશ પરંતુ ચેડારાજાને પ્રહાર નહીં કરું. (કાર્તિક શેઠનો જીવ શકેન્દ્ર દેવ થયો.)” ... ૧૫૬ર
કાર્તિક શેઠના સમયમાં કોણિકરાજાનો જીવ તે નગરમાં પ્રધાન મંત્રી હતો. તેને પૂર્વ ભવમાં કાર્તિક શેઠ પ્રત્યે અપાર સ્નેહહતો. તેમની પૂર્વના આગળના ભવની પ્રીતિ અહીં પણ કાયમ રહી. ... ૧૫૬૩
ચમરેન્દ્ર અને શકેન્દ્ર કોશિકરાજાની આગળ પાછળ ગોઠવાયા. સંગ્રામ શરૂ થયો. હલ-વિહલ કુમાર સેચનક હસ્તિ પર આરૂઢ થઈ યુદ્ધ ભૂમિમાં આવ્યા. તેઓ નિત્ય રાતના યુદ્ધ ચર્યાનું દૃશ્ય નિહાળવા રણસંગ્રામમાં જતા.
... ૧પ૬૪ સેચનક હસ્તિનું મૃત્યુ કોણી નઈ પાસિં થયાતે, સંગ્રામ નીતિ થાય રે; હલ વિહલ ગજ ઉપર બેસી, કરી રણિ તે જાય રે.
•.. ૧૫૬૫ રાતે વારા તે તિ દીઈ, આવઈ તે કટક જ માંહિ રે; કોણીના નરસિં હણાઈ, નૃપ પાછો વલઈ ત્યાંહિ રે. કોણી કટક વલખું થયું, કરઈ એક વિચાર રે; ખાઈ ખણઈ ફરતી તિહાં, ભરયા તે માંહિ અંગાર રે.
••• ૧૫૬૭. રાતિ દોય ચડીનિ ગયા, ગજ ઉપરિ નર રાય રે; ખાઈ લગઈ ગજ આવીઉં, આઘો ન મુંકઈ પાય રે.
•.. ૧૫૬૮ હલ વિહલ કહઈ કુણ વેલી, પીઠિઉ ગજ એહ રે; તુનિ ન ધરઈ મિત્ર માહરા, મિત્ર દેવો છેહ રે.
•.. ૧૫૬૯ જાતિવંત તુ સદા જાણ્યો, જ્ઞાની તું ગુણ ધીર રે; ચાલઈ આઘો ચતુર ચમક્કી, કાયર નોહઈ વીર રે.
.. ૧૫૭૦
. ૧૫૬૬
(૧) સેચનક હસ્તિ અને હલ-વિહલની કથા : શ્રી ભગવતીજી સૂત્ર, ભાગ - ૨, પરિશિષ્ટ - ૧, પૃ. ૪૨૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org