SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૭ • ૧૫૭૪ તાહરઈ કાજિં અમ્યો વઢીયા, તાહર્બલ અને આજ રે; તું છઈ નાયક કટક કેરો, તાહરી ગજમાં લાજ રે. •.. ૧૫૭૧ ગજ ન હાલઈ કિમઈ આદ્યો, તો ખીજયા નર દોય રે; ધિક્કાર ગિરધવ ગજ નહીં તું, આજ કૃતઘન હોય રે. •.. ૧૫૭૨ સાહિબની સંકટિ મુંકી, આપિ અવલો જાય રે; રવાન તસ સુંઘઈ નહી, કાગડા મંશ ન ખાય રે. •.. ૧૫૭૩ સાહિબનિ જે હોય સાહમો, તેહ ન પામઈ જય રે; ઉદાઈ નિ અમાતિ પીઢયો, નેઢિ પામ્યો ક્ષય રે. તું પઈઠયો ગજ રાજ અમનિ, હુઉં અંતિ વાન રે; પચારયો ગજ ઘણું ત્યારઈ, તવ હુઉ અભિમાન રે. ... ૧૫૭૫ તોહિ લૂણ હરામ ન કરું, ન લહઈ સાહિબ મર્મ રે; વચન વિણ કર્યું બોલું, ઉદય આવું કર્મ રે. ... ૧૫૭૬ હલ વિહલનિ ગ્રહ્યા સુંઢિ, ઉતારયા તવ હેઠિ રે; પોત ખાઈમાંહિ બલીઉં, ગયો નરગ નેઠિ રે. ... ૧૫૭૭ પહિલી નરગિં તે ઉપનો, નવિ કરયું લૂણ હરામ રે; 22ષભ કહઈ રણિ હોય ભાઈ, જપઈ ગજનું નામ રે. •.. ૧૫૭૮ અર્થ - ચમરેન્દ્ર પૂર્વે પૂરણશેઠ હતો. તેણે કોણિકરાજાના આત્મા પ્રત્યે ઘણી પ્રીતિ હતી. પૂર્વનો અખૂટ નેહભાવ હોવાથી બંને દેવોએ પ્રીતિધર્મ ધારણ કરી કોણિકરાજાની સહાયતા કરી. પ્રીતિ ધર્મને નિભાવવોએ ઉત્તમ પુરુષોની રીત છે. ... ૧૫૬૫ તેઓ બંને ભાઈઓદરરોજ રાત્રે સેચનક હાથી પર બેસી યુદ્ધ ભૂમિમાં જતા હતા. એક દિવસ તેઓ શત્રુ પક્ષના લશ્કર (છાવણી)માં આવ્યા. તેમણે કોણિકરાજાના ઘણાં યોદ્ધાઓને માર્યા. તેઓ બંને રાજકુમારો ત્યાંથી ઝડપથી નાઠા. ... ૧૫૬૬ કોણિકરાજાનું સૈન્ય ગભરાયું. (કોણિકરાજાને હલ-વિહલ કુમારના અનીતિભર્યા કૃત્યથી ખૂબ ગુસ્સો આવ્યો.) તેમણે હલ-વિહલ કુમારને મારવાની એક તરકીબ વિચારી. તેમણે (સેચનક હાથીનો નાશ કરવા માટે) નગરની ફરતે આવવાના માર્ગ પર મોટી ખાઈ ખોદાવી. આ ખાઈમાં ખેરના અંગારા ભર્યા. (તેના ઉપર માટી પાથરી દીધી.) ... ૧૫૬૭ એક દિવસ રાતના હલ-વિહલ કુમાર ગર્વથી સેચનક હસ્તિ ઉપર બેસી યુદ્ધચર્યાનું દશ્ય નિહાળવા નગરની બહાર આવ્યા. સેચનક હસ્તિ ખાઈની નજીક આવ્યો. તે ત્યાંજ ઊભો રહી ગયો. તે એક પગલું પણ આગળ મૂકવા તૈયાર નહતો. (સેચનક હસ્તિને વિર્ભાગજ્ઞાન હતું. તેને શત્રુના પયંત્રની જાણ થઈ ગઈ.) ... ૧૫૬૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy