SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ સેચનક હસ્તિ ખાઈની નજીક આવીને ઊભો રહી ગયો ત્યારે હલ-વિહલ કુમારે કહ્યું, “હે ગજરાજ! તને શું આપત્તિ આવી પડી? તું આગળ પ્રવેશતો (વધતો) કેમ નથી ? હે મિત્ર! આ પ્રમાણે અચાનક ઊભા રહી જવું તે તને શોભતું નથી. તું મિત્ર થઈને અમારી સાથે વિશ્વાસઘાત કરે છે ?... ૧૫૬૯ ૨૮૮ અમે તો તને સદા ઉત્તમ જાતિવાન જાણ્યો છે. તું જ્ઞાની, ગુણવાન અને ધીર-ગંભીર છે. આજે અમને આશ્ચર્ય થાય છે કે, તું ખરેખર પશુ થયો છે તેથી કાયર બની ઊભો રહી ગયો છે. હે ચતુર ! તું આગળ પ્રયાણ કર. હે મિત્ર કાયર કદી શૂરવીર ન હોય. ૧૫૭૦ હે ગજરાજ ! તારા માટે થઈને અમે(પિતાની નગરી છોડી) ભાઈઓ સાથે આપસમાં યુદ્ધ કર્યું. તારું પરાક્રમ(બળ) અમારી સાથે છે. અર્થાત્ તારા થકી અમે આજે ઉજળાં છીએ. તું હયદળ સૈન્યના ગજનો નાયક છે. તારી સર્વ ગજોમાં ભારે ઈજ્જત છે.’’ ૧૫૭૧ (હલ-વિહલ કુમારે ગજરાજની ઘણી પ્રશંસા કરી પરંતુ ગજરાજ પર કોઈ અસર ન થઈ.) હાથી કોઈ પણ રીતે આગળ ન વધ્યો ત્યારે બન્ને રાજકુમારો સેચનક હસ્તિ પર ખીજાયા. તેમણે ઠપકો આપતાં કહ્યું, ‘હે કાયર ! તને ધિક્કાર છે. તું આજે નિમકહલાલ નથી રહ્યો પરંતુ નિમકહરામ ગજ બન્યો છે. .. ૧૫૭૨ પોતાના માલિકને સંકટમાં મૂકીને તું હવે પાછો ફરે છે ? ક્યાં ગઈ તારી મર્દાનગી ? જે વિશ્વાસઘાત કરે છે તેને શ્વાન પણ સૂંઘતો નથી. અરે ! કાગડા જેવા પક્ષીઓ પણ તેનું માંસ ખાતા નથી. ... ૧૫૭૩ જે માલિકનો અવિનય કરી તેને છેતરે છે, તેનો કદી વિજય થતો નથી. ઉદાયનરાજાને અમાત્યએ ખૂબ દુઃખ આપ્યું તો છેવટે તેનું મૃત્યુ જ થયું. ૧૫૭૪ હે ગજરાજ ! તું અમને અહીં મુશ્કેલીમાં મૂકે છે ? તું અંતે પશુ(શ્વાન) જેવો જ રહ્યો. અર્થાત્ તને હળધૂત કરવા છતાં તું તારું સ્થાન છોડતો નથી.’' હલ-વિહલ કુમારે સેચનક હસ્તિને ઘણાં મહેણાં મારી કઠોર શબ્દો કહ્યાં. ત્યારે વફાદાર સેચનક હસ્તિને માઠું લાગ્યું. (તેણે વિચાર્યું, ‘હલ-વિહલ કુમાર ગુપ્ત ભેદ જાણતા નથી. મારા ઉપર ઉલટું દોષારોપણ કરે છે, છતાં તેઓ મારા ઉપકારી છે.)’ ... ૧૫૭૫ હું મારા માલિકનું લૂણહરામ નહીં કરું. હું કૃતઘ્ની નહીં બનું. હું મારા માલિકને રહસ્ય મર્મ વ્યક્ત કરી શકતો નથી કારણકે તિર્યંચ ભવમાં હોવાથી એવું કર્મ ઉદયમાં આવ્યું છે. ૧૫૭૬ સેચનક હસ્તિએ બંને રાજકુમારોને બચાવવા તેમને પોતાની પીઠ પરથી સૂંઢ વડે નીચે ઉતાર્યા. તે સ્વયં ખાઈમાં પડી બળી ગયો. સેચનક હસ્તિ મરીને પ્રથમ નરકમાં ગયો. (સેચનક હસ્તિ અનશન કરી, અગ્નિના ખાડામાં કૂદી પડયો. તે શુભ ભાવ સહિત સમાધિમરણ પામી દેવલોકમાં ગયો–સંસાર સપના કોઈ નહીં અપના–પૃ. ૨૭૦) ૧૫૭૭ સેચનક હસ્તિ પહેલી નરકે ઉત્પન્ન થયો. તેણે પોતાના માલિકનું લૂણહરામ ન કર્યું. કવિ ઋષભદાસ કહે છે કે બંને ભાઈઓ સેચનક હસ્તિની વફાદારી અને શૂરવીતાની પ્રશંસા કરી તેનું રણસંગ્રામમાં સ્મરણ કરતા રહ્યા. ... ૧૫૭૮ Jain Education International For Personal & Private Use Only ... ... ... www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy