________________
૨૮૯
દુહા : ૮૧ ગજબલતો દેખી કરી, નૂરઈ દોય કુમાર; અહો મુરખ આપણ સહી, ન લહયો કસ્યો વિચાર.
•. ૧૫૭૯ આપણિ ફોક પચારીઉં, બાલ્યો ગજ ગુણવંત; દુહવ્યો પણિ ખીજ્યો નહી, આપણનિ રાખંતિ.
•. ૧૫૮૦ આપણિ બાલ્યો એહનિ, એહ રાજનું સાર; રાજ કર્યું હવઈ ગજ વિના, ગજ હુતો આધાર.
... ૧૫૮૧ ગજ છૂટો મરણ જ લહી, આપણ છૂટઢું કેમ; હય ગય નર બહુ મારીયા, ચક્રી સુભમ જેમ.
.. ૧૫૮૨ સુભમ સોય નરગિં ગયો, આપણે જાણ્યું નરગિ; અહો બુડારે બંધવા, સહી નવિ જાવું સરગિ.
••• ૧૫૮૩ અર્થ- સેચનક હસ્તિને અગ્નિમાં બળતો જોઈ હલ-વિહલ કુમારે પશ્ચાતાપ કરતાં કહ્યું, “આપણે કેવાં મૂર્ખ છીએ!આપણે વિચાર પણ ન કર્યો કે ગજરાજ શા માટે આગળ વધતો નથી? ... ૧૫૭૯
આપણે આપણા મિત્ર જેવા ગજરાજને નિરર્થક મહેણાં માર્યા. આપણે જ આપણા ગુણવાના ગજરાજને બાળી નાંખ્યો. આપણે તેને મહેણાં મારી અપમાનિત કર્યો, છતાં તે ખીજાયો નહીં. તેણે મિત્રધર્મ નિભાવી આપણી સુરક્ષા કરી છે.
... ૧૫૮૦ આપણે તેને કટુવચનોના ઉપાલંભ આપી બાળ્યો છે. ખરેખર! સેચનક હસ્તિ રાજ્યની શોભા હતો. આવા બળવાન અને શૂરવીર ગજરાજ વિનાનું રાજ્ય કેવું? આ ગજરાજ તો આપણો આધાર (પીઠબળ) હતો.
... ૧૫૮૧ ગજરાજ અંતે મૃત્યુ પામી આપણાથી છૂટયો પરંતુ આપણે પાપકર્મથી ક્યારે અને કેવી રીતે છૂટશું? સુભૂમ ચક્રવર્તીની જેમ આપણે પણ ઘણાં પ્રાણીઓ અને માનવોનો આ યુદ્ધમાં સંહાર કર્યો છે.... ૧૫૮૨
જેવી રીતે સુભૂમ ચક્રવર્તી નરકમાં ગયા તેમ આપણે પણ નરકમાં જઈશું.અહો! આ યુદ્ધમાં આપણા બાંધવો મૃત્યુ પામ્યા. તેઓ પણ મનુષ્ય ભવ પામીને સંસાર સાગરમાં ડૂબી ગયા. નિશ્ચયથી યુદ્ધમાં મૃત્યુ પામનાર કોઈ સ્વર્ગમાં ન જાય.
...૧૫૮૩ ચોપાઈ : ૧૭ હલ્લ-વિહલ કુમાર સર્વવિરતિના પંથે સરગિન જાવું બંધવ, આપ રાજ્ય કાર્યો કીધાં બહુ પાપ; કુંડલ હાર ચીવરનિ કામિ, બહુ માનવ મારયા રણિ કામિ.
... ૧૫૮૪ એક લોભનિં બીજું માન, ત્રીજઈ ક્રોધિ નાઠી સાન; રાજ ઋધિ પ્રથવી કાય, કરી પાપનિ આવ્યા ઠાય.
... ૧૫૮૫ (૧) સુભૂમ ચક્રવર્તી અહંકાર કરી સાતમો ખંડ સાધવા જતાં લવણ સમુદ્રમાં મૃત્યુ પામ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org