________________
૨૯૦
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
પ્રથવી કુણ સાથિં નવિ ગઈ, લંકા રાવણ સાથિં નવિ વહી; નંદિ મેલ્યું પાપિ કરી, ન ગઈ સાથિં સોવન ફૂંગરી.
... ૧૫૮૬ દરયોધન વઢીલ અતિ બહુ, અતિ ચાલ્યો મુંકી સહી; હલ વિહલ વિમાસ્યું અમ્યું, આપ વઢીને કહ્યું કર્યું.
••• ૧૫૮૭ અગનિમાંહિં પડત જો દોય, તો નરગિં નારક સહી હોય; ગજ બંધવ ઉગારઈ અહી, તો બંધવ ચેતેવું સહી.
... ૧૫૮૮ લીજઈ સંયમ જિનવર પાશ, જિમ નવિ વસીઈ નÍવાશ; કરી પોકાર બોલ્યા એક મના, અમ્યો શિષ્ય સહી વીરના.
•. ૧૫૮૯ શાસન દેવી ઉપાડયા સહી, વીર પાશ મુંકયા ગહઈ નહી જિન હાર્થિ લીધી દીખાય, કાલિં ગતિ સૂરપતિની થાય. ... ૧૫૯૦ હલ જયંત વિમાનિ ગયો, વિહલ અપરાજિતમાં રહ્યો; હલ વિહલની એ કથાય, કોણિ રાય ફરી નવિ જાય.
... ૧૫૯૧ તામ વિશાલા લેવા જાય, ગઢ ભૂલેવા કરઈ ઉપાય; ગઢ લીધો નવિ જાય રાય, કોણી કટક તે ઉછું થાય.
• ૧૫૯૨ તવ કોણી ચિંતઈ મનિ ખરૂં, લીધા વિણ નવિ પાછો ફર; વરિ અગનિ કરવો પરવેશ, કે લેવો ચેડાનો દેશ.
•.. ૧૫૯૩ અગંધ કુલના જે છઈ અહી, બલિ અગનિ વિષ ન લઈ સહી; તિમ હું લીધા વિણ નવિ કર્, ચેડાનિ માર્કે મરું.
•.. ૧૫૯૪ ખિણ કેદ કોણી જવ થાય, ચમહેંદો તવ કરઈ રખ્યાય;
સુધર્મદેવ હુઉ હોસીઆર, ઋષભ કહઈ સુણયો નર સાર. ... ૧૫૯૫ અર્થ:- હે બાંધવ! આપણે રાજ્યના કાર્યો કરતાં બહુલ પાપકૃત્યો કર્યા છે, તેથી સ્વર્ગમાં નહીં જઈએ. આ રણસંગ્રામમાં દિવ્ય કુંડલ, દિવ્યહાર, દિવ્ય વસ્ત્ર માટે થઈને ઘણા મનુષ્યોનું મૃત્યુ થયું છે.” ... ૧૫૮૪
એક લોભ કષાય, બીજું માન કષાય, ત્રીજું ક્રોધ કષાય જેનાથી સુબુદ્ધિ ભાગી જાય છે. ધન, સમૃદ્ધિ-સંપત્તિ એ પૃથ્વીકાય (માટી) છે. આપણે પૃથ્વીકાય મેળવવા માટે પાપ કર્મ કરીને અહીં આવ્યા છીએ.
... ૧૫૮૫ રાજ્ય સમૃદ્ધિ આજ દિવસ સુધી કદી મૃતદેહ સાથે પરલોકમાં ગઈ નથી. સોનાની લંકા પણ લંકાપતિ રાવણની સાથે ગઈ નથી. નંદરાજાએ પાપ કર્મ કરી સુવર્ણનાં ડુંગરો રચી બહુ ઐશ્વર્ય મેળવ્યું પરંતુ મૃત્યુ સમયે તે સર્વ અહીંજ છોડી ખાલી હાથે પરલોકમાં ચાલ્યો ગયો.
... ૧૫૮૬ દુર્યોધને રાજ્યના લોભ માટે પાંડવો સાથે યુદ્ધ કર્યું, છતાં અંતે સર્વ સમૃદ્ધિ છોડીને ખાલી હાથે આ જગતમાંથી ચાલ્યો ગયો. હલ-વિહલકુમારે વિચાર્યું, “આપણે લડાઈ કરીને અંતે શું મેળવ્યું?”. ૧૫૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org