SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ કરશું.”દાસીએ વિવેક દર્શાવવા ચિત્ર લઈ એક સોનામહોર વણિક(અભયકુમાર)ને આપી... ૫૪૦ દાસીએ અભયકુમાર પાસે આવીને કહ્યું, “તમારા રાજા સાથે મારી રાજકુંવરી પરણવા ઈચ્છે છે. તમારાથી તેમનું મિલન થઈ શકશે કે નહીં?” ... ૫૪૧ તમે કોઈ યુક્તિ કરો જેથી બન્નેના વિવાહ થઈ શકે. (અભયકુમારને પૂર્વયોજીત વિચારણા અનુસાર થતાં મનમાં આનંદ થયો.) અભયકુમારે દાસીને કહ્યું, “તમે ચિંતા ન કરો. તમારી સખીના મનોરથ હું કોઈ પણ પ્રકારે પૂર્ણ કરીશ. ... ૫૪૨ અમુક દિવસે, અમુક વેળાએ રાજકુંવરીને રાજા મળશે. રાજાના મહેલથી રાજકુમારીના ઢોલિયા સુધી કારીગરો દ્વારા સુરંગ ખોદાવીશ. રાજા સુરંગ દ્વારા રાજકુમારીના શયનખંડ સુધી પહોંચશે.... ૫૪૩ આ રીતે તમારી સહિયરને લઈ રાજા સાથે નગરમાં આવજો. અભયકુમાર યુક્તિ સફળ કરવા પ્રપંચ કરતા રહ્યા. તેઓ પોતાના નગરમાં આવ્યા. મહામંત્રી અભયકુમાર બુદ્ધિનિધાન હતા. ...૫૪૪ રાજકુમારે પોતાના પિતાની પાસે જઈ સર્વ હકીકત કહી. તેમણે કહ્યું, “પિતાજી ! હું બધી કરામત કરીને અહીં આવ્યો છું. હવે તમે મને ઠપકો ન આપશો. હું જવાની બધી વ્યવસ્થા કરીને આવ્યો છું. તમે સુરંગ ખોદાવી રાજકુમારી પાસે પહોંચો.” .. ૫૪૫ કવિ કહે છે કે અભિલાષી વ્યક્તિ શું શું કરવા તૈયાર થાય? તે સ્ત્રીનું અયોગ્ય વચન પણ આજ્ઞાંકિત બની માન્ય કરે છે. ઈશ્વર(શંકર) પાર્વતી માટે નાચ્યા. રાવણે સીતાને મેળવવા યોગીપણું સ્વીકાર્યું. રામે પોતાની ભાર્યા સીતા માટે રાવણ સાથે યુદ્ધ કરી તેનો વધ કર્યો. .. પ૪૬ ચંડપ્રદ્યોતન રાજાએ મૃગાવતીને મેળવવા માટે નગરને ફરતો કોટ બનાવ્યો. ઈન્દ્ર મહારાજાએ ઈન્દ્રાણીને મેળવવાં મોટા બિલાડાનું રૂપ ધારણ કર્યું. ઋષિદત્તાને મેળવવા કનકકેતુ રાજાએ પોતાનો દેહ બાળ્યો. ... ૫૪૭ તેમ સુજ્યેષ્ઠાને મેળવવા મહારાજા શ્રેણિકે એક સુરંગ ખોદાવી.(આ સુરંગનું કાર્ય અત્યંત ગુપ્ત રીતે રીતે થયું. તેમણે પોતાના નગરથી સુચેષ્ઠાના મહેલ સુધી સુરંગ ખોદાવી.) કોઈ પણ રીતે સુરંગ વાટે રાજકુંવરીના મહેલ સુધી પહોંચવા રાજા તૈયાર થયા. સંઘવી સાંગણનાં પુત્ર કવિ ઋષભદાસ કહે છે કે, હવે પછીની કથા ધ્યાનથી સાંભળો. આ કથા સાંભળતાં ઊંઘ આવશે તો નસીબ(ભાગ્ય) જશે. ... ૫૪૮ દુહા : ૩૨ અક્ષર ઉપરિમન ધરી, સુણો ચતુર સુજાતા; શ્રેણિક રથિ બેસી કરી, ચાલ્યો કરિ ગ્રહી બાણ •.. ૫૪૯ (૧) સતી સીતા : ભરફેસરની કથા, પૃ. ૧૭૬ થી ૧૭૮ (૨) ઋષિદત્તા : હેમરથ રાજાની સુદશા રાણી હતી. તેમને કનકરથ નામનો રાજપુત્ર હતો. તેની સગાઈ રૂકિમણી નામની કન્યા સાથે થઈ. તેને પરણવા જતાં માર્ગમાં તાપસ યુગલથી જન્મેલી ઋષિદત્તાને તે પરણ્યો. રૂકિમણીએ પોતાના તરફ મન આકર્ષવા સુલસા નામની યોગિની દ્વારા ઋષિદત્તાને રાક્ષસી ઠરાવી. તેને નગરમાંથી બહાર કાઢી મૂકી. ત્યારપછી રાજકુમાર રૂકિમણીને પરણ્યો. રૂકિમણીએ પ્રથમ રાત્રિએ જ કુમારને પોતે કેવી રીતે પરણી તે વાત કહી. રાજકુમારને ક્રોધ આવ્યો. તેણે અગ્નિ પ્રવેશ કરવાની તૈયારી કરી. (ભરડેસરની કથા, પૃ. ૧૮૨ થી ૧૮૪.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy