________________
૧૧૦
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
૫૫૩ છે.
અર્થ - હે ચતુર! જ્ઞાનીજનો! તમે ભાગ્ય પર પૂર્ણ ભરોસો રાખી કથા સાંભળો. મહારાજા શ્રેણિક હાથમાં ધનુષ્ય બાણ લઈ રથમાં બેસી સુરંગ માર્ગે રાજકુમારી સુચેષ્ઠાને લેવા ચાલ્યા.
•.. ૫૪૯ ઢાળ-ર૬ ચેલણાનું અપહરણ
રાગઃ અશાવરી સિંધુ શ્રેણિક શણગ કરાવી સંચરઈ રે, ગયો વિશભાઈ ઈશ; સાથિં લીધા સુલસા કેરડા રે, બેટા જેહ બત્રીસ
... ૫૫૦ શ્રેણિક શણગ કરાવી સંચરઈ રે ... આંચલી વસમું મંદિર વિસહર વાડિલ્યું રે, રખવાલા ગજ સીહ; જો યમ બેસઈ તેહનિ બારણઈ રે, રત્ના મિલિ નીસ દીહ
.. ૫૫૧ છે. જાણ કરયું સુજેષ્ઠાનિ વલી રે, હરખી હઈડારિ માંહિ; વેગિં તેડી ચિલ્લણા બહિની રે, અલગાં ન રહઈ તે પ્રાંતિ
.. પ૫ર શ્રે. ચિલ્લણા આવી શ્રેણિક કિં રહી રે, સુજેષ્ઠા લઈ શિણગાર; તવ શ્રેણિકનો સેવક ઈમ કહઈ રે, કાં થયા રાય ગુમાર શત્રુ તણઈ ઘરિ બેસીચું રહ્યો રે, હોસઈ બંધન પાસ; કુમારી કન્યાનિ લેઈ સંચરો રે, પોહતી આપણી આસ .. ૫૫૪ શ્રે. રથિ બેસારી ચિલ્લણા સુંદરી રે, લેઈ ગયો શણગ મઝારી; ભૂષણ કંડીલ લેઈ આવતી રે, પુઠિ સુજેષ્ઠા રે નારિ
. ૫૫૫ શ્રે. નવિ દેખઈ નર નારી કોયનિ વલી રે, વલખી હુઈ તવ નારિ; જુથભ્રષ્ટ જિમ મૃગલી નૂરઈ એકલી રે, તિમ અબલા તેણઈ ઠારિ ... ૫૫૬ છે. રુદન કરતી પડતી લવતી પ્રેમદા રે, જાઈ ચિલણાનું નામ; મુઝ ઉવેખી બહિન તું મ્યું ગઈ રે, એ ન ઘટઈ તુઝ કામ .. ૫૫૭ છે. વલવંતી મુકી દવદંતી નલ ગયો રે, બીજો અમરકુમાર; મુઝનિ મુકી ચિલણા તું ગઈ રે, નહી તુઝ પ્રેમ લગાર ... ૫૫૮ છે. પ્રીતિ પ્રેમ મોહ મૂક્યો ક્ષિણમાં બહેનડી રે, ધિગ ધિગ કારિમો રે નેહ; મુઝ મુંકી નઈ ગઈ એકલી રે, ન જાણ્યો દેતી એમ છેહ ... ૫૫૯ છે. વલવલ કરતી દીઠી સખીઈ સુંદરી રે, હુઉં કોલાહલ ત્યાંહિ; વાત હતી તવ રાજસભા વચિં રે, બેઠો નરપતિ ત્યાંહિ
.. પ૬૦ છે. ક્રોધિ ધરી સુભટાદિક નિ તેડાવીઉં રે, બાંધો તુમ હથીઆર; વેગિં જઈનઈ વેરી નઈ હણો રે, ન કરઈ બીજીઅ વાર
... પ૬૧ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org