________________
૩૯૭
શતાનીકરાજાએ આશ્રમમાં રહેલા મહર્ષિઓના ચરણે નમસ્કાર કર્યા. તાપસ આશ્રમમાંથી તેમણે પોતાની પત્ની અને પુત્રને મેળવ્યા. રાજાએ તાપસોના વડેરા બ્રહ્મભૂતિ મહર્ષિને નમસ્કાર કર્યા તેમજ તેમની પાસેથી પાછા પોતાના સ્થાને જવાની અનુમતિ માંગી.
...૩૧૫ બ્રહ્મભૂતિ મુનિના આશીર્વાદ લઈ રાજાએ પોતાના નગર તરફ આવવા પ્રયાણ કર્યું. થોડા દિવસો પછી તેઓ નગરમાં પહોંચ્યા, ત્યારે નગરજનો તેમજ મંત્રી તેમને લેવા માટે સામે આવ્યા. ...૩૧૬
મહારાજા શતાનીકે (પુત્ર અને પત્નીના મિલનની ખુશીમાં) નગરીમાં આવી જેલમાં પૂરેલા સર્વ કેદીઓને મુક્ત કર્યા. ગરીબોને અનાજ, વસ્ત્રાદિ ઘણાં પ્રકારનાં દાન આપી સંતુષ્ટ કર્યા. નગરમાં જિનપૂજા અને ગીતોનું આયોજન થયું.
નગરમાં એ દિવસે અમારી પ્રવર્તન થયું. નગરજનોએ પોતાના દ્વારે સુશોભિત તાલિયા તોરણ (વિશિષ્ટ પ્રકારના ફૂલ, પાંદડા સાથે કસબીદાર, જરિયાન કાપડના ટુકડા કે વરખ વપરાયા હોય તેવાં તોરણ) બાંધ્યા. તેઓ ઉદાયનકુમારના દેવતુલ્ય સૌંદર્યને એકીટશે જોઈ રહ્યા. (બધાના મુખમાંથી ઉગારો નીકળ્યાં કે) અપૂર્વ સૌદર્ય!બહુ અલ્પ લોકોને મળે છે.
...૩૧૮ દુહા : ૧૭ ઉદયન રુપ સુરથી ઘણો, દેખીહરખઈ રાય; એક દીન બઈઠો નરપતિ, પૂરી રાજસભાય
.. ૩૧૯ અર્થ:- ઉદાયનકુમાર દેવલોકના દેવથી પણ વધુ સોંદર્યવાન હતા. શતાનીકરાજા પોતાના પુત્રને જોઈ ખૂબ હરખતા હતા. એક દિવસ તેઓ રાજસભા ભરીને બેઠા હતા.
ચોપાઈ ૬ સંગીત વિશારદ ઉદાયનકુમાર - 'વરદત્ત ચિત્રકારની કથા
સભા સોય પૂરી નૃપ જિસે, વિણાવાદી આવ્યો તિસે; મધૂર ગીત કરિ વીણા વાય, તેણઈ નાદે રીઝઈ નર રાય કહઈ મુઝસ્યુ લ્યો કો સંવાદ, ઘણા પુરુષ ઉતારયા નાદ; તવ ઉદયન તિહાં ખમ્યો ન જાય, ઘોષવતી વાંઈ વણાય તિણે નાદે ડોલે સુર રાય, વાદી સોય નમાવ્યો પાય; ભાખી વીણા તણી કથાય, જિર્ણો વન હૂતા સૂતાને માય મુંકાવ્યો મારતો સાપ, ટલી નાગ થયો સુર આપ; મુઝને લઈ પાતાલેં ગયો, દેઈ વીણા પાછો મુંકીયો વિણાં નાદિ ન જિતઈ કોય, સુણી વાત ખુસી રાજા હોય; યુવરાજ શુભ મુરતિ કીધ, કલા કુંવરની હોય પ્રસિદ્ધ
•.. ૩૨૪
(૧) વરદત્ત ચિત્રકારની કથાઃ શ્રી ગુણચંદ ગણિકત “શ્રી મહાવીર ચરિત્ર' - અષ્ટમ પ્રસ્તાવ. પૃ. ૩૯૯.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org