SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૯ કૂવાનું પાણી પીવું અત્યંત દુર્લભ છે પરંતુ સરોવરનું પાણી સુલભ હોવાથી સર્વજનો સહેલાઈથી પયપાન કરી શકે છે, તેવી જ રીતે ગૂઢ રહસ્યોને સરળ બનાવી રચેલી રાસકૃતિ સામાન્ય જનો પણ સરળતાથી સમજી શકે છે. કવિ ઋષભદાસ કહે છે કે, જે એકાગ્રતાપૂર્વક રાસ શ્રવણ કરશે તે સુખી થશે. ... ૧૮૧૫ દુહા : ૯૬ રાસ રચ્યો રંગિં કરી, નામિકવિજન સી; હું બાલિક છું તુમ તણો, તુમથી લહું જગીસ. .. ૧૮૧૬ અર્થ - કવિ કહે છે કે, મેં આ રાસકૃતિની રચના હૈયાના ઊમળકાપૂર્વક કરી છે. હું સર્વ વિદ્વાન કવિજનોને મસ્તક નમાવી પ્રણામ કરું છું. હે સરરવતી પુત્રો! આપની સમક્ષ હું એક બાળ કવિ છું. હું તમારા (આશીર્વાદ)થી જગતમાં પ્રેરણા મેળવીશ. ... ૧૮૧૬ ઢાળ ઃ ૮૧ અંતિમ મંગલાચરણ - ગુરુસ્મરણ ચંદન ભરી રે તલાવડી એ દેશી. રાગ ઃ મેવાડુ તુમ નામિં સુખ પામીઈ રે, ગુર્નામિં ગુણ હોય સોભાગી; શ્રી વિજયાણંદનિ નમું રે, તપગછ નાયક સોય સોભાગી. ... ૧૮૧૭ કરિ કરિ સેવા ગુરૂ તણી રે... આંચલી તપ નેજિં કરી દીપતો રે, વેરાગી લઘુ વેશ સોભાગી; ભવિજન લોકનિં તારવા રે, વિચરઈ દેશ વિદેશ સોભાગી. મહા ભાગય નર એહ– રે, સહુ કો નમ્યો પાય સો. 28ષભિં રાસ રચ્યો સહી રે, શ્રી ગુરૂચરણ પસાય સો. ... ૧૮૧૯ ક. ૦ અર્થ:- હું તમારા નામ સ્મરણથી સુખ પામીશ. ગુરુનાં નામ સ્મરણથી ગુણાતીત અવસ્થા પ્રાપ્ત થાય છે. તેથી હું વિજયાનંદ ગુરુને પ્રણામ કરું છું. તેઓ તપગચ્છના નાયક છે. ... ૧૮૧૭ તેઓ તપસ્વી અણગાર હોવાથી તપના તેજ વડે ઓપે છે. તેમને નાનપણમાં જ વૈરાગ્ય ઉત્પન થયો હોવાથી તેઓ શ્રમણ બન્યા છે. તેમણે ભવ્યજનોને સંસારરૂપી સમુદ્રમાંથી તારવા (અને જૈન ધર્મની પ્રભાવના કરવા) દેશવિદેશમાં વિચરણ કર્યું છે. ... ૧૮૧૮ તેઓ મહાભાગ્યવંત છે. (તેમનો આદેયનામ કર્મનો ઉદય છે.) નાના મોટા સૌ કોઈ તેમના ચરણે નમસ્કાર કરે છે. કવિ ઋષભદાસે આવા (ગુણિયલ) ગુરુના ચરણરજની કૃપા (ગુરુકૃપા) મેળવી આ શ્રેણિક રાસકૃતિની રચના કરી છે. ... ૧૮૧૯ દુહા : ૯૭ ગુરૂ નામિંજસ પામીઉં, બ્રહ્માણી આધાર; શ્રી નવકાર મહિમા થકી, વરત્યો જય જય કાર. ... ૧૮૨૦ અર્થ - કવિ કહે છે, આવા ઉત્તમ ગુરુનું શરણ સ્વીકારવાથી હું પણ યશ, કીર્તિ પામ્યો છું. માતા ••. ૧૮૧૮ ક. ૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy