SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' સરસ્વતીની મારા ઉપર મહેર છે. શ્રી નવકાર મહામંત્રના અચિંત્ય પ્રભાવથી સર્વત્ર જયજયકાર વર્તાય છે. (કવિએ અહીં ગુરુ, સરસ્વતી દેવી અને પંચપરમેષ્ઠીનું સ્મરણ કરી અંતિમ મંગલાચરણ કર્યું છે.)... ૧૮૨૦ ઢાળ : ૮૨ ખંભાત નગરીનું વર્ણન હીંચરે હીંચરે એ દેશી. રાગ : ધન્યાસી કાંમ સીધાં સહી કમ સીધાં સહી, શ્રીઅ શ્રેણિક નૃપ રાસ કીધો; એહ નંબવતી મંહિ ગાયો સહી, નગર સઘલાં માંહિ જે પ્રસીધો. ... ૧૮૨૧ કામ સીધાં....આંચલી. તપન તરપોલીઉં, કોટ બિરજિં ભર્યો; સાયર વાહણ બહુ લહરિ આવઈ, વસત વિવહારીઆ કનક કોડિ ભરયા; ઉઠિ પરભાતિ જિન મંદિરિ જાવઈ, શ્રી દેવ ગુરૂ તણા ગુણ હી ગાવઈ.... ૧૮રર કાંઇ પ્રવર પ્રસાદ પંચ્યાસીએ પ્રણમીઈ, જિંહા પોસાલ બઈતાલીસ દસઈ; ગોચરી સુગમ તે સાધુનિ અહીં કણિ, અહીમાં રહેતાં મુનિ મન જ હીંસઈ, તેહ જાણો તુમ્યો વિસાજ વસઈ. ... ૧૮૨૩ કાંઇ પૌષધ પ્રાસાદ વ્યાપાર પાસિં સહી, શાક પાસઈ લીઈ સ્વાદ રસી; ઋષભ કહઈ તેહ જગમાંહિ ધન્ય સહી, જેહ ત્રંબાવતીમાંહિ વસી, શાસ્ત્ર સુણવા નર જેહ રસીયાં. ... ૧૮૨૪ કાંટ અર્થ :- (કવિ રાસ પૂર્ણાહુતિના પ્રસંગે પ્રમોદિત બન્યા છે.) મારું આ રાસ કવનનું કાર્ય સિદ્ધ થયું. મેં શ્રી શ્રેણિક રાસ રચ્યો છે. આ રાસ કવનનું કાર્ય ત્રંબાવટી નગરીમાં થયું છે. (ગુજરાત રાજ્યના) સર્વ નગરોમાં ખંભાતનગરી ધનાઢય હોવાથી વિખ્યાત છે. ... ૧૮૨૧ ખંભાત નગરીને ફરતો કિલ્લો છે. આ કિલ્લાના દ્વાર ઉપર નૈસર્ગિક (સૂર્ય, ચંદ્ર અને વૃક્ષ) ચિત્રો છે. તેના દ્વાર મજબૂત છે. ખંભાત બંદરે સાગરમાં ઘણાં વહાણો ઉતરે છે. સાગરમાં મોજાંઓ ઉછળે છે. અહીં શ્રીમંત વેપારીઓ પાસે ક્રોડો સોનામહોરો છે. ખંભાતવાસીઓ નિત્ય પરોઢિયે વહેલાં ઉઠી જિનમંદિરે જઈ દેવ અને ગુરુનાં ગુણકીર્તન કરે છે. ખંભાત નગરીમાં ૮૫ જેટલાં શ્રેષ્ઠ જિનમંદિરો છે. લોકો (પ્રભાતે ઉઠી) ત્યાં જઈ પ્રભુને નમસ્કાર કરે છે. અહીં બેતાલીસ જેટલી પૌષધશાળાઓ છે. મુનિ ભગવંતોને અહીં સુગમતાથી ગોચરી પ્રાપ્ત થાય છે. અહીં રહેતાં તેઓ મનમાં હર્ષ અનુભવે છે; એવું તમે નિશ્ચિતપણે જાણો. ...૧૮૩૩ ખંભાતમાં પૌષધશાળા, જિનમંદિર અને વ્યાપારીઓની પેઢીઓ નજીક છે. તેઓ પાસેથી જ શુદ્ધ અને તાજી શાકભાજી લઈ લે છે. ખંભાતવાસીઓ સ્વાદરસિક છે. કવિ ઋષભદાસ કહે છે કે, (આ નગરીમાં ધર્મ, અર્થ, કર્મ અને મોક્ષમાં પુરુષાર્થ કરી શકે તેવી સુલભતા છે. જેઓ ખંભાતમાં રહે છે, તેઓ જગતમાં ધન્યતા અનુભવે છે. ખંભાતવાસીઓ સિદ્ધાંતોની વાતો સાંભળવાના રસિક છે. •.. ૧૮૨૪ • ૧૮૨૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy