________________
૨૫૫
સુણી વચન કોણી હરખીલ, નેહ ધરી સ્વામી નીરખીઉં;
પૂજી પાયનિ પાછો ફરઈ, ઋષભરાય કોણિ હવઈ કરઈ. •.. ૧૩૯૪ અર્થ - ભગવાન મહાવીર સ્વામીએ સ્પષ્ટતા કરતાં કહ્યું, “રાજન! તમે પૂર્વ ભવની કથા સાંભળો. (એકબીજાના પ્રેમના કે વેરના સંબંધો ભવાંતરમાં સાથે આવે છે તેથી શુભાશુભ કર્મોનું ફળ અવશ્ય ભોગવવું પડે છે.) વસંતપુર નામના નગરમાં (જીતશત્રુ રાજા પુત્ર) સુમંગલ નામના રાજા રાજ્ય કરતા હતા. ત્યાં સેનક નામના એક તપસ્વી મહાત્મા પધાર્યા. તેમણે માસક્ષમણ(ઉષ્ટિકાવત)ના પ્રત્યાખ્યાન કર્યા હતા. (તેમને પારણાના દિવસે એક જ ઘરેથી ભિક્ષા વહોરવાનો નિયમ હતો.)
... ૧૩૮૧ (તપસ્વી મહાત્માના તપના પ્રભાવથી) મહારાજા સુમંગલે(મહારાજા શ્રેણિકનો પૂર્વભવ) તપસ્વી મુનિને પોતાને ત્યાં વહોરવા આવવાનું આમંત્રણ આપ્યું. (પારણાના દિવસે મહાત્મા રાજમહેલમાં ગોચરી વહોરવા આવ્યા.) મહારાજા રાજ્યના કાર્યોમાં પારણાની વાત ભૂલી ગયા. મહાત્માએ પાછા જઈ બીજા માસક્ષમણના પ્રત્યાખ્યાન કર્યા. મહાત્માએ વિચાર્યું, “સારું થયું મારું તપ વધ્યું.' ... ૧૩૮ર
મહારાજા સુમંગલને તપસ્વીના પારણાની વાત જ્યારે યાદ આવી ત્યારે તેમણે મહાત્માને બોલાવ્યા. મહાત્માએ કહ્યું, “રાજન્! બીજા માસક્ષમણના ઉપવાસના પ્રત્યાખ્યાન કરી લીધા છે. હવે એક માસ પછી મારા પારણાની અભિલાષા રાખજો.”
... ૧૩૮૩ મહારાજા સુમંગલે બીજી વાર માસક્ષમણ પુરું થવાનું હતું ત્યારે તપસ્વી મુનિને પારણાનો લાભ આપવાની ભાવપૂર્વક વિનંતી કરી. (રાજાના ઘરે પુત્ર જન્મનો મહોત્સવ ઉજવવામાં બધા રોકાયેલા હોવાથી મહાત્મા ઘરે આવી જ્યારે ચાલ્યા ગયા તેનો ખ્યાલ જ ન રહ્યો.) મહારાજા સુમંગલે આ વખતે પણ મહાત્માના પારણાની કોઈ સંભાળ ન રાખી. મહાત્મા રાજમહેલમાં આવીને પાછા જતા રહ્યા. તેમણે તરત જ ત્રીજા માસક્ષમણના પ્રત્યાખ્યાન કર્યા.
... ૧૩૮૪ કવિ કહે છે કે, આંખ, કાન, નાક અને શરીરને જીતનાર વીર કહેવાય છે પરંતુ જે જીભને જીતે છે તે જગતમાં મહાવીર કહેવાય છે.
(રાજાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમને પોતાની ભૂલ માટે ખૂબ અફસોસ થયો. તેમણે પારણા માટે મહાત્માને લળી લળી વિનંતી કરી. (‘હવે ફરીથી આવી ભૂલ નહીં કરું એમ માફી માંગતાં કહ્યું, મહાત્માનો ખૂબ વિનય કરી મહારાજા પાછા ફર્યા. (મહાત્માએ વિશાળ મન રાખી રાજાની વિનંતી સ્વીકારી.) ત્રીજા માસક્ષમણના પારણાના દિવસે રાજ્યનું કોઈ કાર્ય આવી પડતાં (અથવા પૂર્વની જેમ રાજાનું શરીર વ્યાધિગ્રસ્ત થતાં) મહાત્માના પારણાની યાદ જ ન રહી.
.. ૧૩૮૬ મહારાજા સુમંગલને ભોજનકાળ પસાર થઈ ગયા પછી તારવી મહાત્માની યાદ આવી. મહારાજાએ તરત જ તપસ્વી મહાત્માને ભોજન માટે બોલાવ્યા. મહાત્મા રાજમહેલમાં આવ્યા. (રાજાના સેવકોએ વિચાર્યું કે, “આ તપસ્વી જ્યારે આવે છે ત્યારે રાજાનું અહીત થાય છે.” સેવકોએ એ તપસ્વીને બહાર કાઢયા.) મહાત્માએ ક્રોધિત બની કહ્યું, “હે પાપી! (તું મારી સાથે છેતરપિંડી કરે છે.) તારા
૧૩૮૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org