SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ અવતારને ધિક્કાર છે ! ... ૧૩૮૭ તું ક્ષત્રિય નથી પરંતુ અંત્યજ જેવો છે. તેં શ્રમણ સાથે કપટ વિદ્યા આદરી છે.’’ મહાત્માએ ક્રોધના આવેશમાં નિયાણું કરતાં કહ્યું, ‘જો મારા તપનું બળ હોત તો આવતા ભવમાં હું તને (પીડનારો, મારનારો) દુઃખ આપનારો બનું.’ (મહાત્માએ ઉત્કૃષ્ટ તપરૂપી કેસરને નિયાણારૂપી ગારામાં મેળવી જીવન નષ્ટ કર્યું. તપસ્વી મૃત્યુ પામી અલ્ય ઋદ્ધિવાળા વાણવ્યંતર દેવ થયા) ... ૧૩૮૮ શીતળ પાણી અગ્નિના તાપના સંગથી ઉષ્ણ બને છે. ઠંડા શરીરને તેલની માલિશના સંગથી ગરમાવો મળે છે તેવી જ રીતે ક્રોધની ગરમીના સંગથી તાપસ ધૂવાં ફૂવાં થયા. તેમણે નિયાણું કર્યું. તેઓ ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કર્યા છતાં ક્રોધ કષાયથી પડિવાઈ થયા. ૧૩૮૯ મહાત્માના મનના પરિણામ ક્રૂર અને અતિ નિર્દયી બન્યા. ભયંકર કોટિનો ક્રોધ કરી તેઓ સ્વયં અત્યંત દુઃખ પામ્યા. તેમણે ક્રોધના ભાવાવેશમાં રૌદ્રધ્યાનપૂર્વક માસક્ષમણ કર્યું. તેમણે કષાયોની તીવ્રતાથી પોતાના હાથે જ નરકગતિ મેળવી. ... ૧૩૯૦ `ચિત્ર અને સંભૂતિ મુનિઓ હતા. તેમાંથી સંભૂતિ મુનિએ ક્રોધના આવેશમાં આવી નગરજનો ઉપર તેજોલેશ્યા છોડી બાળી નાખ્યા. સુકોશલ મુનિ નિયાણું કરી તિર્યંચગતિમાં વાઘ બન્યા. માસક્ષમણનાં તપસ્વી મહાત્માએ મહારાજા સુમંગલ પ્રત્યે તીવ્ર વૈરભાવ રાખી નિયાણું કરી પોતાના તપને વેચી નાખ્યું.... ૧૩૯૧ કાળક્રમે સેનક તપસ્વી અને સુમંગલ રાજાનું મૃત્યુ થયું. (રાજા પણ તાપસ બની દેવ થયા)બંને મરીને દેવ બન્યા. ત્યાંથી ચ્યવી સુમંગલ રાજાનો આત્મા તે મહારાજા શ્રેણિક (પ્રસેનજિત રાજા અને કમળાવતીરાણીનો પુત્ર)થયો અને સેનક તપસ્વીનો આત્મા કોણિકરાજા થયો. (બંને પિતા અને પુત્ર તરીકે જન્મ્યા.) ... ૧૩૯૨ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ પૂર્વ ભવના દ્વેષના પ્રભાવથી પુત્ર કોણિકે પોતાના પિતાને દુઃખ આપ્યું. પૂર્વ ભવમાં સુમંગલ રાજાને મનમાં તપસ્વી પ્રત્યે ખૂબ સ્નેહ હતો તેથી આ જન્મમાં મહારાજા શ્રેણિકને પુત્ર કોણિક પ્રત્યે ખૂબ સ્નેહ હતો. હે કોણિક ! તમે વૈરનો ત્યાગ કરી પિતાને સુખ આપવા છોડાવવા ગયા પરંતુ લેણા વિના તે સુખ શી રીતે મળે ?’’ ... ૧૩૯૩ કોણિકરાજાએ ભગવાન મહાવીર સ્વામીના મુખેથી પોતાનો પૂર્વભવ સાંભળ્યો. પરમાત્માના વચનો સાંભળી કોણિકરાજા તેમને સ્નેહ નીતરતી આંખે જોવા લાગ્યા. તેઓ પ્રભુના ચરણોમાં વંદન, પૂજન કરી નગરમાં પાછા ફર્યા. કવિ ઋષભદાસ કહે છે કે હવે કોણિકરાજા સુખપૂર્વક રાજ્ય કરે છે.... ૧૩૯૪ દુહા ઃ ૭૧ રાજ કરઈ કોણી તહી, શ્રેણિક લહઈ પરલોક; અંતેવર ઝાંખું થયું, સબલ ધરઈ નિ શોક. (૧) ચિત્ર અને સંભૂતિ મુનિ : ત્રિ.શ.પુ.ચ. પર્વ-૯, સર્ગ-૧, પૃ. ૪૨૨ થી ૪૨૫. (૨) સુકોશલ મુનિ : ભરહેસરની કથાઓ, પૃ. ૪૩,૪૪. Jain Education International For Personal & Private Use Only ... ૧૩૯૫ www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy