________________
૩૪૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ'
મૃગાવતી નીજ પતિને વાલી, મિયા વિના ઈશન સકે ચાલી; તિમ શ્રેણિક સુનંદા સાથે, તન મન સુંઠું નારી હાથઈ અનુક્રમેં હોઈ આધાનો, નારિ સુનંદા વાળો વાનો; ત્રીજઈ માસ દોહલો તે ધરઈ, નિજ મનમાંહિ ચિંતા કરતી ધરી લાજ ન કહેવાય જ્યારઈ, નારી દુબલી હુઈ ત્યારઈ; નાઢઈ ફેફરી પીલી અંગઈ, રુપ ગયું હુઈ કાલઈ રંગઈ એક દીન ભૂપઈ દીઠી નારી, કવણ દૂખિ હુઈ એમ બીચારી; આખડતી પડતી હડતી, ઘણો સાસ મોંઢઈ નાખતી મરવા સરખી દીઠી જામો, મન ઉચાટ થયા નૃપતામો; સાસુનંઈ પૂછે ભૂપાલો, કાં દીસંઈ એવી વકરાલો પૂછે કુમરી કહે સુણી માતો, એ દોહોલાની મોટી વાતો; સિબકાંઈ બેંઠી નૃપ ઘેહો, મુઝ સાથઈ આવે વલી તેતો બેનાત્રટિ વરતે જ અમારો, ગજ ખંધેિ ચઢી જાઉં જિનબારો; એહજ ડોહલો ઉપનો મુઝો, ભાખું વાત એ મનની તુમ્યો સાસૂઈ શ્રેણિકને જઈ જણાવ્યું, શ્રેણિકનઈ મનિ દૂખ બહુ આવ્યું; વિષમો ડોહલો પુરસ્યું કેમો, શ્રેણિકરાજા ચિંતઈ એમો સેઠિ બનાવાનઈ કહઈ રા, આલસ તજો તમ્યો એણઈ ઠાયે; તુમ પુત્રીનો ડોહલો જેહો, પુરયો જોઈયે નીર્ભે તેવો સસરો કહઈઉં સુણિ નર રાય, એ ડોહલાનો એક ઉપાય; સાગણ સૂત કહઈ બોલ્યો સેડ્યો, પુત્રી ડોહલો પૂરઈ નેઠો
...૧૯ અર્થ:- જેમનો હું રાસ ગાઉં છું તે રાસનાયક અભયકુમાર જંબુદ્વીપમાં વસવાટ કરતા હતા. આ જંબુદ્વીપમાં દક્ષિણ દિશામાં સુંદર ભરતક્ષેત્ર છે. આ ભરતક્ષેત્રમાં બત્રીસ હજાર દેશો છે.
...૪ તેમાં સાડા પચ્ચીસ આર્ય દેશો છે. આ આર્ય દેશોમાં મગધ નામનો એક દેશ કહ્યો છે. આ મગધ દેશમાં રાજગૃહી નગરી વસેલી છે. આ રાજગૃહી નગરી અત્યંત વૈભવશાળી હોવાથી જાણે અમરાપુરી (વર્ગલોક) નો ઉપહાસ કરે છે.
રાજગૃહી નગરીના સ્વામી મહાપ્રતાપી મહારાજા શ્રેણિક હતા. તેઓ શાશ્વત ક્ષાયિક સમકિતના ધણી હતા. તેમના દેવો પણ ગુણકીર્તન કરતા હતા. તેમના પિતાનું નામ મહારાજા પ્રસેનિજત હતું. ...૬
પ્રસેનજિત રાજાએ અનેક વાર પોતાના પુત્ર શ્રેણિક કુમારનું અપમાન કર્યું. અપમાનિત થયેલ પુત્ર નારાજ થઈ પિતાનું રાજ્ય છોડી બેનાતટ નગરે પહોંચ્યા. બેનાતટ નગરમાં ધનાવાહ શ્રેષ્ઠીને ત્યાં રહ્યા. તેમની પુત્રી સુનંદા સાથે વિવાહ કર્યા.
•..૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org