________________
શ્રેણિકરાજા શુદ્ધ સમકિતધારી હતા. તેમની હવેલીમાં સુનંદા નામની ચતુર અને સ્વરૂપવાન સ્ત્રી હતી. સુનંદારાણીના અનુપમ સૌંદર્ય પાસે દેવલોકની સુંદરી રંભા પણ પોતાના રૂપને તુચ્છ ગણતી હતી. તેઓ સતી સીતા સમાન શીલવાન હતા.
....
રધુકુળના રાજા રામને પોતાની ભર્યા સીતા અત્યંત પ્રિય હતી, દ્વારકાધિશ કૃષ્ણને પોતાની સખી રાધા પ્રત્યે અપાર સ્નેહ હતો, મણિરથરાજાને પોતાની રાણી મયણરેહા પ્રત્યે અત્યંત પ્રીતિ હતી તેમ શ્રેણિક રાજાને પોતાની ચતુર પત્ની સુનંદા પ્રત્યે અત્યંત અનુરાગ હતો.
...૯
શતાનીક૨ાજાને મૃગાવતીરાણી પ્રિય હતી, શંકર ભગવાનને પાર્વતી પ્રત્યે પ્રીતિ હોવાથી તેમના વિના એક પગલું પણ ભરતા નહીં, તેમ શ્રેણિક કુમારને સુનંદા પ્રત્યે સ્નેહ હોવાથી પોતાનાં તન અને મન તેમને સોંપી દીધાં હતાં .
...૧૦
૩૪૭
દેવો જોવાં દિવ્ય સુખો ભોગવતાં અનુક્રમે સુનંદારાણીને ગર્ભ રહ્યો. સુનંદારાણીના દેહનો વર્ણ વધુ ખીલી ઉઠયો. તેમને ગર્ભના પ્રભાવથી ત્રીજા મહિને દોહદ ઉત્પન્ન થયો. આ દોહદ વિચિત્ર હોવાથી રાણી (કોઈને કહી ન શકવાથી) મનમાં ચિંતીત થયા .
...૧૧
સુનંદારાણી જ્યારે શરમથી કોઈને દોહદ વિશે કહી ન શક્યા ત્યારે તેમનો દેહ અભિલાષા પૂર્ણ ન થવાથી દુર્બળ બન્યો. તેમનું મુખ અને દેહ નિસ્તેજ થવાથી સૌંદર્ય નષ્ટ થયું. દેહનો વર્ણ શ્યામ બન્યો ....૧૨
એક દિવસ શ્રેણિકરાજાએ પોતાની પત્ની સુનંદારાણીને અસ્વસ્થ દશામાં જોઈ તેમની દયનીય હાલત જોઈ. રાજાએ વિચાર્યું, ‘રાણીને શું દુઃખ હશે ? તે આવી દુ:ખી કેમ જણાય છે ? તે અથડાતી, પડતી આમતેમ ફરતી, ઊંડો નિઃશ્વાસ શા માટે નાખે છે ?’
...૧૩
સુનંદારાણીને મૃત પ્રાયઃ સમાન જોઈને શ્રેણિકરાજાના મનમાં ચિંતા ઉત્પન્ન થઈ. તેમણે સાસુજીને બોલાવીને કહ્યું, ‘‘તમારી પુત્રીને શું થયું છે. તે રૂપવિહેણી અને વિકરાળ કેમ દેખાય છે ?’’
...૧૪
(માતાએ પુત્રીને તેના સ્વાસ્થ અંગે પ્રશ્ન પૂછયો ત્યારે) સુનંદારાણીએ કહ્યું, ‘“માતા ! મને અસાધ્ય દોહદ ઉત્પન્ન થયો છે. તે દોહદ ધણો દુર્લભ છે. હું રાજ રાણીની જેમ હાથીની અંબાડી પર શિબિકામાં બેસું, મારી સાથે રાજકુમારી પણ બેસે તેમજ રાજા પણ ત્યાં આવે.
...૧૫
તે સમયે બેનાતટ નગરમાં અમારિ પ્રવર્તન થાય. હું હાથીની અંબાડી ઉપર બેસી જિનદેવના દર્શન કરવા જાઉં. હે માતા ! મારા મનમાં આવો વિચિત્ર દોહદ ઉદ્ભવ્યો છે જે મેં તમને કહ્યો.'' ...૧૬
સુનંદાની માતા તરત જ પોતાના જમાઈ શ્રેણિક૨ાજા પાસે આવ્યા. તેમણે પુત્રીનો દોહદ જણાવ્યો. શ્રેણિકરાજા આવો વિચિત્ર મનોરથ સાંભળી ચિંતાતુર થયા. ‘આ વિષમ દોહદ શી રીતે પૂર્ણ કરવો ?’ તેનો વિચાર કરવા લાગ્યા .
...૧૭
શ્રેણિકરાજાએ અંતે શેઠને વાત કરી. તેમણે કહ્યું, ‘“શેઠજી ! તમે આ સ્થાને દોહદ પૂર્ણ કરવા પ્રમાદ ત્યજી તૈયાર થાવ. તમારી પુત્રીનો દોહદ નિશ્ચયથી પૂર્ણ થવો જ જોઈએ.’’
...૧૮
શેઠે (સસરા)કહ્યું, ‘‘હે જમાઈરાજ ! તમે સાંભળો. આ દોહદ પૂર્ણ કરવાનો એકજ ઉપાય છે.’'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org