________________
૩૪૫
શ્રી અભયકુમાર રોસ
દુહા : ૧ મંગલાચરણ વદ કમલ ચંદન જસી, મહી મોતી ધૃત ખીર; વાણી દ્યો વાગેશ્વરી, ઉજલ ગંગા નીર હંસગામિની બ્રહ્મસુતા, બ્રહ્મવાદિની નામ; બ્રહ્માણી બ્રહ્મચારિણી, ત્રિપુરા કરજે કામ દેવી કુમારી સારદા, વદને પૂરે વાસ; નીજ સુખ કારણિ જોડણ્યું, અભયકુમારનો રાસ
... ૩ અર્થ :- સરસ્વતી માતાનું વદન કમળ જેવું શ્વેત અને ચંદન જેવું શીતળ છે. તેઓ દહીં, મોકિતક, ધૃત (ઘી) અને ખીર સમાન ઉજજવળ છે. તે વાણીની સ્વામિની ! મને ગંગાના નીર સમાન ઉત્તમ નિર્મળ અને પવિત્ર વચનો આપો.
હંસ જેનું વાહન છે તેવી હંસ ગામિની માતા, બ્રહ્મનું જ્ઞાન કરાવનારી બ્રહ્મા પુત્રી, ગાયત્રી, બાલ મનોહર રૂપવાળી હે ત્રિપુરા દેવી! મારું રાસ કવનનું કાર્ય (નિર્વિઘ્નપણે) પૂર્ણ કરજો. ...૨
હે બ્રહ્મચારી શારદા દેવી ! મારા મુખમાં વસવાટ કરજો. (જેથી રાસ કવનમાં સુંદર શબ્દોનું આયોજન કરી શકું) હું મારા આત્મકલ્યાણ માટે અભયકુમાર રાસનું કવન કરું છું.
•••૩ ઢાળ : ૧ રાસનાયકનો પરિચય
શ્રી સેગુંજો તીરથ સાર એ દેશી. રાગ દેશાખ. અભયકુમારનો ગાઉં રાસો, જેહનો જંબુદ્વીપમાં વાસો; ભરત ખેત્ર વર્સે જિહાં સારો, તેહમાં દેશ બત્રીસ હજારો આરય દેશ સાઢા પંચવીસ્ય, મગધ દેશ તેહ માંહિ કહેસ્યો; નગરી રાજગૃહી તિહાં વસંતી, અમરપુરીનિ હાશ કરંતી નગરી નાયક શ્રેણિક રાયો, ખાયક સમીકીત જસ સદાયો; જેહના ગુણ ઈદ્રાદિક ગાયો, પ્રસેનજિત છે તાસ પીતાયો તેણે દૂહૂવ્યો શ્રેણિક એક વારો, બેનાત્રટિ તવ પોહોતો કુમારો; સેઠિ બનાવો તિહાં વીવહારી, પરણ્યો તેહની પુત્રી સારી એહવો શ્રેણિક સમકિતધારી, તેહને ઘરિ સુનંદાનારી; દેખી રૂપ રંભા ગઈ હારી, સીલ ગુણિ સીતા અવતારી શ્રેણિક ધરતો સબલો નેહો, જિમ રાધવનઈ સીત સનેહો; જીમ હરી રાધા કેરો પ્રેમો, મણીરથને મણીરેહા જેમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org