________________
३४४
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
ઉદાયનરાજા રાજસભામાં બેઠા હતા ત્યારે તેમને એક કુનિમિત્ત થયું.
નૃપ આગલિ છે દીવી જેહ, એકા એક ઉલાહી તેહ.'
અહીં કવિએ પક્ષીઓના કેકારવ, દીવાના બુઝાઈ જવાને તથા પૃથ્વીના કંપનને અપશુકન માન્યા છે. જ્યારે મૃગલાઓનું ટોળું, ભૈરવનાથનું મંદિર, કુંવારી કન્યા, નાગરવેલનાં પાન, કુમકુમ ઈત્યાદિને શુભ શુકન માન્યા છે. કવિ જ્યોતિષ શાસ્ત્રના જાણકાર હતા એવું આ રાસ ઉપરથી જણાય છે.
વર્ણનશક્તિ કવિની વર્ણનશક્તિ અતિશયોક્તિ વિનાની સરળ ભાષામાં છે. જૈન ધર્મની સાચી શ્રાવિકાનું સ્વરૂપ (ચો.૩ અને ઢા.૭), વિધવાની વેશભૂષા (દુ.૭), સુપાત્રદાનની મહત્તા (દુ.૯), માયાવી મનુષ્યોની પ્રકૃતિ (દુ.૧૦), પુણ્યનો પ્રભાવ (ઢા.૧૩), માતૃભક્તિ (દુ.રર), ચાર પ્રકારની બુદ્ધિ (દુ.૩૭), ચંડપ્રદ્યોતનરાજાની કામાંધતા (ચો.૧૪) ઈત્યાદિ પ્રસંગો કવિ કલમે સુંદર રીતે ઉપસ્યાં છે.
ઉદાયન ચરિત્ર (ઢા.૯ થી ૨૪) તેની અંતગર્ત મૃગાવતી રાણીનું વિસ્તારથી વર્ણન છે. નિપુણ ચિત્રકારની કથા, સુરપ્રિય યક્ષની કથા, રાગ-રાગિણીના ભેદ-પ્રભેદ (દુ.૨૪,૨૬, ઢા.૧૯).આ કથામાં અવાંતર કથાઓ ઉમેરી કવિએ રાસકૃતિને રસપ્રદ બનાવવાનો પૂર્ણ પ્રયાસ કર્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org