________________
૩૪૩
શાંત રસ : અભયકુમાર રાસકૃતિ વીરરસની ઉત્તમ કૃતિ હોવા છતાં અંતે સંસારની અસારતા, સંબંધોની સ્વાર્થતા, “રાજેશ્વરી તે નરકેશ્વરી' એવું જાણી પ્રબુદ્ધ અભયકુમાર દઢ વૈરાગી બન્યા. નિમિત્ત મળતાં તેઓ રાજપદ ન સ્વીકારતા મોક્ષના રાજવી બનવા અણગાર બન્યા. કવિ આ કૃતિ દ્વારા સર્વવિરતિ ધર્મની પ્રધાનતા દર્શાવી આત્માના શાશ્વત સુખનું નિર્દેશન કરે છે. અહીં કવિ અંતે શાંત રસની પ્રધાનતા દર્શાવે છે.
ચમત્કારિક તત્ત્વ ઃ ઉદાયનકુમારે મણિધર નાગને બચાવ્યો ત્યારે મણિધર સુરદેવ બનીને પ્રગટ થયો. તે ઉદાયન કુમારને પાતાળમાં લઈ ગયો. તેણે તેને દિવ્યવાંસળી આપી. આ પ્રસંગમાં કવિ ચમત્કારિક તત્ત્વનું પ્રયોજન કરે છે.
સોંઈ કિનર પૂર પાતાલઈ, તેડી ઉદયન જાય રે;
ઘોષવતી દઈ વીણા તેહને, સીખવે સકલકલાયરે.' (દુ.૩૭) ધારિણી રાણીના દોહદપૂર્તિ માટે થયેલી અકાળે મેઘવર્ષામાં કવિ ચમત્કારિક તત્ત્વ દર્શાવે છે.
આઠમ ધરી પોષધ ધર, ધ્યાયો સૂર મનમાંહિ; સૂધરમઈ સરગઈ થકી, આવ્યો વેગિં ત્યાંહિ; વેગ મેહ વીકરુવીઉં, ગાજવીજ ઘનઘોર;
પંચ વરણ થઈ વરસતો, બોલઈ ચાતુક મોર.” (ચો.૧૬) રૂપપુરો ચોર આંખમાં અંજન આંજી અદ્રશ્ય બનતો.
“ભોજનસાર કરંઈ જીવ રાય, અદૃષ્ટ રૂ૫ખરો તવ થાય;
રાયનો ભોજન પોતે જીમંઈ, છાંનો આર્તે છાનોં રમઈ.” મધ્યકાલીન કૃતિઓમાં આવાં ચમત્કારો ઘણી કૃતિઓમાં આલેખાયાં છે.
શુકન-અપશુકન : (ચો.૪) લોહજંઘના પાત્ર દ્વારા કવિ અપશુકન વિશે જણાવે છે.
“ખાવા લાડુ માંડે જિસે, માઠા શકુન હું ઈ સહી તિસે; લાડુ દૂત તિહાં નવિખાય, પંથિં પુરુષને ચાલ્યો જાય; વૃષ છાયાઈ બૈઠો સહી, શુકને વારયો ચાલ્યો સહી; જાતાં બઈઠો વરી એક ઠામ, છોડવા લાડુ ખાવાકાંમ;
શ્રુકન પંખીઆ માઠાં કરઈ, ઉઠી દૂત આધો સંચરઈ.' (ઢા.૧૨) શતાનીકરાના મૃગાવતી રાણીની શોધમાં ચંદન વનમાં ભમતા હતા. ત્યારે તેમને શુભ શુકન થયા.
મહીમા બહુતાપસ તણી, દેખઈ ધેનુનાવાડારે; આડારે, મૃગલા મ્યુકન કરઈ સહીએ.”
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org