SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ ••• ૬૯૮ ૬૯૯ • ૭૦ર ••• ૭૦૩ સુણિ વાત ભૂપતિઉ જાય, અશોકતરૂ તલિ આવ્યો રાય; લીધો સુત તેણો કાય, હો રાત્ર ૬૯૭ ચંદ્ર બિંબ સરીખો સુત જેહો, આણી ચિલણાનિ તે દેહો; ભૂંડી કાં નાખે હો, હો રા લુલો ટુટો નિ સુગાલો, કો ન ઇંડઈ પોતાનો બાલો; અસિવું કહઈ ભૂપાલો, હો રા. કહઈ ચિલણા સુણિ મહારા કંતો, ઉદર થકી દુખદાયી અત્યંતો; ચું સુખ અંતિ દિસંતો, હો રાત્ર ૭૦૦ મુઝ ભરતાર તણો જે વયરી, નાખ્યો રૂડો તેહન મેહરી; લાવ્યા શાહનિ ફેરી, હો રાત્ર ... ૭૦૧ તવ બોલ્યો શ્રેણિક ભૂપાલો, વંશ વધારણ હોસઈ બાલો; ઉછેરે થઈ કૃપાલો હો રાણી પ્રીઉના વચન થકી આદરતી, અહીનિ દૂધ પાવું મનિ ધરતી; સુતની સાર કરતી હો માતા અશોક વૃષ તલઈ નાખ્યો જાયો, અશોકચંદ તવ દીધું નામ; વધઈ કુમર ગુણ ગ્રામો ... ૭૦૪ કુરકટ અંગુલી કરડી જાય, તેણેિ નામ કોણી પણિ થાય; દેખી રીઝઈ રાય, હો. ... ૭૦૫ વલી ચિલણા સુત જનમ્યા દોય, હલ વિહલ તેના નામ જ જોય; ઋષભ સંબંધ એ હો ... ૭૦૬ અર્થ :- સવા નવ માસે ચેલણા રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. પુત્રને જોઈ રાણીએ વિચાર્યું, ‘ઉત્પન થતાં જ આ પુત્રનાં લક્ષણો પ્રગટ થયાં છે. ભવિષ્યમાં આ બાળક પિતાના પ્રાણનો વધ કરનાર તરીકે વિખ્યાત થશે. ... ૬૯૧ જેને ગર્ભમાં આવતાં જ પિતાના કલેજાનું માંસ ખાવાની અભિલાષા થઈ તે મોટો થઈને પિતાને શું સુખ આપશે? (સર્પને કદી દૂધ ન પીવડાવાય) કુપુત્ર પ્રત્યે કેવો સ્નેહ?' મહારાણીએ હૃદયને કઠણ બનાવી બાળકને પોતાની ખાસ પરિચારિકાના હાથમાં સોંપ્યો. મહારાણીએ કહ્યું, “દાસી ! આ પાપીને તું વનમાં અશોક વૃક્ષની છાયા (ઉકરડે) મૂકી આવ. તું તેને બાળક સમજી પાછી ઘરે નહીં લાવતી.” ..૬૯૩ દાસી નાનકડા બાળકને છુપાવતી, ઝડપથી વન તરફ ચાલી. તેણે બાળકને અશોકવૃક્ષની છાયામાં કોઈન જુએ તેમ મૂક્યો.(દાસી ઝડપથી મહેલમાં પાછી ફરી). ...૬૯૪ •••૬૯૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy