________________
૧૦૫
અને કામિનીને જોતાં ભલભલાં મોહિત થયાં છે. દેવો, યોગીઓ, તપસ્વીઓ અને ધ્યાની મુનિઓને તેમજ જ્ઞાનીઓને પણ નારીએ આજ દિવસ સુધી નચાવ્યા છે.
.. ૫૧૭ સ્વરૂપવાન સ્ત્રી, મીઠી બોરડી, પાકેલી આંબલી અને મધુર શેરડીની વાડ જોઈને તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. ભલભલા નરવીર પણ નારીને જોઈ પીગળી જાય છે. આ નયનો ખૂબ વિકારી અને લાલચી છે. તેને રોકવા છતાં તે ઘણાં પ્રયત્નો પછી પણ રોકાતાં નથી. રાજકુમારી સુજાનું ચિત્ર વારંવાર જોવાથી મહારાજાને નેહ ઉપજ્યો પરંતુ આ વાત કોઈને કહેવાય તેમ નહતી.
.. ૫૧૮ રાજકુંવરીનું અદ્ભુત સૌંદર્ય તેમના ચિત્તને પ્રસન્ન કરી ગયું. વનમાં પણ તેમના અપાર સૌદર્યને રાજા ભૂલી શકતા ન હતા. મહારાજા શ્રેણિકના ચિત્તમાં રાજકુમારીને મેળવવાની પ્રબળ ઈચ્છા થઈ તેથી તેમણે મહામંત્રી અભયકુમારને વિચાર વિમર્શ કરવા બોલાવ્યા.
... ૧૧૯ અભયકુમારે પિતાજીની બધી જ વાત શાંતિથી સાંભળી. અંતે મહારાજા શ્રેણિકે કહ્યું, “વત્સ! ચેડારાજાની પુત્રીના મારી સાથે લગ્ન થાય તે માટે કોઈ ઉપાય વિચાર.” મહામંત્રી અભયકુમારે તરત જ ચેડારાજાને એક પત્ર લખ્યો. તેમાં લખ્યું કે, “હે ચેડારાજા! તમારી પુત્રીને રાજગૃહી નગરીના રાજા શ્રેણિક સાથે પરણાવો. તેઓ કામદેવ જેવા સ્વરૂપવાન છે.”
પત્ર લઈ દૂત ચેડારાજા પાસે આવ્યો. ચેડારાજાએ પત્ર વાંચ્યો. ચેડારાજાએ દૂતને કહ્યું, “દૂત! તું તો ભોળો છે. તારા મહારાજા શ્રેણિકને ભૂત વળગ્યું છે. લોકનીતિ અનુસાર કન્યા વરને પસંદ કરે છે, વર કન્યાને નહીં. વર કન્યાને કહી લગ્ન કરે એ વાત લોકોમાં હાસ્યાસ્પદ બને છે.
હે દૂત! તું જા તારા શ્રેણિક રાજાને જઈને કહેજે કે, શું એ ઘેલો થયો છે? હું મારી પુત્રી તેને પરણાવીશ એવી તેમની ઈચ્છા કદી પૂર્ણ નહીં થાય.” દૂતે રાજગૃહી આવી મહારાજાને કહ્યું, “રાજન્! મેં જ્યારે કન્યાની માંગણી કરી ત્યારે ચેડારાજાએ મારી સામે આંખો કાઢી ગુસ્સો વ્યક્ત કર્યો. ... પરર
હું ત્યાંથી ડરીને જીવ લઈને નાઠો. હું અહીં જેમ તેમ કરીને પહોંચ્યો. મહારાજ ! તમે તે કન્યાને મેળવવાની આશા છોડી દો.” દૂતના વચનો સાંભળી આશા ભંગ થયેલા મહારાજા શ્રેણિક વિષાદના સાગરમાં ડૂબી ગયા. એક આશા હતી તે પણ વ્યર્થ ગઈ. એક ઉપાય હતો તે પણ નિષ્ફળ ગયો. ... પર૩
મહારાજા શ્રેણિકનું વદન દુઃખથી ગ્લાન બન્યું. મહારાજા બેચેન બન્યા. તેમને ખાવા-પીવામાં રસ ન હતો. ‘આ કન્યા શી રીતે મળશે?' એવા વિચારોમાં ચિત્ત ભમતું હતું. તેમને ક્યાંય ચેન પડતું ન હતું. મહારાજા શ્રેણિક અત્યંત શોકાતુર બન્યા. કવિ કહે છે કે જગતમાં દુર્રીય કાર્યો કરવાં પ્રતિષ્ઠા, માન ત્યજવાં જોઈએ. ચતુર અને સજ્જન પુરુષો પણ સ્ત્રીની આગળ નમે છે.
... પર૪ રહનેમિ મુનિ રાજમતિના રૂપથી ચલિત થયા. આદ્રકુમાર મુનિ, નંદીષેણ મુનિ અને અરણિક મુનિએ સ્ત્રી સંગથી શ્રેષ્ઠ સંયમ ગુમાવ્યો. ઈન્દ્ર, ચન્દ્ર, યક્ષ જેવાં શક્તિશાળી દેવોનાં પણ સ્ત્રી સામે પાણી ઉતરી ગયાં (હારી ગયાં). મહારાજા શ્રેણિક રંભા જેવી સ્વરૂપવાન કન્યા મેળવવા માટે કોઈ ઉપાય ન મળતાં (૧-૨) આદ્રકુમાર મુનિ અને અરણિક મુનિ જુઓ પરિષ્ટિ વિભાગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org