SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ” મેવા મીઠાઈ ખાય છે, જ્યારે બીજાને ખાવા સૂકી રોટલી પણ નહીં? ... પ૧૦ ઈશ્વરે કસાઈની જાતિ શા માટે સર્જી? તેઓ ગરીબ ગાયને પણ હણે છે. ઈશ્વરે હાથઆપ્યા તેથી તે હણવા જાય છે. એના કરતાં હાથ જ નહોતા આપવા. જો કે સંસારમાં બધું ઊંધું જ ચાલે છે. લક્ષ્મણનું કહેવું પણ રામે ન માન્યું. સ્ત્રીને (સીતાને) ઘરે રાખી નહીં અને ધીજ (અગ્નિ પરીક્ષા) કરી! છતાં રામ ભગવાન જ્ઞાની કહેવાયા...! ... ૫૧૧ બ્રહ્મા સૃષ્ટિનું વિસર્જન કરે છે, શ્રી કૃષ્ણ સૃષ્ટિને ઉલેચે છે. બંને એક જ કાર્ય કરે છે, છતાં તે બને એકબીજાના કાર્યથી અજાણ છે. આ તે કેવું જ્ઞાન? ઈશ્વરે(શંકર) પોતાની પત્નીને ન ઓળખી. તેને વરદાન આપીને સ્વયં પોતે જ તેનો ભંગ કર્યો. ઈશ્વરે પોતાના હાથે પોતાના પુત્રનું મસ્તક કાપ્યું. આશ્ચર્ય એ છે કે તે મસ્તક હરિના હાથમાં જ ન આવ્યું! .. ૫૧ર ત્રણ ખંડના અધિપતિ ભગવાન કૃષ્ણ સર્વશક્તિમાન હોવા છતાં તેમની દ્વારીકા નગરી બળી ગઈ? ઈશ્વરના હોવા છતાં દ્વારિકાની ગોપીઓ લૂંટાઈ ગઈ? ઈશ્વરની લીલા તો જુઓ! તેઓ બાળકની જેમ ગોપીઓના વસ્ત્ર ચોરી જાય! ગોપીઓના વસ્ત્ર લઈને શ્રી કૃષ્ણ સંતાઈ જાય ત્યારે ગોપીઓ શ્રીકૃષ્ણને શોધી કાઢે. વળી ગોપીઓ પોતાના વસ્ત્ર પાછા મેળવવા શ્રી કૃષ્ણને કાલાવાલા કરે ત્યારે શ્રી કૃષ્ણએ તેમને કહ્યું, “જો તમે બે હાથ જોડી વંદન કરો તો હું તમારા વસ્ત્રો પાછા આપું!” ... પ૧૩ - “હે તાપસી! આવો તમારો રાગી પરમેશ્વર છે. મારો તો વિતરાગી જિનેશ્વર દેવ છે; જે અનંત જ્ઞાન, અનંત દર્શનનો ધારક છે. મારા અરિહંત પરમાત્માની સેવા કોઈ નારીઓ નથી કરતી પરંતુ સ્વયં સ્વર્ગ લોકના દેવેન્દ્રો કરે છે. આ સૃષ્ટિની વિષમતાનું કારણ કર્મ છે. તેમણે કર્મવાદની સ્થાપના કરી છે. આ કર્મવાદનું રહસ્ય તું પામી શકે એમ નથી. (કર્મવાદ અતિ ગહન છે.)'' આ રીતે તાપસી રાજકુમારી સુજ્યેષ્ઠા દ્વારા વાદ-વિવાદમાં હારી જતાં અપમાનિત થઈ. તેની કોઈ ઈજ્જત ન રહી. તે યોગિની ધૂતારી હતી. તેણે કુંવરી પર મનમાં દેહ રાખ્યો. તેણે બદલો લેવા એવો વિચાર કર્યો કે, ચેડારાજાની આ રાજકુંવરીને એવા ઘરે પરણાવું જ્યાં ઘણી નારીઓ હોય, જેથી તેનું માન સન્માન ન રહે.” તેણે રાજકુંવરીનું પટ ઉપર ચિત્ર બનાવ્યું. યોગિની રાજકુંવરીનું રૂપ આલેખી ચિત્ર લઈ શ્રેણિક રાજાના દરબારમાં આવી. તેણે મોકો મળતાં જ અતિ આનંદથી સુયેષ્ઠાનું ચિત્ર રાજાને પ્રસ્તુત કર્યું. ... ૫૧૫ (ચિત્ર જોઈને રાજાની દૃષ્ટિ સ્થિર થઈ ગઈ) આવી સ્વરૂપવાન સ્ત્રી જોઈ મહારાજા શ્રેણિક તરત જ બોલ્યા, “યોગિની ! આ મૃગાંક્ષીના સૌંદર્યની બરાબરી વર્ગનીદેવાંગના પણ ન કરી શકે. શું તેનું મનોહર રૂપ છે!” તાપસીએ કહ્યું, “મહારાજા શ્રેણિક! સાંભળો. આ રાજકુમારી સુજ્યેષ્ઠા છે. હૈહયવંશના ચેટક (ચેડા) રાજાની પુત્રી છે. તે કુંવારી છે. સર્વ કળાનો ભંડાર છે. ગુણ અને રૂપનો ભંડાર છે. ચેડારાજાની પુત્રી અત્યંત સ્વરૂપવાન અને ગુણવાન નારી છે.” (આકચાથી આપનું અંતઃપુર શોભી ઉઠશે) ... ૫૧૬, યોગિનીની વાત સાંભળી અને રાજકુમારીનું ચિત્ર જોઈ મહારાજા શ્રેણિકને તે સુંદરી પ્રત્યે અત્યંત મોહ ઉત્પન્ન થયો. મહારાજા વારંવાર ચિત્રને જોવા લાગ્યા. તેમની દષ્ટિ ચિત્ર ઉપર સ્થિર થઈ ગઈ. કનક .... ૫૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy