________________
હે
સુજ્ઞ બંધુ ! શીત કાળ કલ્પમાં ત્રીસ દિવસ સુધીનો લોટ ચાલે. ઉષ્ણ કાળમાં ત્રેવીસ દિવસ સુધીનો લોટ ચાલે. વળી અમારે કઢાઈ અને છ વિગય (ધી, તેલ, દૂધ, દહીં, ફળો અને સૂકામેવા) ત્યાગના પ્રત્યાખ્યાન છે . હું સદા નીવી ભોજન જ જમું છું.''
...૧૬૮
ગણિકા દાંભિક ધર્મબુદ્ધિ દેખાડીને પોતાની થાળીમાં લીલોતરીનું ભોજન ન લેતી. તેણે મેવા, મીઠાઈ અને ફળો પણ પાછા આપ્યા. તે મૌનપણે ભોજન કરતી હતી. જમી લીધા પછી નાગરવેલના પાન અને સોપારીનો મુખવાસ પણ લીધો.
...૧૬૯
ગણિકાએ જમી લીધા પછી અભયકુમાર સાથે ધર્મચર્ચા કરી તેમનું મન રંજીત કર્યું. ત્યાર પછી ત્રણે સ્ત્રીઓ પોતાના તંબૂ (આવાસ) માં આવી. બીજા દિવસે ગણિકા રથમાં સવાર થઈ અભયકુમારના મહેલમાં તેમને લેવા આવી. ગણિકાએ આપેલ આમંત્રણને માન આપી અભયકુમાર તેના આવાસે ગયા. ...૧૭૦
અભયકુમાર એકલા ગણિકાના આવાસે ભોજન કરવા ગયા. ગણિકાએ શ્રાવિકા બની ખૂબ સાધર્મિક ભક્તિનો ઢોંગ રચી આગ્રહ કરી ભોજન જમાડયું. તેણે સૂકામેવા, બુંદીના લાડુ જેવા ઉત્તમ પકવાનો પીરસ્યા ત્યારપછી આગ્રહ કરીને ચંદ્રહાસ મદીરા જેવું નશીલું પીણું પીવડાવ્યું .
...૧૭૧
અભયકુમારને જ્યારે નશાના પ્રભાવથી ગાઢ નિદ્રા આવી ગઈ ત્યારે તેઓ બેભાન થઈ ઢળી પડચા. ગણિકાએ તરત જ ઢોલિયો ઢાળ્યો. પૂર્વયોજિત ગાઢ નિદ્રામાં સૂતેલા જોઈ ગણિકાએ ગોઠવણ અનુસાર અભયકુમારને રથમાં સૂવડાવી પવનવેગે રથ ઉજ્જયિની નગરી તરફ દોડાવ્યો.
...૧૭૨
રથના અશ્વો પણ તે સમયે ગણિકાના પક્ષમાં થયા. તેઓ અભયકુમારને વાયુવેગે અવંતીનગરીમાં લઈ આવ્યા. (બીજી બાજુ) શ્રેણિકરાજા અભયકુમારની રાહ જોવા લાગ્યા. સંધ્યાકાળ થવા આવ્યો છતાં અભયકુમાર ન આવ્યા ત્યારે શ્રેણિકરાજાના મનમાં ચિંતા થઈ.
...૧૭૩
શ્રેણિક૨ાજાએ પોતાના વિશ્વાસુ સેવકોને ગણિકાના આવાસે મોકલ્યા. સેવકોએ ત્યાં જઈ અભયકુમારને સાદ કરી બોલાવ્યા ત્યારે ગણિકાએ કહ્યું, “મંત્રીશ્વર ! અભકુમાર અહીં આવ્યા હતા પરંતુ તેઓ અહીંથી ઘણા સમય પહેલાં જ પોતાના રાજમહેલમાં પહોંચી ગયા છે.’’
..૧૭૪
શ્રેણિક૨ાજા તથા સેવકોએ બધી જગ્યાએ શોધ કરી પરંતુ અભયકુમારનો કોઈ પત્તો ન લાગ્યો. અભયકુમારને અવંતી નગરીમાં રાજા ચંડપ્રદ્યોતન પાસે લાવવામાં આવ્યા. હવે અભકુમારને ખબર પડી કે, ‘ધૂર્ત ગણિકા મને છેતરીને અહીં લાવી છે’.
...૧૭૫
માયાનું સ્વરૂપ
Jain Education International
૩૭૩
દુહા : ૧૦ નયણે રુઈ મન હસે, ભાખે કલપીવત વેશ્યા રુઠીંત કરઈ, જં કઠઈ કરવત વેશ્યા મની બગલડો, જસ તાર્કિ તસ ખાય; મનને મેલા રુપઈ ભલા, કોણ પતીજૈ તાય
For Personal & Private Use Only
૧૭૬
૧૭૭
www.jainelibrary.org