________________
39४
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ'
- ૧૭૮
રીષભો રામ વખાણતો, બગલો એહ અરંભ; ભમરી પંખ પગ નવી વલે, જાણે રોપ્યો થંભ રીષભ કહે લખમણ વદે, સુણિ રઘુવંશી રામ; બગનું ભલપણ તિહા લગે, મછ નાવ્યો મુખ જામ
•. ૧૭૯ નીલકંઠ મધુરો લવે, વસીહર આખો ખાય; મુછે હસે માનવી, કેમ પતી જ્યા જાય
... ૧૮૦ અર્થ - જેમ કરવત કાષ્ટને કાપે છે, તેમ વેશ્યા રિસાઈ જતાં અનિષ્ટ કરે છે. તે નયનો વડે ખોટાં અશ્રુ સારે છે પરંતુ મનથી કપટભાવે હસે છે. તે બનાવટી રીતે બોલે છે.
...૧૭૬ વેશ્યા, મની (બિલાડી) અને બગલો જેની સામે તાકીને જુએ તેને જ ખાઈ જાય. તેઓ રૂપથી સારાં પણ મનથી મેલાં છે. તેનો તાગ (પતિજે) કોણ પામી શકે?
...૧૭૭ ઋષભદાસ કવિ કહે છે કે, એક વાર રામે બગલાનાં વખાણ કર્યા. બગલો એક ભમરીની પાંખ જેટલોય પગ હલાવતો નથી. જાણે થાંભલો રોપ્યો હોય તેમ સ્થિર ઊભો રહે છે.
...૧૭૮ - કવિ ઋષભદાસ કહે છે કે રાવણે કરેલો રઘુવંશી રાજા રામનો બનાવટી અવાજ સાંભળી નાનાભાઈ લક્ષ્મણ તેમને સહાય કરવા દોડયા તેથી સંકટમાં પડયા. બગલાનું ભદ્રવ ત્યાં સુધી છે, જ્યાં સુધી તેના મુખમાં પોતાનું ભક્ષણ મત્સ્ય આવ્યું નથી.
...૧૭૯ નીલકંઠ(મયુર) મધુર સ્વરે બોલે છે પરંતુ વિષધરને સંપૂર્ણ ખાઈ જાય છે, તેમ માનિની(સ્ત્રી) મૂછમાં હસે છે પણ તેના મનનો પાર(પતિજ્યા= પાર પામવો) કોણ પામી શકે? ઢાળઃ ૮ ઉજ્જયિની નગરીમાં કેદી બનેલા મહામંત્રી
રાગ : પરજીઉં જેવું રાતું બોર, તેહવું મનદુરજન તણું. તપરિ કઠિન કઠોર, ઉપરિ દીસે રલીયામણો રીષભઈ અબ અધમ કિઉં, ચાઈ સેવઈ વનરાય; મુખિ મીઠો દરસણ ભલો, હઈડે સબલ કસાય હઈયે કસા મીઠા મુખે, ગણિકા કુડી જોય; અભયકુમાર બુધિ સાગરું, બાંધિ કરી ગઈ સોય અભયકુમાર વિચારતો, કરવો નહી વિશ્વાસ, અણસમઝી પ્રીત જ કરે, પડે તેમાંથી પાસ મેં જાણી શુભ શ્રાવિકા, કીધો ઘરમ સનેહ; સાપ થયો ટલી સીધરૂં, દીધો મુઝને છેહ
...૧૮૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org