SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” ગયો એકલો અભયકુમારો, ભોજન ભગતિ કરી તેણી વારો; પ્રસ્યા મેવા મોદીક સારો, ચંદ્રહાસ મદિરા કરે આહારે આવી લહેર લડવંડીઉ જામો, ઢાલ્યો ઢાલીઉં વેગિ તામો; સૂતો નીદ્રા આવી જ્યારઈ, રથ ઘાલી ચલાવ્યો ત્યારઈ - ૧૭૨ અશ્વ રથ થયા લટીઆ તાહો, આણ્યો કુમર અવંતી મહો; જુઈ શ્રેણિક કુંઅરની વાટો, સાંઝ સમયે કરતા ઊચાટો ... ૧૭૩ શ્રેણિક સેવક જોવા આવૈ, અભયકુમારને તિહાં બોલાવે; કહે ગણિકા અહી આવ્યા હુંત, પણ સ્વામી નીજ મંદીર પહુત .. ૧૭૪ સોળો પુરુષ ન લાધો ક્યાંહ, આણ્યો પુરષ અવંતીમાંહિ; અભયકુમારે જાણ્યો ત્યાહઈ, ગણિકા આણ્યો મુઝ અહિં ... ૧૭૫ અર્થ - સંઘવણિએ કહ્યું, “આપણે અહીં ધર્મની ચર્ચા કરીએ." અભયકુમારે આગ્રહ કરતાં કહ્યું, “તમે તીર્થયાત્રાએ જશો પછી જમવા માટે મારા આવસે નહીં આવો તેથી આજે જ ચાલો.” સંઘવણિએ કહ્યું, “આજ તીર્થોપવાસ (નૂતન તીર્થનું પ્રથમ દર્શન થાય તે દિવસે ઉપવાસ) છે.” અભયકુમારે અંજાઈ જઈને (શાતા પૂછતાં) કહ્યું, “આવતીકાલે મારા આંગણે પારણું કરવા ચોક્કસ પધારજો.” ...૧૬ર અભયકુમારે અત્યંત આગ્રહ કરીને ભારપૂર્વક આમંત્રણ આપતાં કહ્યું, “હું તમને આવતી કાલે (જમાડ્યા વિના નહીં છોડું. શ્રાવિકાએ પ્રભાવિત કરવા કપટપૂર્વક મસ્તક ઝૂકાવી કહ્યું, “મંત્રીશ્વર ! (ક્ષણ માત્રનો ભરોસો નથી તો) આવતી કાલ કોણે જોઈ છે !' .૧૬૩ અભયકુમાર તેની ગૂઢચિત્તતા અને વૈરાગ્યસભર વાતો સાંભળી દિમુઢ બન્યા. તેમણે મનમાં વિચાર્યું ખરેખર! આ આર્ય સન્નારીઓ સાચી વૈરાગ્યવંત દેખાય છે. અભયકુમારે તે દિવસે ઉપવાસ હોવાથી તેમને જવા દીધા. બીજા દિવસે તેઓ રવયં પરિવાર સાથે નિમંત્રણ કરવા તેમના ગૃહે ગયા....૧૬૪ અભયકુમારે ફરી પારણા માટે વિનંતી કરી. તેઓ કોઈપણ રીતે તેમને જમાડ્યા વિના રજા આપવા તૈયાર ન હતા ત્યારે કપટી શ્રાવિકાએ કહ્યું, “મંત્રીશ્વર! આવતી કાલે આપ મારા આવાસે જમવા આવો તો હું આજે તમારે ત્યાં જમવા આવીશ.” (સાધર્મિક ભક્તિમાં આદાન પ્રદાન હોય.) ...૧૬૫ અભયકુમારે નેહાગ્રહવશ પોતાના મુખેથી ગણિકાને કહ્યું, “ધર્મભગિની ! હું આવતી કાલે જરૂર આવીશ.” મહામંત્રી એવું કહી કપટી શ્રાવિકાઓને પોતાના મહેલમાં લાવ્યા. તેમણે ગૃહત્યની પૂજા કરાવી. તેમણે શ્રાવિકાઓની (વસ્ત્ર, ભોજન, પાણી ઈત્યાદિ વડે) ખૂબ જ ભક્તિ કરી. ...૧૬૬ અભયકુમારે મંગાવેલી રસવતી ઉદારતાથી રવયં પીરસી. તેમણે ગળ્યાં પકવાનો પણ પીરસ્યાં. શ્રાવિકાએ જમતાં પૂર્વે રસવતીના સંબંધમાં દિવસોનું પરિમાણ (કલ્ય, અકલ્ય, કાળાતિક્રમ, ભેળ-સંભેળ) વગેરે દૂષણો વિશે પૂછતાં કહ્યું, “ચાતુર્માસ! કલ્પમાં પંદર દિવસનું દળેલું અનાજ ચાલે તેથી રખે! ભૂલચૂકથી વર્ણાદિ બદલાયેલો આહાર વહોરાવશો. ...૧૬૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy