SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૧ •. ૧૬૨ અર્થ - કવિઋષભદાસ કહે છે કે ધન બીજાને વ્યાજે આપવાથી બમણું થાય છે. ખેતરમાં અનાજનું વાવેતર કરવાથી સો ગણું ધન પ્રાપ્ત થાય છે પરંતુ સુપાત્રદાન આપવાથી ધન અનંતગણું વધે છે. ...૧૫૮ જે વ્યક્તિ પેટમાં પૂરતું ખાતો નથી, જે જરૂરિયાત માટે પણ ધનનો ખર્ચ કરતો નથી, જે અનુકૂળ સંજોગોમાં પણ લજ્જા અનુભવે છે, તેવો દુઃખી વ્યક્તિ કઈ રીતે સૌંદર્ય, કલા અને ઉત્તમ ભોગો પ્રાપ્ત કરી શકે? ...૧૫૯ કવિ ઋષભદાસ કહે છે કે મધુકર રડતાં કહે છે કે મને ક્ષણમાત્રનું સુખ નથી. મને સુપાત્ર મળે તો ફળ (વસ્તુ) નથી મળતું અને ફળ મળેતો સુપાત્ર નથી મળતું ...૧૬૦ તેથી મંત્રીશ્વર અભયકુમારે કહ્યું, “મને આજે લક્ષ્મી (વસ્તુ) અને સુપાત્ર (શ્રાવિકા બહેનો) બન્ને મળ્યા છે. હું તમારી એવી ઉત્તમ સાધર્મિક ભક્તિ કરું જેથી મને મળેલો માનવ દેહ પવિત્ર બને.” ...૧૬૧ ઢાલઃ ૭ સુશ્રાવિકા બનવાનો ઢોંગ સો સુત ત્રિસલા દેવી સતીનો સંઘવણિ કહે એમ કરો વાતો, ગયા પછે જમવા નવી જાતો; આજ કરયો તીથ ઉપવાસો, કરું પારણોં જિહાં અમ વાસો અભયકુમાર અધિ કેરું તાણે, હું નવી મુંકે તુમને વાંહણે; કપટે શ્રાવિકા કહે સીરામી, કુણે દીઠું છે વહાણો રવાંમી સુણતાં હરખ્યો અભયકુમારો, વઈરાગવંત દીસે જ અમારો; જાવા દીધાં તેણી વારો, વાણઈ તેડવા ગયો નર સારો મીનતિ કરે નવી મુંકે જ્યારે, કપટિ શ્રાવિકા બોલી ત્યારે; હું તો આવું તુમ ઘરિ આજો, જો આવો મુઝ ઘરિ મહારાજ અભયકુમાર કહે આવીશ સહીઉં, તેડી ગયો એહનું મુખ કહીઉં; પૂજાવ્યા નીજ ઘરના દેવો, શામણિની કીધી બહુ સેવો પ્રીસે મોકલ્યાં ગલ્યાં પકવાનો, પૂછી જિમઈ દાઢાનું માનો; પનર દિવસે કલપિં ચોમાસઈ, રખે પ્રીસતા કાંઈ વરાંસઈ સીત કાલ કલર્પ દીન ત્રીસો, ઉષ્ણ કાલઈ દાઢા તેવીસો; કઢઈ વીગઈનું જંઈ પચ્ચરકાંણો, જિમતી નીવીઆનું જ સુજાણો નીલોતરી નવી ભાંણ લેતી, મેવા ફલ તે પાછા દેતી; ભોજન મોચપણે તે કરતી, ખાતી ફોફલ પાન ન લેતી જ્ઞાન ગોષ્ટ કરી તેણે ઠારયો, પહંતી ડેરઈ ત્રણે નારયો; આવ્યાં વિહાણે મંત્રી બારો, દેઈ નહોતરું પોહોતા ઠારો ••• ૧૬૩ ••. ૧૬૪ ... ૧૬૫ .૧૬૬ ••• ૧૬૮ ... ૧૬૯ ••• ૧૭૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy